તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ એજ્યુકેશનની ‘સ્કૂલ’ ચલાવે છે આ આદિવાસીઓ, આપે છે તમામ ટ્રેનિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુરઃ સામાન્ય લોકોની નજરમાં પછાત માનવામાં આવતા ઘણા આદિવાસી પ્રજાતિના લોકોના સામાજીક શિક્ષણને જોતા તેઓ મોર્ડન સોસાયટીથી ઘણા આગળ દેખાય છે. છત્તિસગઢના અબુઝમાડ વિસ્તારમાં પ્રચલિત ‘ઘોટુલ’ પરંપરા તેનું જ એક ઉદાહરણ છે.
(divyabhaskar.com ‘વનવાસી’ સીરિઝ હેઠળ પોતાના વાચકનો આદિવાસીઓની અનોખી પરંપરા અંગે જણાવી રહ્યું છે, આજે અહીં તમે માડિયા જાતિના આદિવાસીઓ અંગે વાંચી શકો છો.)
Related Placeholder
રોજ રાતે ભેગા થાય છે માડિયા જાતિના યુવક-યુવતીઓ

- ગામના કિનારે આવેલા ઘરમાં રોજ રાતે આ જાતિના લોકો ભેગા થાય છે, જેને ‘ઘોટુલ’ કહે છે.
- આ ક્લાસમાં મેળ-મિલાપની સાથે કૃષિ સંબંધિત જાણકારી, નાચ-ગાન અને સેક્સ એજ્યુકેશન પણ આપવામાં આવે છે.
- બે મોટા યુવકો સરદાર અને કોટવાર બને છે. સૌ પ્રથમ બધા યુવકો અને પછી તમામ યુવતીઓ ઘોટુલમાં પ્રવેશ મેળવે છે.
- અહીં યુવક-યુવતીઓને જોડી બનાવવામાં આવે છે, આ જોડી 2-3 દિવસથી વધુ સાથે રહી શક્તું નથી.
- ઘરની અંદર યુવતીઓ યુવકોને માલિશ કરી આપે છે અને પછી બધા ઘોટુલની બહાર નાચે છે.
- આ નાચમા પરણિત મહિલાઓ નથી ભાગ લઈ શકતી, પરંતુ પરણિત પુરુષો ભાગ લઈ શકે છે.
- ઘોટુલમાં સહમતિ સાથે કુંવારા યુવક-યુવતીઓ વચ્ચે શારિરીક સંબંધો સ્થપાય છે. જોકે તેમાં પ્રાઈવેસી અને મર્યાદાનું ધ્યાન રાખવામાં આવે છે.
(આગળની સ્લાઈડ્સમાં જાણો માડિયા જનજાતિ અને ઘોટુલ સ્કૂલ વિશે.)