8 વર્ષથી ઘરમાં જ કેદ હતો એક પરિવાર, બહાર કાઢતા જ મચાવ્યુ તાંડવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોહાલીઃફેઝ-9માં એક પરિવાર આઠ વર્ષથી ઘરમાં જ કેદ થઈને રહેતો હતો. બુધવારે સાંજે ડિસ્ટ્રીક્ટ લીગ સર્વિસીઝ ઓથોરીટ ઓફ સેક્રેટરી જસ્ટીસ ટી.એસ. બિન્દ્રાની આગેવાનીમાં પહોચેલી ટીમે ભારે જહેમતપૂર્વક દરવાજો ખોલાવડાવ્યો હતો. અંદર એક વૃદ્ધ સ્ત્રી, તેની 35 વર્ષની દિકરી અને 37 વર્ષનો દિકરો હતો. ઘરમાં એટલી ગંદકી હતી કે દુર્ગંધ બહાર સુધી જઈ રહી હતી. ત્રણેયના વાળ એવા હતા જાણે કે કાંસકો ફેરવ્યાને વર્ષો વીતી ગયા હોય. ત્રણેયના દાંત તુટી ચુક્યા હતા. તેને હોસ્પિટલ લઈ જવા માટે જેવી પોલીસ તેમજ સમાજસેવી સંસ્થાઓના સભ્યોએ તેમને પકડ્યા તો તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા. ભારે મુશ્કેલીથી તેમને સિવિલ હોસ્પિટલ ફેઝ-6માં પહોચાડાયા.

આ પરિવારમાં જતિંદરસિંહ બૈદવાન, પત્ની જસવંત, દિકરી અમનદિપ અને દિકરો ઈન્દ્રદીપ ગુમનામીની જિંદગી વિતાવી રહ્યા હતા. જતિંદર જ ખાવા-પીવાનો સામાન લેવા માટે ઘરથી બહાર નીકળતા હતા. લગભગ એક અઠવાડીયા પહેલા તેને કંઈક ઈજા પહોચી હતી. ઈજાના કારણે ખાવાનું લેવા નીકળી શક્યા નહીં તો આ ત્રણેયે તેમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા. બૈદવાન ઘરના ગેટ પર જ ચિલ્લાતા રહ્યા. આસપાસના લોકોએ તેને હોસ્પિટલે પહોચાડ્યા. ત્યારે ખબર પડી કે તેમનો પરિવાર આ હાલતમાં છે. લોયર્સ ફોર જસ્ટીસ સંસ્થાના એડવોકેટ ટી. એસ. સુદન અને પ્રભઆસરા શમસેરસિંહે જસ્ટીસ ટી. એસ. બિંદ્રાને આ વિશે જણાવ્યુ તો તેમને હોસ્પિટલે પહોચાડ્યા.

પિતા બીએસએનએલમાંથી એક્સઈએન રિટાયર્ડ

બૈદવાનના ઘરે કોઈ આવતું-જતું ન હતુ. એના એક સંબંધીએ જણાવ્યુ કે જતિન્દર બૈદવાન બીએસએનએલના એક્સઈન રિટાયર્ડ છે. તેની પત્ની ડિપ્રેશનની દર્દી હતી. તેની સારવાર અમૃતસર મેન્ટલ હોસ્પિટલમાં ચાલતો હતો. તે બાળકોને ઘરની બહાર નીકળવા દેતી ન હતી. બાળકો પણ ડિપ્રેશનમાં ગરકાવ થઈ ગયા. તેની સારવાર પણ મેન્ટલ હોસ્પિટલમાં ચાલતી હતી.

કોઠીને લઈને હતો વિવાદ
બૈદવાન જે કોઠીમાં રહે છે તેના પર 1995થી તેનો કબજો છે. આ કોઠીમાં આઠ ભાઈબહેનોની ભાગીદારી છે. બૈદવાન પરિવાર મોરિંડાના એક ગામનો વતની છે. હૈદરાબાદમાં પણ તેમની પ્રોપર્ટી છે, જેને લઈને કોર્ટમાં કેસ ચાલ્યો અને હવે ફેમિલિ સેટલમેન્ટ થઈ ચુકી છે. જે અંતર્ગત તેમને દોઢ કરોડ બૈદવાન પરિવારને મળવાના હતા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય કેટલીક તસવીરો