તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર 6 ધોરણ ભણેલા ગુજરાતીએ બદલી નાખી ઝાકીર નાઇકની જીંદગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ઢાકામાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકીઓ મૂળ મુંબઈના અને ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ઝાકિર નાઈકના પ્રવચનોથી પ્રેરાયા હોવાની વાત બહાર આવતા નાઈકને ફરતે વિવાદ ઘેરાતો જાય છે. તપાસ એજન્સીઓ તેમના પ્રવચનો અને પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરનારા ઝાકિર નાઈક ઈસ્લામિક સમાજમાં કેવી રીતે આટલું પ્રચલિત નામ બની ગયા. ઝાકિરના જીવનમાં પરિવર્તન લાવનારા મૂળ સુરતમાં જન્મેલા તથા વિશ્વવિખ્યાત ઈસ્લામિક સ્કોલર શેખ અહેમદ દિદાતનો મહત્વપૂર્ણ ફાળો છે. માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કરનારા અને નાની ઉંમરે ગુજરાતથી સાઉથ આફ્રિકામાં જઈને વસેલા દિદાતથી ઝાકિર કયા કારણથી પ્રેરાયા અને પોતાનો વ્યવસાય છોડી તેઓ કેમ ધાર્મિક પ્રચારમાં લાગ્યા તેની વાત ખૂબ રસપ્રદ છે.
દિદાતના આદર્શ અને ઉદ્દેશોથી પ્રેરાયા ઝાકિર
- ઝાકિર નાઈક પીસ ટીવી પર આપેલા પોતાના પ્રવચનમાં સ્વીકારે છે કે મારા જીવનને બદલવામાં શેખ અહેમદ દિદાતનું મહત્વપૂર્ણ યોગદાન છે.
- નાઈક પોતાના પ્રવચનમાં કહે છે કે, “દિદાતે જ મને ‘ડૉક્ટર ઓફ બોડી’ની જગ્યાએ ‘ડૉક્ટર ઓફ સોલ’માં પરિવર્તિત કરી દીધો.”
- નાઈકે પોતાના પ્રવચનમાં દિદાતના ઉદ્દેશ અને આદર્શ વિશે વિગતે વાત કરતા જણાવ્યું છે કે, “દિદાતના ઉદ્દેશ બિલકુલ સ્પષ્ટ હતા. જે લોકો ઈસ્લામ વિશે ખોટી માન્યતાઓ પ્રચલિત કરી રહ્યા છે તેની સામે હું ઈસ્લામની સાચી વ્યાખ્યા રજૂ કરું.”
- “બિનમુસ્લિમોમાં ઘર કરી ગયેલી ઈસ્લામ પ્રત્યેની ખોટી માન્યતાઓને દૂર કરવાનું હું કામ કરીશ. અને આ કામ દ્વારા હું કોઈ આર્થિક ઉપાર્જન નહીં કરું.”
- “જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ ઈસ્લામ પર હાવી થઈ હતી અને મુસ્લિમ સમાજમાં હતાશાના વાદળો છવાયેલા હતા. ત્યારે દિદાતે મુસ્લિમ જગતમાં નવો પ્રાણ ફૂંક્યો અને મારા જેવા હજારો યુવાનોને જાગૃત અને પ્રોત્સાહિત કર્યા. આપણને માથું ઊંચું કરીને જીવતા દિદાતે કર્યા.”
દિદાતનું લીધું માર્ગદર્શન, પથારીવશ દિદાતને દર્શાવ્યો પોતાનો વીડિયો
- શેખ અહમદ દિદાત પાસેથી ઝાકિર નાઈકે ધાર્મિક બાબતોનું શિક્ષણ લીધું હતું તેવું તેમનું કહેવું છે. યૂટ્યૂબ પર મૂકવામાં આવેલા એક વીડિયોમાં ઝાકિર દિદાત પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે.
- ભારતની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે એવો વીડિયો રજૂ કર્યો છે, જેમાં પથારીવશ દિદાતને ઝાકિર નાઈક પીસ ટીવીનો પોતાના પ્રવચનનો વીડિયો દર્શાવી રહ્યા છે.
કોણ છે શેખ અહેમદ દિદાત?
- શેખ અહેમદ દિદાતનો જન્મ 1918માં સુરતની પાસે આવેલા તડકેશ્વરમાં થયો હતો. તેમના પિતા દરજી હતા.
- દિદાતના જન્મના થોડા સમયમાં જ પિતા કામકાજની શોધમાં સાઉથ આફ્રિકા ગયા હતા.
- 1927માં દિદાત પણ તેમના પિતાની સાથે ડર્બનમાં આવી ગયા હતા.
- દિદાત ભણવામાં તેજસ્વી હતા, પરંતુ ગરીબાઈના કારણે તેમને સ્કૂલ છોડવી પડી હતી. તેઓ માત્ર ધોરણ-6 સુધીનું જ શિક્ષણ મેળવી શક્યા હતા. તેમને 16 વર્ષની ઉંમરથી જ કામે લાગી જવું પડ્યું હતું.
- દિદાત જ્યારે ફર્નીચર સેલ્સમેનનું કામ કરતા હતા, ત્યારે તેઓ મિશનરીના સંપર્કમાં આવ્યા હતા. આ મિશનરી બિન-ખ્રિસ્તી લોકોને ધર્મપરિવર્તન માટે કામ કરતી હતી.
- ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ઈસ્લામ વિશે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવતી હોવાથી ધર્મો વિશે તુલનાત્મક અભ્યાસ કરવાની દિદાતને પ્રેરણા મળી હતી.
- દિદાતે કુરાનની સાથે બાઈબલનો પણ સઘન અભ્યાસ કર્યો હતો. તેના કારણે જ અસંખ્યા લોકો દિદાતને કુરાન કરતા બાઈબલના પ્રખર સ્કોલર માનતા હતા.
- અહમદ દિદતે ઈસ્લામિક પ્રોપાગેશન સેન્ટર ઈન્ટરનેશનલ (IPCI)ની સ્થાપના કરી હતી.
- ઈસ્લામના પ્રસાર-પ્રચારમાં આપેલા યોગદાનને ધ્યાને લઈ દિદાતને કિંગ ફૈઝલ ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
આગળ વાંચો, દિદાતની સંસ્થાને લાદેનનો પરિવાર કરતો હતો ફંડિંગ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો