તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારના બેગૂસરાયમાં ખુલ્લામાં શૌચક્રિયા કરતા પકડાયા ગ્રામજનો તો અધિકારીએ આપી આવી વિચિત્ર સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ- દેશના તમામ ગામડાને ખુલ્લામાં શૌચમુક્ત કરાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ ગામડાને શૌચમુક્ત કરાવવાને લઈને અધિકારીઓ નવા-નવા અખતરા કરી રહ્યા છે. બિહારના બેગૂસરાયમાં પણ એક સરકારી અધિકારીનો નવો અખતરો સામે આવ્યો છે. જ્યાં અધિકારીએ એક ગામના લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરતા પકડ્યાં તો સજાના રૂપમાં લાફા માર્યા. એટલું જ નહીં અધિકારીએ બધા લોકો પાસે ઊઠબેસ પણ કરાવી.

 

વાસ્તવમાં, બેગૂસરાય જિલ્લાના એક ગામની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક ગામના કેટલાક લોકો બ્લોક પશુપાલન અધિકારી લલન કુમારે પકડ્યા. ખુલ્લામાં શૌચક્રિયા કરતા પકડાવા પર અધિકારીને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે બધાને સજા પણ આપી, પરંતુ સજાના નામ પર તેણે પાસે વિચિત્ર કામ કરાવ્યા. અધિકારીએ પહેલા બધાપાસે માફી મંગાવી. તેના પછી બધા પાસે ઊઠબેસ કરાવી. તેનાથી પણ અધિકારીનું મન ન માન્યું તો તેણે બધા લોકોને તેની સામે રાખેલા લોટાને પ્રણામ કરાવ્યું. આ દરમિયાન પકડાયેલા યુવકને હંસી આવી ગઈ તો અધિકારીનો ગુસ્સો હજુ વધી ગયો. તેણે યુવકને લાફો મારી દીધો.

 

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બેગૂસરાયના ધનકૌલ પંચાયતની છે. જ્યાં બ્લોક પશુપાલન અધિકારી લલન કુમારી પહોચ્યા હતા. ત્યાં તેમણે કેટલાક લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરીને પાછા આવતા પકડ્યા. પહેલા તેમણે બધાને ખરી-ખોટી સંભળાવી. સાથે જ તેમના પર દંડ લગાવવાની પણ ધમકી આપી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બેગૂસરાયને ખુલ્લામાં શૌચમુક્ત જાહેરકરવામાં આવ્યું છે. એટલે અધિકારી જિલ્લામાં જોરશોરથી અભિયાન ચલાવી રહ્યા છે. આ ક્રમમાં એક પંચાચતમાં અધિકારીએ ખુલ્લામાં શૌચક્રિયા કરતા લોકોને પકડ્યા તો તેમને જાગૃત કરવાની જગ્યાએ તેમને સજા આપી દીધી. આ વિશે જ્યારે જિલ્લા અધિકારી રાહુલ કુમાર સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યુ કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટના ધ્યાનમાં આવતા જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચોઃ- જેલમાં સંતાઇને વાત કરતો હતો કેદી, પકડાઇ ગયો તો બચવા ગળી ગયો ફોન

અન્ય સમાચારો પણ છે...