તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Prisoner In Kolkata Jail Swallowed Mobile When Caught By Authorities Admitted In Hospital

જેલમાં સંતાઇને વાત કરતો હતો કેદી, પકડાઇ ગયો તો બચવા ગળી ગયો ફોન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ- પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની પ્રેસિડેન્સી સેન્ટ્રલ જેલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં જેલમાં બંધ કેદીને સુરક્ષાકર્મીએ મોબાઇલમાં વાત કરતા જોઇ લીધો. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેનાથી મોબાઇલ લેવાનો પ્રયાસ કર્યો તો પહેલા તો તે ભાગવા લાગ્યો, પરંતુ જ્યારે તેણે જોયુ કે હવે તે ભાગી નહીં શકે તો તે મોબાઇલ જ ગળી ગયો.

 

કેદીનું નામ રામચંદ્ર બાગપ્પા જણાવવામાં આવ્યું છે. રામચંદ્રની લૂંટફાટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ છે. સૂત્રો મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે જેલ પરિસરમાં એક સર્વિલાંસ ટીમે સોમવારના દરોડા પાડ્યાં. આ દરમિયાન રામચંદ્ર જેલના એક ખૂણામાં મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. ત્યારે એક સુરક્ષાકર્મીની તેના પર નજર પડી અને જ્યારે તે રામચંદ્રની નજીક જવા લાગ્યો તો પહેલા તે ભાગવા લાગ્યો, પરંતુ જ્યારે જોયું કે હવે તે પકડાઇ જશે તો તેને કંઈ સમજ ન આવ્યું અને તે મોબાઇલ ફોન જ ગળી ગયો.

 

મળ ત્યાગ દરમિયાન શરીરમાંથી ડિવાઇસ નહીં નીકળે તો કરાવવી પડશે સર્જરી

 

આ સંપૂર્ણ ઘટનાની માહિતી સુરક્ષાકર્મીએ તરત જેલ સુપરિન્ટેન્ડેન્ટને આપી. ઘટનાની જાણ વિભાગના એડીજી અરૂણ કુમારને કરવામાં આવી. આ દરમિયાન રામચંદ્રે પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી. તેને તરત એમઆર બાંગુર હોસ્પિટલ લઈ જવાયો. ડોક્ટરોને આશા છે કે મળ ત્યાગ દરમિયાન દર્દીના શરીરમાંથી ડિવાઇસ નીકળશે. નહીં તો તેની સર્જરી કરાવવી પડશે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેમણે આ પ્રકારની ઘટના વિશે પહેલા ક્યારેય નથી સાંભળ્યું. આ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે આટલો નાનકડો ફોન પણ ઉપયોગ કરી શકાય છે જેને કેદી સરળતાથી ગળી શકે.

 

 

આ પણ વાંચોઃ- 2 યુવકોની સાથે 19 વર્ષની એક યુવતીએ પણ કર્યું મહિલા સાથે દુષ્કર્મ

અન્ય સમાચારો પણ છે...