આગ ઓકતી ગરમીમાં યુવાનને લાગે છે ઠંડી, તાપણું કરી ઓઢે છે 5-6 રજાઈઓ

ધ્રુજાવી દેતી ઠંડીમાં બરફના બ્લોક્સ પર સૂઈ જાય અને સવારે 5 વાગ્યે ઉઠીને તળાવમાં ન્હાવા જાય

divyabhaskar.com | Updated - Jun 14, 2018, 12:47 PM
this man feels cold during summers and hot during winters

આગ ઓકતી ગરમીમાં યુવાનને લાગે છે ઠંડી, તાપણું કરી ઓઢે છે 5-6 રજાઈઓ.

નેશનલ ડેસ્કઃ રાજધાની દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં અંગ દઝાડતો તડકો અને ભીષણ ગરમીથી સહુ કોઈ પરેશાન છે. બપોરે લાગતી લૂના કારણે લોકો ઘરમાંથી બહાર જવાનું ટાળી રહ્યા છે. પરંતુ હરિયાણાના મહેન્દ્રગઢમાં એક વ્યક્તિ આ ગરમીમાં રજાઈ ઓઢીને સૂવે છે. એટલું જ નહીં તડકામાં બહાર જતી વખતે સ્વેટર, શોલ ઓઢે છે. ગરમીમાં આ વ્યક્તિને આવી રીતે જોઈને સહુ કોઈ ચોંકી જાય છે. આટલું જ નહીં આ વ્યક્તિ તાપણું કરવા મજબૂર છે.

રાત્રે વધારેમાં વધારે રજાઈઓ લઈને સૂવે છે


મહેન્દ્રગઢમાં રહેતા સંતરામ નામના વ્યક્તિને તડકામાં ઠંડી લાગે છે અને શિયાળાની ઋતુમાં ગરમી લાગે છે. આટલું જ નહી જેમ-જેમ સામાન્ય વ્યક્તિને ગરમીનો પારો વધે છે, સંતરામ રાત્રે વધારેમાં વધારે રજાઈઓ લઈને સૂવે છે. ગ્રામજનોનું કહેવું છે કે, સંતરામ આ ઘણા સમયથી કરી રહ્યો છે. ગામની એક છોકરીના જણાવ્યા અનુસાર, તે સંતરામને ગરમીમાં ચાદર ઓઢતા અને શિયાળામાં પાતળા કપડાં પહેરીને ફરતા લાંબા સમયથી જોઈ રહી છે.

શિયાળામાં બરફ ખાય છે સંતરામ


કુદરત સામે મજબૂર સંતરામ ગરમીમાં રજાઈઓ ઓઢે છે તો ધ્રુજાવી દેતી ઠંડીમાં માત્ર બરફનું પાણી જ નહી પરંતુ ઘણી વાર તો તે બરફના બ્લોક્સ પર સૂઈ જાય છે. હાડ થીજાવી દેતી ઠંડીમાં સંતરામ સવારે 5 વાગ્યે ઉઠીને તળાવમાં ન્હાવા જાય છે. આટલું જ નહીં અમુક લોકોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના મહિનામાં સંતરામને પરસેવો વળે છે.

નથી કોઈ પણ પ્રકારની બીમારી


સંતરામના જણાવ્યા પ્રમાણે, તેને કોઈ પ્રકારની બીમારી નથી. તેનું શરીર બાળપણથી જ આવું છે. નોંધનીય છે કે, સંતરામને જિલ્લા તંત્ર પહેલા ઘણી વાર સન્માનિત કરી ચૂક્યા છે અને તેની આર્થિક સહાયતા પણ કરી રહ્યા છે. જિલ્લા પ્રશાસન તરફથી ઘણી વાર ડોક્ટર્સે સંતરામના ઘરે જઈને તેની તપાસ કરી, પરંતું પરિણામ શૂન્ય જ આવ્યું. ડોક્ટર્સ પ્રમાણે, સંતરામ સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે તે કુદરતની દેણ છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, સંતરામની અન્ય એક તસવીર...

this man feels cold during summers and hot during winters
X
this man feels cold during summers and hot during winters
this man feels cold during summers and hot during winters
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App