સિલિન્ડરની ડિલિવરી પહેલાં કાઢી લેવામાં આવે છે ગેસ, જુઓ હકિકત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: રિફિલિંગ પહેલાં સેલિન્ડરનું વજન કરી રહેલ હૉકર)

ઝાંસી: આજ-કાલ રાંધણગેસના સિલિન્ડરની કાળાબજારીની બહુ ચર્ચા ચાલે છે. વપરાશકર્તાઓ દ્વારા મોબાઇલ દ્વારા બુકિંગ કરાવ્યા બાદ પણ સમયસર ડિલિવરી કરવામાં આવી નથી. તો બીજી બાજુ, જ્યારે ડિલિવરી થાય છે, તો સિલિન્ડરનું વજન કરાવતાં બોટલનું વજન એક-બે કિલો ઓછું જ નીકળે છે. આ રીતે ગેસ એજન્સીઓના નાક નીચે જ હૉકર સિલિન્ડરનું કાળાબજાર ચલાવે છે. (બીજી સ્લાઇડમાં જુઓ વીડિયો)

ર્ફિલિંગ કરતી વખતે પહેલાં સિલિન્ડરનું વજન કરવામાં આવે છે. ત્યારબાદ તેની સફાઇની સાથે એક ચિમટીની મદદથી સિલિન્ડરના ઢાંકણાને તોડ્યા વગર જ સીલને ખોલવામાં આવે છે. ત્યારબાદ ગેસની એર કાઢવામાં આવે છે, જે બહુ જોખમી કામ છે. જ્યારે ગેસ એક-બે કિલો નીકળી જાય, ઢાંકણ પાછું લગાવી દેવામાં આવે છે. આ ગેસને બીજા સિલિન્ડરમાં ભરવામાં આવે છે, જેને પછી કાળાબજારમાં વેંચવામાં આવે છે.
જાહેરમાં થાય છે નાના સિલિન્ડરનું વેચાણ:

ઝાંસી નગરના મુખ્ય બજાર સિવાય કરિયાણાની દુકાનોમાં જાહેરમાં કોઇપણ જાતની ચિંતા વગર પાંચ લીટરના સિલિન્ડરનું વેચાણ થાય છે. વાસ્તવમાં આ સિલિન્ડર વેચાણ માટે લાઇસન્સ લેવું પડે છે, પરંતુ આ કામ લાઇસન્સ વગર જ થાય છે. દુકાનદારો ગેસ એજન્સીઓના કેટલાક લોકો સાથે મળીને સેટિંગ કરી બ્લેકમાં સિલિન્ડર ખરીદે છે. પછી કિલો દીઠ 100થી 110 રૂપિયામાં વેચે છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ઢાબા અને રેસ્ટોરન્ટમાં થાય છે રસોઇ ગેસ સિલિન્ડરનો ઉપયોગ, જુઓ એક સંબંધિત વીડિયો અને બીજી કેટલીક અગત્યની તસવીરો...