કોંગ્રેસે છોડવું પડશે તેનું કાર્યાલય, 1980થી હતો અહીં કબ્જો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીએ સરકારના અંતિમ દિવસોમાં થયેલી બંગલા ફાળવણીઓ મોદી સરકારે રદ્દ કરી
મજબુરીમાં પ્રિયંકા વાડ્રાએ એસપીજીને લખ્યું છે કે, એરપોર્ટ પર તેમને અને તેમના પતિને આપવામાં આવતી વિશેષ સુરક્ષા છૂટછાટને પાછી ખેંચી લેવામાં આવે. આટલું નહીં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. પાર્ટીએ તેનું સંસદનું કાર્યાલય ખાલી કરવું પડશે. અહીં તેનો 1980થી કબજો છે. ઉપરાં એનડીએએ મોડલ કોડ ઓફ કંડક્ટ ચાલુ હોવા છતાં, કરેલી બંગલાઓની ફાળવણી રદ્દ કરી છે.
બંગલાઓની ફાળવણી રદ
ભાજપ સરકારે મોડલ કોડ ઓફ કંડક્ટના અમલ બાદ ફાળવવામાં આવેલા બંગલાઓની ફાળવણી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે બિહારમાં તેમની સાથે ગઠબંધન કરનારા રાજદના લાલુપ્રસાદ યાદવ અને યુપીએ સરકારને બહારથી ટેકો આપનારા સમાજવાદી પાર્ટીના નેતાઓને બંગલામાં રહેવાની મંજૂરી આપી હતી. ઉપરાંત નેશનલ એડવાઈઝરી કાઉન્સિલના કાર્યાલયની ફાળવણી પણ રદ્દ કરવામાં આવી છે. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન આ કાઉન્સિલ સરકારની સમાંતર કામ કરતી. આ કાઉન્સિલનું કાર્યાલય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10-જનપથની સામે આવેલું છે.
આરટીઆઈમાં સામે આવી માહિતી
આરટીઆઈ દ્વારા માહિતી મળી હતી કે, સત્તાના અંતિમ દિવસોમાં યુપીએ સરકારે રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન બુટ્ટાસિંહ, 2જી ટેલિકોમ કૌભાંડના આરોપી એ. રાજા, મુકુલ રોય, કેન્દ્રીય પ્રધાન એસ.એમ. કૃષ્ણા, રેલવેમાં લાંચ કૌભાંડના કારણે પદ છોડનારા પવન બંસલ, સીપી જોશી, દિનેશ ત્રિવેદી, અગથા સંગમા, ટેલિકોમ કૌભાંડને કારણે પદ છોડનારા દયનિધિ મારન, સુલતાન અહેમદ, સૌગત રાય, સુદિપ્તો બંગોપાધ્યાયને તેમના બંગલામાં રહેવાની મંજૂરી આપી હતી. કેટલાકને તો બજાર કિંમત કરતા પણ ઓછા ભાડે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોંગ્રેસે ખાલી કરવું પડી શકે છે કાર્યાલય, 1980થી હતો અહીં કબજો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.