તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘનું આધિપત્યઃ કેન્દ્રીય મંત્રીથી રાજ્યના CM બનવા એક જ યોગ્યતા!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રીપદ યોગી આદિત્યનાથને આપી બીજેપીએ 2019ની લોકસભા ચૂંટણી ધર્મ અને રાષ્ટ્રવાદના આધારે લડવામાં આવશે તેવો સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે. યોગીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા વિશે પણ ચર્ચાએ વેગ પકડ્યું હતું. બીજેપી ભલે આ તર્કને નકારી રહી હોય પણ પરિસ્થિતિ એ વાત પર ઈશારો કરી રહી છે કે આરએસએસનો એજન્ડા મુજબ જ બીજેપી કાર્ય કરી રહી છે. મોદી સરકારમાં મંત્રીઓની પસંદગીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી આરએસએસની પસંદગીને જ અંતિમ નિર્ણય માનવામાં આવી રહ્યો હોય તેવું હાલની સ્થિતિ અનુસાર ચર્ચાઈ રહ્યું છે.  
 
29 રાજ્યો પૈકી 13માં ખીલી ગયું છે બીજેપીનું કમળ
 
- મહત્વપૂર્ણ બાબત છે કે, દેશના રાજ્યો પૈકી બીજેપી 13 રાજ્યોમાં સત્તારૂઢ થઈ ગઈ છે.
- તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્પષ્ટ બહુમત મળ્યું.
- જ્યારે મણિપુર અને ગોવામાં બીજા નંબરે રહેવા છતાંય ગઠબંધનનો ખેલ પાડી સત્તારૂઢ થવા સફળતા મળી.
 
કેન્દ્રથી લઈ રાજ્યના મુખ્યમંત્રી આરએસએસની પસંદગીના જ
 
- યુપીના મુખ્યમંત્રી કોણ હશે તે બાબતે ઉત્સુક્તા સર્જ્યા બાદ અંતે યોગી આદિત્યનાથનું નામ જાહેર કરવામાં આવ્યું. યોગીનું નામ આરએસએસ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- જોકે, યોગી આરએસએસના સભ્ય નથી છતાં તેમની છબી ફાયરબ્રાન્ડ હિન્દુવાદી નેતા હોવાથી આરએસએસે તેમના માથે પસંદગીનો કળશ ઢોળ્યો હોવાની મનાય છે.
- ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત યુવા વયથી જ આરએસએસ સાથે સંકળાયેલા છે તેથી જ કોંગ્રેસના આયાતી ઉમેદવારોને બાજુમાં મૂકી તેમને રાજ્યનું સૂકાન સોંપવામાં આવ્યું છે.
 
ઉત્તર પ્રદેશમાં બીજેપીને સત્તા અપાવવામાં આરએસએસની મહત્વપૂર્ણ ભૂમિકા
 
- યુપીની વિધાનસભા ચૂંટણીમાં મતદાન સાત ચરણમાં થયું હતું. શરૂઆતના ચારેક ચરણના મતદાન બાદ આરએસએસના આંતરિક ગ્રાઉન્ડ રિપોર્ટના કારણે બીજેપી ચિંતામાં આવી ગઈ હતી.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ, બીજેપીએ આરએસએસની મદદ માગી હતી અને બાકીના ત્રણ ચરણમાં આરએસએસના કાર્યકરો રાજ્યમાં બીજેપીને સફળતા અપાવવા લાગી ગયા હતા.
- આરએસએસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ વર્કના કારણે જ બીજેપીને જંગી બહુમતી મળી હોય તેવું માનવામાં આવે છે.
 
ગુજરાતથી લઈ ગોવા સુધી બધે જ આરએસએસના મુખ્યમંત્રી
 
- આનંદીબેન બાદ ગુજરાતની જવાબદારી જેમને સોંપવામાં આવી એવા વિજય રૂપાણી આરએસએસ સાથે યુવા વયથી જોડાયેલા છે.
- ગોવાના મનોહર પારિકર, હરિયાણાના મનોહર લાલ ખટ્ટર, છત્તીસગઢના રમણ સિંહ, મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ આ તમામ મુખ્યમંત્રીઓ આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવે છે.
 
કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનવા માટે આરએસએસ સૌથી મોટી પ્રાથમિક્તા... માત્ર નોર્થ-ઈસ્ટમાં આયાત કરેલા મુખ્યમંત્રીઓ...બીજેપી શાસિત રાજ્યોમાં પસંદ કરવામાં આવેલા મુખ્યમંત્રી અને કેન્દ્રીય કેબિનેટમાં મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળતા મંત્રીઓની પસંદગી કઈ લાક્ષણિક્તાના આધારે કરવામાં આવી તે અંગે જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો