પ્લેનમાં મોબાઈલ Fligtht Modeમાં રાખવાનું કેમ કહેવામાં આવે છે? આ છે ખરું કારણ

શું થાય જો કદાચ તમે તમારા મોબાઈલને ફ્લાઈટ મોડમાં નાખ્યો તો?

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:36 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ડેસ્કઃ બધાને ખબર હશે કે વિમાન ઉડાન ભરે ત્યારથી લઈને જમીન પર ઉતરે ત્યા સુધી મુસાફરોને પોતાનાં મોબાઈલ ફોનને સ્વિચ ઓફ અથવા ફ્લાઈટ મોડમાં રાખવાનું કહેવામાં આવે છે. પરંતુ શું થાય જો કદાચ તમે તમારા મોબાઈલને ફ્લાઈટ મોડમાં નાખ્યો તો?

મુસાફરોનાં મનમાં આ સવાલ તો જરૂર થતો જ હશે. વિમાન ટેકઓફ કરે તે પહેલા જ એર હોસ્ટેસ બધા મુસાફરોને પોતાના ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ વગેરેને ફ્લાઈટ મોડમાં નાખવા માટે અવશ્ય કહે છે.

જો તમે તમારો ફોન ફ્લાઈટ મોડ પર નથી રાખતા તો તેનાથી વિમાન દુર્ઘટનાગ્રસ્ત નહી થાય. પરંતુ એટલું જરૂર થશે કે, તેનાથી એટલું જરૂર થશે કે વિમાન ઉડાવી રહેલા પાયલોટ માટે મૂશ્કેલી ઊભી થઈ જશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વિમાન ઉડતી વખતે મોબાઈલ કનેક્શનને ઓન રાખવાથી મોબાઈલના સિગ્નલ વિમાનના સંચાર તંત્ર(કોમ્યુનિકેશન)ને પ્રભાવિત કરીને પાયલોટને મૂશ્કેલી પહોંચાડી શકે છે. જો કે, ઉડાન દરમિયાન પાયલોટ કાયમ રડાર અને કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહે છે. એરપોર્ટથી તેને સતત ઉડાન સંબંધિત દિશાનિર્દેશ હેડફોન દ્વારા મળતા રહે છે.

 

તેવામાં જો તમારો મોબાઈલ કે લેપટોપ ઉડાન દરમિયાન ઓન રહે છે તો પાયલોટને મળી રહેલા રેડિયો ફ્રિક્વન્સીમાં અવરોધ પહોંચે છે અને સતત કર્ર...કર્ર...નો અવાજ આવે છે. બસ એવી જ રીતે જેમ કે કોઈ સ્પીકર પાસે મોબાઈલ ફોનની ઘંટી વાગતા કર્ર...કર્ર... થવા લાગે છે. એટલે કે ધીમી અને ધ્રુજારી પેદા કરતો અવાજ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જો પાયલોટ અવરોધ દરમિયાન કોઈ મહત્વનો સંદેશ સાંભળવવામાં ચૂક થઈ જાય તો મોટી દુર્ઘટનાની સંભવના બની શકે છે.

 

તાજેતરમાં આવેલા અહેવાલો પ્રમાણે પાયલોટના હેડફોનમાં થતો અવાજ કાયમ નથી થતો. સરેરાશ 50 વિમાન યાત્રામાંથી એક બે વાર જ આવું થાય છે. પરંતુ તે છતા જોખમનો દાયરો એટલો મોટો હોય છે કે કોઈ રિસ્ક લઈ શકાતું નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ક્યારેક ક્યારેક કોમ્યુનિકેશન સાથે જોડાયેલી મોટી મૂશ્કેલીઓ પણ સામે આવે છે. અંગ્રેજી વેબસાઈટના અહેવાલ પ્રમાણે, ઓછામાં ઓછો એક વ્યક્તિ વિમાન અને એર ટ્રાફિક કન્ટ્રોલ વચ્ચે ચાલી રહેલા રેડિયો કોલમાં વિક્ષેપ પેદા કરી ચૂક્યો છે. જેનાથી એ વિમાન અને અન્ય વિમાનો પર જોખમ મંડરાવવા લાગ્યું હતું.

 

આજકાલ અમુક એરલાઈન્સ દ્વારા તેમને એક ખાસ ફોન નેટવર્ક દ્વારા ઉડાન દરમિયાન પણ કોલ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેથી મુસાફરોને યાત્રા દરમિયાન વિમાનમાં જ એક ખાસ નેટવર્ક સાથે જોડીને વધારે કિંમત ચૂકવીને ફોન કરવાની સર્વિસ આપવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વિમાનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ નેટવર્ક કોઈ મોટી ટેક્નિકલ અવરોધ નથી તે છતા પોતાની અને વિમાનમાં સવાર અન્ય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. અમારી પણ તમને કહીએ છીએ કે કોઈ વિમાન યાત્રા દરમિયાન જણાવવામાં આવેલા નિર્દેશોનું પાલન જરૂર કરો.

 

આ તમારી સુરક્ષા અને સાવધાની માટે જ બનાવવામાં આવે છે. તપાસો કે જે જણાવવામાં આવી રહ્યું છે તે સાચું છે કે ખોટું, ક્યારેક મૂશ્કેલીમાં પણ નાખી શકે છે. એટલા માટે કાયમ દિશાનિર્દેશોનું પાલન કરો અને સુરક્ષિત યાત્રા કરો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

એવું નથી કે એરોપ્લેન કે ફ્લાઈટ મોડ પર મોબાઈલ-ટેબ રાખ્યા બાદ તમે તેનો ઉપયોગ નથી કરી શકતા. તમે તમારા ગેજેટમાં ગીતો સાંભળી શકો છો, વીડિયો જોઈ શકો છો, ગેમ રમી શકો છો, ફોટા પાડી શકો છો અને મેસેજ પણ ટાઈપ કરી શકો છો.

 

ભારતમાં ડીજીસીએ પણ વિમાનમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ફ્લાઈટ મોડમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી ચૂક્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App