ભારતની આ 5 જેલ સામાન્ય પબ્લિક માટે છે OPEN, ક્રાઈમ કરવાની નથી જરૂર

ભારતની ઘણી જેલોમાં તમે જેલ જોઈ શકો છો અને તેમાં ફરી શકો છો

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 10:19 AM
You can go easily without crimes in these 5 jails of India

નેશનલ ડેસ્કઃ ઘણા લોકોને ફરવાનો બહુ શોખ હોય છે જેના માટે પર્વત, પહાડ, નદી, સમુદ્ર તથા જંગલ જેવી જગ્યાએ ફરવા જતા રહે છે. મોટાભાગના લોકો વાતાવરણ અનુસાર ફરવાનું પસંદ કરે છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે લોકો જેલમાંપણ ફરવા જાય છે. ભારતની ઘણી જેલોમાં આ પ્રકારની સુવિધાઓ છે, જ્યાં તમે જઈને કેદીઓને મળી શકો છો, જેલ જોઈ શકો છો અને તેમાં ફરી શકો છો. ચાલો આજે અમે તમને જણાવીએ ભારતની એવી જેલ વિશે જ્યાં ક્રાઈમ વગર તમે સરળતાથી જઈ શકો છો.

આગળ વાંચો, 5 જેલ વિશે જેનો પોતાનો છે એક ઈતિહાસ...

You can go easily without crimes in these 5 jails of India

સેલ્યુલર જેલ (આંદામાન અને નિકોબાર ટાપુ)

આ ભારતીય ઈતિહાસની સૌથી પ્રસિદ્ધ જેલ છે, જે અંગ્રેજોના સમયથી છે. આઝાદી માટે આપણા દેશના ઘણા સપૂતોએ પોતાની જિંદગી કુરબાન કરી દીધી છે. બટુકેશ્વર દત્ત અને વીર સાવરકર જેવા સ્વતંત્રતા સેનાની પણ આ જેલમાં કેદ થયા હતા. આમ જોઈએ, તો આ પોતાનામાં એક ખાસ જેલ છે. જેના કારણે પ્રવાસીઓ અહીંયા ફરવા આવે છે.

You can go easily without crimes in these 5 jails of India

તિહાર જેલ (દિલ્હી):

દિલ્હીના પશ્ચિમમાં આવેલી આ જેલ પોતાની રીતે ખાસ છે. આ જેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે. તેને પંજાબ પ્રાંતના રાજાએ વર્ષ 1957માં બનાવી હતી. વર્તમાન સમયમાં ઘણા રાજનેતા આવી ચૂક્યા છે, જેમાં લાલૂ પ્રસાદ યાદવ અને અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

You can go easily without crimes in these 5 jails of India

હિજલી જેલ (પશ્ચિમ બંગાળ)

હિજલી જેલને વર્ષ 1930માં અવિભાજિત બંગાળના મિદનાપુરમાં બનાવવામાંઆવી હતી. આ જેલ વર્ષ 1931માં પ્રસિદ્ધ થઈ હતી, જ્યારે પોલીસ દ્વારા બે નિઃશસ્ત્રને મારી નાખ્યા. તેના વિરોધમાં રવિન્દ્ર નાથ ટાગોર અને સુભાષ ચંદ્ર બોઝે અવાજ પણ ઉઠાવ્યો હતો. એટલા માટે આ એક ઐતિહાસિક જેલ છે, જેને જોવા માટે દેશવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.

You can go easily without crimes in these 5 jails of India

વાઇપર આઇસલેન્ડ (આંદામાન અને નિકોબાર ટાપુ)

બીજી જેલોની જેમ આ જેલ વધારે પ્રસિદ્ધ તો નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ઘણા કેદીઓની અહીંયા સતામણી કરવામાં આવી હતી જેના કારણે આ જેલ પ્રસિદ્ધ થઈ ગઈ.

You can go easily without crimes in these 5 jails of India

આગા ખાન પેલેસ (પુણે)

સુલ્તાન મોહમ્મદ શાહ આગા ખાન તૃતીયએ આગા ખાન પેલેસને બનાવ્યો હતો પરંતુ હવે તે જેલમાં પરિવર્તિત થઈ ગયો છે. તેમને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે ક્યારેક આ પેલેસ જેલમાં ફેરવાઈ જશે. આ જગ્યા ઐતિહાસિક હોવાના કારણે આ જેલમાં લોકો ફરવા માટે આવે છે અને બધાને તેમાં જવાની મંજૂરી પણ છે.

You can go easily without crimes in these 5 jails of India

જેલમાં કેદી રહે છે. તે એટલા માટે રહે છે કારણ કે, તેમને કાયદાને ક્યારેકને ક્યારેક તો તોડ્યો હોય છે. દેશ અને રાજ્યનો કાયદો સમયે-સમયે બદલાતો રહે છે, પરંતુ કહાણી ક્યારેય બદલાતી નથી. આ જેલોની પણ પોતાની એક કહાણી છે, જેને જાણવા માટે લોકો ત્યાં જાય છે.

X
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
You can go easily without crimes in these 5 jails of India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App