ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ઈન્ટરનેટ પર વાઈરલ ડાન્સવાળા 'કાકા'ને મળી પહેલી જાહેરાત | Viral Dance uncle received first advertise from Bajaj Allianz

  ઈન્ટરનેટ પર વાઈરલ ડાન્સવાળા 'કાકા'ને મળી પહેલી જાહેરાત, Bajaj Allianz કંપની સાથે થયો કરાર

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 05:46 PM IST

  સોશિયલ મીડિયા પર સંજીવ શ્રીવાસ્તવ એટલે કે ડબ્બુ કાકાનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે
  • ઈન્ટરનેટ પર વાઈરલ ડાન્સવાળા 'કાકા'ને મળી પહેલી જાહેરાત, Bajaj Allianz કંપની સાથે થયો કરાર
   ઈન્ટરનેટ પર વાઈરલ ડાન્સવાળા 'કાકા'ને મળી પહેલી જાહેરાત, Bajaj Allianz કંપની સાથે થયો કરાર

   મુંબઈ: સોશિયલ મીડિયા પર છેલ્લાં ચાર-પાંચ દિવસથી સંજીવ શ્રીવાસ્તવ નામના એક કાકાનો વીડિયો વાયરલ થયો છે. તેમણે ફિલ્મ 'ખુદગર્ઝ'ના ગીત 'આપ કે આ જાને સે' પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લગ્નના વીડિયોના વાયરલ થયા બાદ હવે તેમણે Bajaj Allianz સાથે કરાર કર્યો છે. આ વિડીયોમાં ડબ્બુ કાકા Bajaj Allianzની જીંગલ 'સમજો હો ગયા' પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને સંજીવ શ્રીવાસ્તવે પોતે જ ટ્વિટર પર શેર કર્યો છે.


   સંજીવ શ્રીવાસ્તવને મુંબઈથી સુનિલ શેટ્ટીનો ફોન આવ્યો
   બોલિવૂડ જગતના ઘણા ટોચના સેલેબ્સે પણ તેમનો ડાન્સ પસંદ કર્યો છે. સંજીવ શ્રીવાસ્તવને મુંબઈથી સુનિલ શેટ્ટીનો ફોન આવ્યો હતો અને તેણે 3 જૂન રવિવારે તેની સાથે મુલાકાત પણ કરી હતી. આ પછી સંજીવ શ્રીવાસ્તવે કહ્યું, ' ' સુનિલ શેટ્ટી મને ફિલ્મોમાં લાવવાનો પ્લાન કરી રહ્યા છે. ' '


   ડાન્સ કરવાની પ્રેરણા મિથુન ચક્રવર્તીથી મળી
   સંજીવ શ્રીવાસ્તવ ભોપાલ પાસે વિદિશામાં રહે છે. તેઓ હાલ ભોપાલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમનું કહેવું છે કે તેમને ડાન્સ કરવાનો શોખ બાળપણથી છે અને ઘણી ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમને ડાન્સ કરવાની પ્રેરણા મિથુન ચક્રવર્તીથી મળી હતી. સંજીવે જણાવ્યું કે તેમનો વાયરલ થયેલો વીડિયો 12 મેનો છે, જયારે તેમણે સાળાના લગ્નમાં ડાન્સ કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઈન્ટરનેટ પર વાઈરલ ડાન્સવાળા 'કાકા'ને મળી પહેલી જાહેરાત | Viral Dance uncle received first advertise from Bajaj Allianz
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `