તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતત ચોથા વર્ષે ગેટ્સ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, ટ્રમ્પ 208 રેન્ક નીચે ઉતર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી/ ન્યૂયોર્ક : માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ફરી એક વખત દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યાદીમાં 208 રેન્ક નીચે ઉતર્યા છે. 86 અબજ ડોલરની સંપત્તિ સાથે ગેટ્સ સતત ચોથી વખત આ યાદીમાં ટોચ પર છે. 

યાદીમાં સમાવિષ્ટ અન્ય ધનિકો
 
- આ યાદીમાં બીજા ક્રમ પર લિજન્ડરી ઈન્વેસ્ટર તથા 'ઓરેકલ ઓફ ઓક્લાહોમા' તરીકે વિખ્યાત વોરન બફેટ છે. જેમની સંપત્તિ 75.6 અબજ ડોલર હોવાનું જણાવવામાં આવ્યું છે. 
- ટોપ-10ની યાદીમાં મોટાભાગે ટેક્નોક્રેટ અંત્રાપ્રેન્યોર છે. 
- એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ત્રીજા ક્રમ પર છે. જ્યારે ફેસબુકના સ્થાપક પાંચમા ક્રમે છે. 
- ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન સાતમા ક્રમે છે. 
- સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમે બિલ ગેટ્સ રહ્યાં છે. તેઓ આ યાદીમાં 18 વખત ટોચ પર રહ્યાં છે.  

યાદીમાં ટ્રમ્પનો ક્રમ ઘટ્યો 

- આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 544 મા ક્રમે છે. તેમની સંપત્તિ 3.5 અબજ ડોલર હોવાનું અંદાજવામાં આવ્યું છે. 
- ગત વખતની સરખામણીએ ટ્રમ્પ 208 ક્રમ નીચે ઉતર્યા છે.  
 
33મા ક્રમે મુકેશ અંબાણી 

- આ યાદીમાં સમાવિષ્ટ ભારતીયોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી ટોચ પર છે. 
- 23.2 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી યાદીમાં 33મા ક્રમે છે. 
- 16.4 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ 56મા ક્રમે છે. 
- આ યાદીમાં 101 ભારતીયોને સ્થાન મળ્યું છે. જોકે, ટોપ-10માં કોઈ ભારતીય નથી. 
 
દુનિયાભરમાં 13 % વધી અબજપતિઓની સંખ્યા 

- ફોર્બ્સ નોંધે છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અબજપતિઓની સંખ્યામાં 13%નો વધારો થયો છે. 
- 31 વર્ષથી આ પ્રકારની યાદી પ્રકાશિત કરવામાં આવી રહી છે. જેમાંથી પ્રથમ વખત આટલો વધારો જોવા મળ્યો છે. 
- વિશ્વમાં કુલ 2043 અબજપતિ હોવાનું બહાર આવ્યું છે. 

અમેરિકામાં 565 અબજપતિ 

- ફોર્બ્સની યાદી પ્રમાણે, સૌથી વધુ 565 અબજપતિ અમેરિકામાં છે. 
- 319 અબજપતિઓ સાથે ચીન બીજા ક્રમે છે.
- જ્યારે 114 અબજપતિઓ સાથે ત્રીજા ક્રમે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો