કટોકટીને કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયેલો: ડૉ. મનમોહનસિંહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પુત્રી દમનકૌરની ફાઈલ તસવીર)

*પુત્રીએ લખેલા પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાનના વ્યક્તિત્વની બીજી બાજુનો પડઘો ઝીલાયો
નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના પુસ્તક "Strictly Personal: Manmohan and Gursharan"માં ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 'મનસ્વી ધરપકડો અને અટકાયતો'ને કારણે દેશમાં ભયનો માહોલ સર્જાયો હતો. પુત્રી દમનસિંહે લખેલા પુસ્તકમાં ડૉ. સિંહના વ્યક્તિત્વના બીજા પાસાનો પણ પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મનમોહનસિંહના જીવન પર પુસ્તક

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પુત્રી દમન કૌરે તેમના માતા-પિતા સાથેની કલાકોની વાતચીતો, લાઈબ્રેરીમાંથી મળતા પુસ્તકો અને આર્કાઈવ્ઝના આધારે પુસ્તક લખ્યું છે. જેને "Strictly Personal: Manmohan and Gursharan" એવું નામ આપ્યું છે. આ પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાનના જીવનની બીજી બાજુ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અંગેની ઓછી જાણીતી બાબતો અને વિગતો જાહેરમાં આવી રહી છે.

કટોકટીના કારણે ભયનો માહોલ

કટોકટીના કારણે સરકારી નોકરિયાતો પર કેવી અસર થઈ, તેવા સવાલના જવાબમાં પૂર્વ વડાપ્રધાને કહ્યું, "તે સમયે સમયસર નોકરી અને શિસ્ત પર બહુ જ ભાર મુકવામાં આવતો હતો. કેટલીક સારી બાબતો થઈ. પરંતુ તેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ ફેલાયો. મનસ્વી રીતે ધરપકડો અને અટકાયતો થતી. ઉત્તર ભારત અને દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બળજબરીથી પરિવાર નિયોજન કરવામાં આવતું હતું જેના કારણે લોકોમાં ભારે ઉદ્વેગ હતો." મનમોહનસિંહના કહેવ પ્રમાણે, એ સમયે સંજય ગાંધી 'બંધારણીય પદ વગરના મહત્વપૂર્ણ હોદ્દેદાર' હતા. જે લોકો તેમની સાથે કામ કરતા તેમને ભારે તણાવ મહેસૂસ થતો.
મોરારજી દેસાઈ અંગે ડૉ. સિંહ

વડાપ્રધાન મોરાજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર સત્તા પર આવી, ત્યારે અનેક અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ મનમોહનસિંહને યથાભૂત રહેવા દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં મનમોહનસિંહને લાગતું હતું કે, મોરારજી દેસાઈ તેમને પસંદ નથી કરતા. ડૉ. સિંહના કહેવા પ્રમાણે, "જ્યારે મોરારજી વડાપ્રધાન બન્યા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, હું પૂર્વ સરકારને વફાદાર હતો. આથી, શરૂઆતમાં તેમનું મારા પ્રત્યેનું વર્તન રૂક્ષ હતું. પરંતુ થોડા સમય બાદ તેઓ મનમોહનસિંહને પસંદ કરવા લાગ્યા હતા. તેમું વર્તન સમતોલ હતું. કેટલાક લોકોને લાગતું કે મોરારજી દેસાઈ જડ વ્યક્તિ હતા.પરંતુ તે વાત પૂર્ણ રીતે ખરી ન હતી.
મનમોહનસિંહ ઉંઘતા હતા અને ફોન આવ્યો, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.