ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» 'ડિમેન્શિયા' નામની બીમારી સામે લડી રહ્યા છે વાજપેયી, વ્હીલચેર અને લિક્વિડ પર પસાર કરે છે આખો દિવસ | Vajpayee suffering against disease called Dementia

  'ડિમેન્શિયા' નામની બીમારી સામે લડી રહ્યા છે વાજપેયી, વ્હીલચેર અને લિક્વિડ પર પસાર કરે છે આખો દિવસ

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 05:59 PM IST

  વાજપેયી વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર પહેલા અને અત્યાર સુધીના એક માત્ર ગેર-કોંગ્રેસી નેતા
  • 'ડિમેન્શિયા' નામની બીમારી સામે લડી રહ્યા છે વાજપેયી, વ્હીલચેર અને લિક્વિડ પર પસાર કરે છે આખો દિવસ
   'ડિમેન્શિયા' નામની બીમારી સામે લડી રહ્યા છે વાજપેયી, વ્હીલચેર અને લિક્વિડ પર પસાર કરે છે આખો દિવસ

   નેશનલ ડેસ્કઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજેપી તરફથી અપાયેલા નિવેદનમાં કહ્યું છે કે, વાજપેયીને માત્ર રૂટીન ચેકઅપ માટે દાખલ કર્યા છે. 93 વર્ષીય અટલ બિહારી વાજપેયીની તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. તેમને ડિમેન્શિયા નામની બીમારી છે. 2009થી તેઓ વ્હીલચેર પર જ છે.

   24 કલાક ડોક્ટર્સ રહે છે દેખરેખ માટે


   એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે, તેમના ક્લોઝ રહેલા શિવ કુમાર શર્માએ જણાવ્યું કે, બીમારીના કારણે તેઓ હવે બહુ ઓછું બોલે છે, પરંતુ ચહેરાના હાવભાવ અને આંખો પરથી ખબર પડી જાય છે તેમણે આપણને ઓળખી લીધા છે. જોકે, તે હવે કંઈ લખી કે વાંચી શકતા નથી, પરંતુ ટીવી બહુ જોવે છે. ખાસ કરીને જૂની ફિલ્મો અને જૂના ગીતો તેમને બહુ પસંદ છે. ડોક્ટર્સનું એક દળ 24 કલાક તેમની દેખરેખ રાખે છે.

   ડાયટમાં માત્ર લિક્વિડ જ


   દરરોજે તેમને જોવા માટે ચાર ફિઝિયોથેરાપિસ્ટ આવે છે. ડાયટ પણ તેમનું માત્ર લિક્વિડ જ હોય છે. તેમને વધારે ખોરાક આપવામાં નથી આવતો. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. નોંધનીય છે કે, વાજપેયી 1991, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનાર પહેલા અને અત્યાર સુધીના એક માત્ર ગેર-કોંગ્રેસી નેતા છે.

   આ કારણે વાજપેયી છે જાણીતા


   25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા 1942માં ભારતીય રાજનીતિમાં પગ મૂક્યો હતો. પોતાની ભાષણકળા, મનમોહક સ્મિત, વાણી, લેખન તથા વિચારધારા પ્રત્યે નિષ્ઠા તથા નક્કર પગલા લેવા માટે જાણીતા વાજપેયીને ભારત તથા પાકિસ્તાનના મતભેદોને દૂર કરવાની દિશામાં અસરકારક પગલાનો શ્રેય આપવામાં આવે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 'ડિમેન્શિયા' નામની બીમારી સામે લડી રહ્યા છે વાજપેયી, વ્હીલચેર અને લિક્વિડ પર પસાર કરે છે આખો દિવસ | Vajpayee suffering against disease called Dementia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `