તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાવડા પર માણસનું ભોજન, જાણો શા માટે VIRAL થઈ રહી છે આ ઈમોશનલ તસવીર | Why These Emotional Pictures Are Getting VIRAL Where Mans Food On The Spade

પાવડા પર માણસનું ભોજન, જાણો શા માટે VIRAL થઈ રહી છે આ ઈમોશનલ તસવીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ કેટલાક લોકોનું કહેવું છે કે, આ તસવીર માનવતાને શર્મશાર કરનારી છે. અમુક તેને ભારત સાથે જોડી રહ્યા છે તો અમુક તેને પાકિસ્તાનની જણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરને હજારો વખત શેર કરવામાં આવી છે. કેટલાક લોકો આ તસવીરમાં દેખાઈ રહેલા વ્યક્તિને ગટર કામદાર જણાવી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે, આ ખેતરોમાં કામ કરનારો ખેડૂત છે.

 

તસવીરને લઈને ટ્વિટર યુઝર્સે શું કહ્યું?


@KaleemDean નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, એક ગટર સાફ કરનારને પાકિસ્તાનમાં કામ ખતમ કર્યા બાદ આ રીતે ખાવાનું આપવામાં આવે છે. ત્યારે પીટર ફર્નાંડીસે ફેસબુક પર લખ્યું કે, બુલેટ ટ્રેન, દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂ, ઊંચી ઈમારતનો કોઈ મતલબ નથી, જો તમે એક ભૂખ્યાને ખાવાનું નથી આપી શકતા, તેની સ્થિતિ સુધારી ના શકો. તેમની જિંદગી ઓછી મૂલ્યવાન નથી. જરો વિચારો. કેટલાક લોકોએ આ તસવીર પર એવી કોમેન્ટ કરી છે,  અક્ષમ્ય! ખૂબ દુઃખી! કોઈ શબ્દ નથી! ખૂબ પીડાદાયક! અસહ્ય! એકદમ અમાનવીય!

 

અગાઉ પણ સામે આવી હતી આવી તસવીર


ત્યારે અમુક લોકોએ તસવીર લઈને સરકારની ટીકા કરનારા પર સવાલ ઉઠાવ્યા છે. એક શખ્સે લખ્યું, જે લોકો પોતાના દેશની ટીકા કરી રહ્યા છે, શું તમે વેરિફાઈ કર્યું છે કે, આ તસવીર ભારતની છે કે નહીં! હકીકતમાં આ તસવીર રિયલ છે કે, ફેક, ક્યાની છે, તેની સાચી જાણકારી અત્યાર સુધી ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યારે, આ પ્રકારના ખાવાની ઘટનાની વાત કરીએ તો એક વાર ઝારખંડની હોસ્પિટલમાં આવું થયું હતું. 2016માં રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એક મહિલા દર્દીને ફર્શ પર ખાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઓર્થો વોર્ડના કોરિડોરમાં મુન્ની દેવી નામની દર્દીને કિચન સ્ટાફે ફર્શ પર જ ખાવાનું પિરસી દીધું હતું. ત્યારે સ્વાસ્થ્ય સચિવે સ્ટાફને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો.

 

Flipkartએ હેડફોનના બદલે મોકલી તેલની બોટલ, ફોન કર્યો તો મળ્યું BJP સભ્યપદ