ડિલિવરી સમયે ડોક્ટર મહિલાઓ સાથે કરે છે ફ્રોડ, WHOની રિપોર્ટમાં દાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: બાળકના જન્મ સમયે દરેક માતા ઇચ્છે છે કે તેની નોર્મલ ડિલિવરી થાય પરંતુ કેટલીક વખત ક્રિટિકલ કંડીશન થતા ડોક્ટર સીજેરિયનની પણ સલાહ આપે છે. એવામાં WHOનો એક રિપોર્ટ ચોકાવનારો છે. આ રિપોર્ટ અનુસાર ડિલિવરી સમયે ડોક્ટર્સ મરીજ સાથે ફ્રોડ કરે છે, તેમણે લાગે છે કે નોર્મલ ડિલિવરી કરવામાં વધુ સમય બરબાદ થાય છે માટે સીજેરિયન ઓપરેશન કરી દે છે. આ કારણે ગત દસ વર્ષમાં સીજેરિયન ડિલિવરીમાં બે ગણો

વધારો થયો છે.

 

ડોક્ટર્સ આ રીતે લોકોને છેતરે છે

 

WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટર્સ ઓક્સીટોસિન નામની એક દવાનો ઉપયોગ સીજેરિયન ડિલિવરી દરમિાયન કરે છે. જે મહિલાઓની પ્રાકૃતિક ડિલિવરી સાથે છેડછાડ છે. આ દવાની ખરાબ અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર પડે છે. ડબલ્યૂએચઓએ વર્ષ 2015માં પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે જો સીજેરિયન ડિલિવરીનો દર 10 ટકાથી વધુ છે તો તે બરાબર નથી.
- નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ત્રીજા રિપોર્ટ (2005-06) અનુસાર ભારતમાં સીજેરિયન ડિલિવરીનો આંકડો 8.5 ટકા હતો જે વર્ષ 2015-16માં વધીને 17.2 ટકા થઇ ગયો. આ સીજેરિયન ડિલિવરીનો બે ગણો વધારો દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...