તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2013માં મોદીએ જે મુદ્દાઓ પર PMની ટીકા કરી તેમાં પોતે શું ઉણા ઉતર્યા?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી પીએમ મોદી ત્રીજી વખત ત્રિરંગો લહેરાવીને પ્રજાને સંબોધિત કરશે. તેઓ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓથી લઈને દેશ પ્રગતિના અંગે શું બોલે છે તેના પર સૌની નજર રહેશે. પીએમના ભાષણના વખાણની સાથોસાથ ટીકાઓનો પણ દોર શરૂ થશે. લાલ કિલ્લા પરથી પીએમ દ્વારા કરાયેલા ભાષણની સૌથી વધુ ટીકા કરનારાનો યશ પણ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. 2013માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભુજના લાલન કોલેજ ખાતે કરતા મોદીએ તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને યુપીએ સરકારની ઝાટકણી કાઢી હતી. મુખ્યમંત્રી તરીકે સ્વંતંત્રતા દિવસનું છેલ્લું સંબોધન કરતા મોદીએ એક વડાપ્રધાનની શું જવાબદારી હોવી જોઈએ તેના પર વિશેષ ભાર મૂક્યો હતો. મોદીએ તે સમયે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેના પર પોતાના બે વર્ષના શાસનકાળમાં પોતાની સરકારે શું કાર્યવાહી થઈ તે જાણવું પણ રસપ્રદ રહેશે.
મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે તમે દેશને શું આપ્યું?
- ગુજરાતના તત્કાલિન સીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પ્રજાજોગ આપેલા સંદેશના દરેક મુદ્દાને ટાંકતા મનમોહનસિંહ સામે નિશાન સાધ્યું હતું.
- રાષ્ટ્રપતિ દ્વારા દેશની પીડા અને ચિંતાનો ઉલ્લેખ કરતા મોદીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિની ચિંતા અને પીડાને લઈને પીએમએ પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરવી જોઈતી હતી પરંતુ તેમણે આવો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.”
- મોદીએ મનમોહનસિંહને પૂછ્યું હતું કે, “તમે આટલા વખતથી તિરંગો ફરકાવો છે, પણ તમે જે મુદ્દા જણાવો છે એ તો હજી જેમના તેમ જ છે, 60 વર્ષ પહેલાં પંડિત નેહરૂના વખતમાં હતા ત્યારથી. કંઈ જ બદલાયું નથી. હું વડાપ્રધાન મનમોહનસિંહને પૂછું છું કે તમે દેશને શું આપ્યું?”
- મોદીએ કરેલા શાબ્દિક હુમલામાં દેશની ખરાબ સ્થિતિ પાછળ પીએમને જવાબદાર ઠેરવ્યા હતા. મોદીએ કરેલા ભાષણમાં 80 ટકા ભાગ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ અને યુપીએ સરકારની નીતિઓની આકરી ટીકા કરવામાં કાઢ્યો હતો. બાકીનો સમય ગુજરાત સરકારની સિદ્ધિઓ ગણાવવામાં પસાર કર્યો હતો.
ગુલામીવાળી વિચારધારામાંથી દેશ ક્યારે બહાર આવશે?
- મોદીએ કોંગ્રેસના 60 વર્ષના શાસનકાળ દરમિયાન દેશ ગુલામીની વિચારધારામાંથી બહાર ન આવ્યો હોવા પર ભાર મૂકતા કહ્યું કે, “શું એ વાત સાચી નથી કે આજે પણ આપણે માનસીક ગુલામીના શિકાર છીએ? આજે પણ આપણી જૂની વિચારધારા આપણને આગળ વિચારવા નથી દેતી.”
- “છેલ્લા 60 વર્ષથી આપણને ગોખાવી દેવામાં આવેલી વાતોથી થાકી ગયા છીએ. શું આ સ્થગિતતાની માનસિક્તા એ દેશની પ્રગતિમાં રોઢા નથી નાખ્યા.”
- “હાલના સમયમાં આઝાદીની વિચારધારા રાખવી પણ જરૂરી છે. એટલે જ લોકો વિચારતા થયા છે કે કેવી રીતે આ ગુલામીવાળી વિચારધારામાંથી દેશને બહાર નિકાળી શકાય.”
- તેઓએ લોકોને સવાલ કર્યો હતો કે, “દેશ આઝાદ થયો પરંતુ આઝાદીના દિવાનોના સપના શું પૂરા થયા છે? શું હાલમાં પણ આપણને સમગ્રપણે આઝાદી મળી છે શું?”
”સંસદને રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો છે”
- મોદીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિના પ્રજાજોગ સંદેશને ટાંકતા કહ્યું કે, “રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સંસદ અને રાજ્યની વિધાનસભા એક પ્રકારનો અખાડો બની ગયા છે, યુદ્ધનું મેદાન બની ગયા છે.”
- પોતાની વાત મૂકતા મોદીએ કહ્યું હતું કે, “હું તેમની ચિંતા સાથે સહમત છું. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે વિરોધી પક્ષ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તે તો લોકતંત્રમાં સમજમાં આવે છે. પરંતુ રાષ્ટ્રપતિને ચિંતા છે કે શાસકો જ સંસદને ચાલવા નથી દેતા.”
- “લોકસભામાં રુકાવટ નાખે. લોકસભાને અખાડો બનાવી દે. જ્યારે સત્તામાં બેઠેલો પક્ષ આવું કરે ત્યારે સંકટ વધારે ઘેરાતું જાય છે.
- “આપણા સૌની એ જવાબદારી થાય છે કે રાષ્ટ્રપતિની ભાવનાનું આપણે આદર કરીએ. તેથી આપણે સંસદ અને વિધાનસભામાં યોગ્ય કાર્યવાહી થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.”
“સૌને સાથે લઈ સૌની ભલાઈના કાર્યો કરવા પડશે”
- સર્વાંગિક વિકાસની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, સરકાર દેશની હોય કે રાજ્યની તેનો ધર્મ એક જ હોય છે...નેશન ફર્સ્ટ.
- સરકારનો એક જ ધર્મગ્રંથ હોય છે ભારતનું બંધારણ. સરકારની એક જ ભક્તિ હોય છે તે છે ભારત દેશની ભક્તિ.
- સરકારની એક જ શક્તિ હોય છે જનશક્તિ. સરકારની એક જ પૂજા હોય છે સવાસો કરોડ દેશવાસીઓની ભલાઈ.
- સરકારની એક જ પૂજા પદ્ધતિ હોય છે સૌનો સાથ, સૌનો વિકાસ. સૌને સાથે લેવા પડશે અને સૌની ભલાઈ માટે કામ કરવું પડશે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉઠાવેલા મુદ્દાઓ પર તેમના પીએમ બન્યા બાદ શું છે પરિસ્થિતિ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો