નેશનલ ડેસ્ક/ગુંટૂરઃ દુનિયાની સૌથી ઉંમરલાયક યુ-ટ્યૂબર અને પોપ્યુલર શેફ કારે મસ્તનમ્માનું 107 વર્ષની વયે નિધન થઈ ગયું. તે છેલ્લા લગભગ 6 મહિનાથી બીમાર હતી. પરિવારે તેમની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારનો વીડિયો અપલોડ કરી તેમના નિધનની જાણકારી આપી. આ સમચારથી તેના ચાહકો અને સબ્સક્રાઈબર્સને આઘાત લાગ્યો છે. તે ઈમોશનલ મેસેજ કરીને તેમને શ્રદ્ધાજલી આપી રહ્યા છે.
ચાહનાર લોકોએ કર્યા ઈમોશનલ મેસેજ
- પુરોહિત નામના એક યૂઝરે લખ્યું, મને એ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે હવે નથી રહી. તેના છેલ્લા વીડિયોમાં તેનો હસતો ચહેરો આજે પણ મારી આંખોની સામે છે. અમે તમારા બાળકો છીએ અને તમને કાયમ પ્રેમ કરીશું.
- શુભમ ગાંગુલી નામના એક અન્ય યૂઝરે લખ્યું કે, તમે અમારા ખાવામાં મેજિકલ ટેસ્ટ દ્વારા કાયમ અમારા દિલમાં રહેશો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.
- શોના સોસિયરે તેમના છેલ્લા વીડિયો પર કોમેન્ટ કરી કે, મને માફ કરજો, પરંતુ હું આ સમાચાર સાંભળીને ખુદને રોકી ના શકી અને મારી આંખમાંથી આંસૂ નીકળવા લાગ્યા અને મારા બાળકોએ કાયમ તમને વીડિયોમાં ખાવાનું બનાવતા જોયા છે.
એક ઝૂપડીથી યુ-ટ્યૂબ સુધીની સફર
- આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના ગુડિવાડાની રહેવાસી કારે મસ્તનમ્માએ ઝૂપડીની સંઘર્ષથી ભરેલી જિંદગીથી ફેમસ યુ-ટ્યૂબર સુધીની સફર પૂર્ણ કરી.
- કારેના લગ્ન 11 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેમને પાંચ બાળકો હતા. તે માત્ર 22 વર્ષની હતી, જ્યારે તેના પતિનું નિધન થયું હતું અને ત્યારથી તેમણે જ પરિવારને સંભાળ્યો.
- તે શરૂઆતથી જ બહુ એક્ટિવ અને હાર્ડવર્કિંગ હતી. ખાવાનું બનાવવું તેમને બહુ ગમતું હતું. તેમના પૌત્ર કારે લક્ષ્મણે અલગ-અલગ રેસિપી બનાવતા તેમના વીડિયોઝ બનાવવાના શરૂ કરી દીધા હતા અને તેને યુ-ટ્યૂબર પર અપલોડ કરવા લાગ્યો.
- 2016માં લક્ષ્મણે તેમના સાથી શ્રીનાથ રેડ્ડી સાથે મળીને કન્ટ્રી ફૂડના નામેથી કારે પોતાની યુ-ટ્યૂબ ચેનલ બનાવી. તે વખતે તેની ઉંમર 105 વર્ષની હતી.
- આ ચેનલ પર લક્ષ્મણ દાદી અમ્માની રેસિપીના વીડિયોઝ બનાવીને પોસ્ટ કરતો. કારેએ ખાવાની રેસીપી અને તેને બનાવવાનો દેશી અંદાજ લોકોને બહુ પસંદ આવ્યો.
- કારે તેની યુ-ટ્યૂબ ચેનલ દ્વારા ભારત સહિત આખી દુનિયામાં પોપ્યુલર થઈ ગઈ. માત્ર 2 વર્ષમાં તેની આ ચેનલને 8 લાખ લોકોએ સબ્સક્રાઈબ કરી લીધી.
આ પણ વાંચો - પતિ સાથે ચાલું ટ્રેને ચઢવાની ઉતાવળમાં લપસી પડી પત્ની, પ્લેટફોર્મ પર હાજર જવાને દોડીને પકડ્યો મહિલાનો હાથ