તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે લગભગ પોણા ચાર વાગ્યે MBA સ્ટુડન્ટની અચાનક ઉડી ગઈ ઊંઘ, જોયું તો સામે ઊભો હતો એક વ્યક્તિ, ચીસ પાડી તો મોઢા પર મારી ટોર્ચ, કંઈ સમજે એ પહેલા થઈ ચૂક્યા હતા અનેક હુમલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક/ભોપાલ: સિક્યોરિટી એજન્સી સંચાલકના ઘરમાં ઘૂસેલા ત્રણ બદમાસોએ MBA વિદ્યાર્થી પર છરીથી બે વખત હુમલા કર્યા. પોતાના બેડરૂમમાં બદમાસોને જોઈને યુવતીએ શોરબકોર કર્યો હતો. દીકરીનો અવાજ સાંભળીને માએ બારીમાંથી જોયું તો નંબર પ્લેટ વગરની બાઈક પર સવાર થઈને બુરખાધારી ત્રણ બદમાસ ફરાર થતા દેખાયા. ખાસ વાત એ છે કે, પહેલા તો પોલીસે એજન્સી સંચાલક પાસે લખેલી અરજીને ફગાવી દીધી. સાંજે કેસ દાખલ કર્યો, પરંતુ તેમાં વિદ્યાર્થી પર છરીથી હુમલાનો ઉલ્લેખ જ નહોતો.

 

સનસનાટીભરી આ ઘટના 245, એ-સેક્ટર રાજીવ નગર રહેવાસી 51 વર્ષીય રાજેશ સોનીના ઘરે બની. તેઓ અહીંયા પત્ની ઋતુ, દીકરી સિમરન(22) અને દીકરા(13) સાથે રહે છે. સિમરન એમબીએની સાથે સાથે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહી છે. સોનીએ જણાવ્યું કે, સોમવારે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યે એક સગાને હબીબગંજ રેલ્વે સ્ટેશન છોડવા જવાનો હતો. શક્તિ નગર પહોંચ્યો ત્યારે દીકરીનો કોલ આવ્યો કે પપ્પા ઘરમાં ચોરી થઈ છે. ઘરે પરત ફર્યો તો સિમરનના હાથ અને જમણા પગના ઘૂંટણ નીચે ધારદાર હથિયારનો ઘા હતો. લોહી નીકળી રહ્યું હતું. ડાયલ 100 પર કોલ કરીને પોલીસ બોલાવી. પોલીસે ઘટના સ્થળની સમીક્ષા કરી અને જતી રહી.

 

વિદ્યાર્થીની આપવીતી... મોઢા પર ટોર્ચથી રોશની કરી કર્યો હુમલો


'હું બેડરૂમમાં એકલી સૂતી હતી, મમ્મી તથા અનમોલ બીજા રૂમમાં હતા. ચાર વાગ્યે કબાટ પર થઈ રહેલી ખટપટથી મારી ઊંઘ ઉડી ગઈ. કબાટ પાસે કોઈ હતું. પહેલા લાગ્યું પપ્પા હશે, પછી યાદ આવ્યું કે તે તો રેલ્વે સ્ટેશન ગયા છે. ધ્યાનથી જોયું તો મોઢા પર બુરખો લગાવેલો એક બદમાસ ઊભો હતો. મેં જેવી બૂમો પાડી ચોર-ચોર, તેણે મારા ચહેરા પર ટોર્ચથી પ્રકાશ નાખ્યો અને છરીથી હુમલો કરી દીધો. બચવા માટે મારો હાથ વચ્ચે લાવી તો હાથ પર ઘા થઈને જમણા પગના ઘૂંટણની નીચે વાગ્યું. ત્યારબાદ બદમાસો બહાર તરફ દોડ્યા.'
- સિમરન સોની, એમબીએ વિદ્યાર્થી

 

પિતાની ફરિયાદ... એએસઆઈ આવ્યા, કહ્યું- કાલે મળું


વિદ્યાર્થીના પિતા રાજેશે જણાવ્યું કે, ડાયલ 100ની ટીમ ગયા બાદ મેં આયોધ્યા નગર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. ત્યાંથી એક સહાયક ઉપ નિરીક્ષક(એએસઆઈ) અરવિંદ સિંહ આવ્યા. આખો ઘટનાક્રમ પૂછ્યો અને એફઆઈઆર લખ્યા વગર જતા રહ્યા. કહ્યું- કાલે મળું. ત્યારબાદ અમે જાતે જ સિમરનને હોસ્પિટલ લઈ દયા. ત્યાં તેમણે તેની સારવાર કરાવી. રાજેશ પ્રમાણે, સાંજે પોલીસે સામાન્ય ધારાઓમાં કેસ દાખલ કરી લીધો. એટલે કે ચોરીનો પ્રયાસ. આ એફઆઈઆરમાં સિમરન પર થયેલા જીવલેણ હુમલાનો ઉલ્લેખ પણ ના કરવામાં આવ્યો. બીજી તરફ આયોધ્યા નગર ટીઆઈ હરીશ યાદવનું કહેવું છે કે, મામલો જેવી મારી જાણમાં આવ્યો મેં એફઆઈઆર દાખલ કરાવી લીધી છે.

 

આ પણ વાંચો - બે વર્ષ પહેલા બીજેપી નેતાએ કરી હતી માંગ, કહ્યું હતું બદલાવવા જોઈએ આ જગ્યાના નામ, કારણ પણ જણાવ્યું હતું, હવે મોદી સરકારે લીધો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...