ખોટ છતાં આ લોકો કેવી રીતે સીઈઓ પદે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાઉજો હિરારી, સોની)
- મોબાઈલનું વેચાણ ઘટવાથી સેમસંગે સીઈઓને હટાવવાની તૈયારી શરૂ કરી, પરંતુ ખોટ છતાં આ લોકો કેવી રીતે સીઈઓ પદે છે
ઉપભોક્તા વસ્તુઓ બનાવતી વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક સેમસંગે તેના મોબાઈલ ડિવિઝનના હેડ જેકે શિનને હટાવવાની તૈયારી કરી લીધી છે, કારણ કે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં ફોનનું વેચાણ 49 ટકા સુધી ઘટી ગયું છે. કોર્પોરેટ વર્લ્ડનું આ પહેલુ ઉદાહરણ નથી, જ્યારે ખોટ બાદ કોઈ ટોચના એક્ઝિક્યુટિવને હટાવવામાં આવ્યા હોય. જોકે, અનેક કંપનીઓ એવી છે, જેમણે સતત ખોટ છતાં તેમના સીઈઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.

રોકાણ-કંપનીને છે વિશ્વાસ, તેથી પદ પર

કાઉજો હિરારી, સોની

સતત ખોટ બાદ પણ પ્રત્યેક વર્ષે પ્રમોટ કરવામાં આવ્યા. એપ્રિલ 2012માં તેમને સીઈઓ પણ બનાવી દેવાયા. 2010થી અત્યાર સુધીમાં સોનીને એક ટ્રિલિયન યેનની ખોટ થઈ ચૂકી છે. તેનું મુખ્ય કારણ મોબાઈલ ડિવિઝનને માનવામાં આવે છે.
શા માટે પદ પર છે : જૂન 2014માં હિરારીએ રોકાણકારોને કંપનીની ખોટમાંથી બહાર નિકળવાનો વિશ્વાસ અપાવ્યો હતો. રોકાણકારોએ તેમને સીઈઓ બનાવી રાખવા મતદાન કર્યું હતું.
વધુ સીઇઓ વિશીને વિગત વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો....