તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૃથ્વી શૉઃ વિકેટ કરતા ઓછી હતી હાઇટ ત્યારે શરૂ કર્યુ હતુ રમવાનુ, 18 વર્ષની ઉંમરમાં સદી બનાવી વિરાટ અને સચિનને પણ પાછળ મૂક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ- પૃથ્વી શૉ, ઈન્ડિયન ક્રિકેટની નવી ઉમ્મીદ બની ગયો છે. રાજકોટમાં વેસ્ટઇન્ડીઝના વિરુદ્ધ પોતાની ડેબ્યૂ ટેસ્ટની પહેલી જ ઇનિંગમાં સદી બનાવી પૃથ્વીએ દિગ્ગજોને પણ પોતાના ફેન બનાવી લીધા છે. પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી નાની ઉંમરમાં સદી બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 18 વર્ષ અને 329 દિવસમાં ડેબ્યૂ કર્યુ અને તે જ દિવસે સદી પણ બનાવી લીધી. પૃથ્વીએ ડેબ્યૂ મેચમાં ત્રીજી સૌથી તેજ સદી બનાવી છે. સચિન તેંદુલકરે પણ ટ્વિટ કરીને પૃથ્વીને શુભકામનાઓ પાઠવી છે. સાથે જ તેમણે એક સલાહ પણ આપી છે.

 

સચિને આપી સલાહ


સચિને પૃથ્વીને શુભકામનાઓ પાઠવતા લખ્યું છે - ‘પહેલી જ ઇનિંગ્સમાં તમારી આટલી આક્રામક બેટિંગ જોઈને ખૂબ સારુ લાગ્યુ. આવી જ રીતે બિંદાસ્ત અંદાજમાં બેટિંગ કરતા રહો.’ પૃથ્વીએ 99 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તે પહેલા શિખર ધવને 85 બોલમાં તો ડ્વેન સ્મિથે 93 બોલમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી પૂરી કરી હતી.

 

કોહલી અને સચિન કરતા પણ આગળ નીકળ્યો


ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સચિન તેંદુલકર પણ પોતાના ટેસ્ટ કરિયરની પહેલી ઇનિંગ્સમાં સદી નહોતા બનાવી શક્યા. સચિને પોતાની પહેલી ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે 1989માં રમી હતી. પહેલી ઇનિંગ્સમાં સચિન 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે વિરાટ કોહલીએ પોતાની પહેલી ટેસ્ટ 2011માં વેસ્ટઇંડીઝ સામે રમી હતી. કિંગસ્ટનમાં રમવામાં આવેલી મેચમાં કોહલી 04 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે પૃથ્વી શૉએ ડેબ્યૂ ટેસ્ટની પહેલી જ ઇનિંગ્સમાં સદી બનાવી હતી.

 

વિકેટ કરતા પણ ઓછી હતી હાઇટ ત્યારે શરૂ કર્યુ હતુ રમવાનુ


પૃથ્વી શૉનું બાળપણ મુંબઈમાં વીત્યુ. તેણે અહીં આવેલા આઝાદ મેદાનમાં 3 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતુ. તે ત્યારથી ક્રિકેટ રમી રહ્યા છે જ્યારે તેની હાઇટ ક્રિકેટના સ્ટમ્પ્સ કરતા પણ ઓછી હતી. મુંબઈના આઝાદ મેદાનમાં એક સમયમાં 15-20 મેચ રમવામાં આવતા હતા. પરંતુ તેમ છતા જ્યારે પૃથ્વી બેટિંગ કરતો હતો તો બીજી ટીમના ખેલાડીઓની સાથે તેના માતા-પિતા અને કોચનુ પણ ધ્યાન પૃથ્વીની બેટિંગમાં જ રહેતુ હતુ. લોકો તેને ચિયર કરવા દૂર-દૂરથી આવતા હતા.

 

 

આ પણ વાંચોઃ- તેલના ભાવઃ સરકારે અચાનક જ નથી ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, સમજો મોદી સરકારના મોટા નિર્ણય પાછળનું રાજકીય ગણિત

અન્ય સમાચારો પણ છે...