પતિ સાથે ચાલું ટ્રેને ચઢવાની ઉતાવળમાં લપસી પડી પત્ની, પ્લેટફોર્મ પર હાજર જવાને દોડીને પકડ્યો મહિલાનો હાથ

ઘટનાનો વીડિયો આવ્યો સામે

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:34 PM

નેશનલ ડેસ્ક/સમસ્તીપુર, બિહારઃ આરપીએફ સિપાહીની સમજણથી મંગળવારે એક મહિલાનો જીવ બચી ગયો. મળતી જાણકારી પ્રમાણે, ઉજિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંવપુર રહેવાસી કેદાર સિંહ તેમની પત્ની સંગાતી દેવી સાથે હાજીપુર જવા માટે સમસ્તીપુર સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર 7 પર વૈશાલી એક્સપ્રેસ ટ્રેનને જોઈને કેદાર સિંહ દોડીને ટ્રેનમાં ચડી ગયા. ત્યારે ટ્રેન ચાલવા લાગી અને તેની પત્ની ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ. આ જોતા જ પ્લેટફોર્મ પર હાજર જવાન બૃજેશ સિંહ દોડીને મહિલા પાસે આવ્યા અને તેનો હાથ પકડી લીધો. પ્લેટફોર્મથી ટ્રેન ક્રોસ કરવા સુધી જવાને મહિલાને પકડી રાખી. ટ્રેન ક્રોસ થયા બાદ જવાન મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર લાવ્યો. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.આરપીએફ ઈન્સ્પેક્ટર આલમ અંસારીએ જણાવ્યું કે, મહિલાનો જીવ બચાવવા માટે સિપાહીને સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચો - ઝાડ-ઝાંખરાંથી સંભળાઈ રહી હતી બાળકીની ચીસો, જઈને જોયું તો મોંમાંથી વહી રહ્યું હતું લોહી, પાસે ઊભેલા આધેડે કહ્યું- બાળકીને બાથરૂમ કરાવવા લાવ્યો છું, આટલું સાંભળતા જ યુવકે બતાવી બહાદુરી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App