Home » National News » In Depth » these companies are best places for doing job in india

નોકરી કરતા લોકો માટે સ્વર્ગ છે આ કંપનીઓ, યાદીમાં આ કંપની No. 1

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 12:34 PM

કર્મચારીઓ પાસેથી લેવામાં અભિપ્રાય પ્રમાણે તૈયાર કરવામાં આવી છે યાદી

  • these companies are best places for doing job in india
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે દરેક કંપની પોતાના કર્મચારીનું ખાસ ધ્યાન રાખતી હોય છે. પરંતુ અમુક કંપનીઓ એવી હોય છે જ્યાં કામ કરવું દરેકનું સપનું હોય છે. એવામાં શું તમે જાણો છો કે ભારતમાં નોકરી દ્રષ્ટિએ સૌથી સારી કંપની કઈ છે? જો કે, ગ્લોબલ જોબ સાઈટ ઈનડીડે ભારતમાં કામ કરવા માટે સૌથી સારી કંપનીઓની યાદી તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે, આ યાદી કર્મચારીઓ પાસેથી લેવામાં અભિપ્રાય પ્રમાણે તૈયાર કરવામાં આવી છે.

    આગળ વાંચો, શું આ યાદીમાં તમારી મનગમતી કંપની પણ સામેલ છે...

  • these companies are best places for doing job in india
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈનડીડે ગત વર્ષે ભારતમાં કામ કરવાના પ્રમાણે કર્મચારીઓ માટે સૌથી શ્રેષ્ઠ કંપનીઓની યાદી બહાર પાડી હતી. તેમાં 50 કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગ્લોબલ જોબ સાઈટ ઈનડીડે આ લિસ્ટને એમ્પ્લોયીઝ તરફથી કંપનીઓને લઈને મળેલા રિવ્યૂના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું.

  • these companies are best places for doing job in india
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આ લિસ્ટમાં Google, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ(BHEL) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) ને ભારતમાં કામ કરવા માટે ટોપ થ્રી બેસ્ટ પ્લેસમાં રાખવામાં આવી છે.

  • these companies are best places for doing job in india
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈનડીડની આ યાદીમાં ભારતમાં બેસ્ટ વર્ક પ્લેસ તરીકે એમેઝોનને ચોથા નંબર રાખવામાં આવી હતી.

  • these companies are best places for doing job in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ યાદીમાં મેરિયટ ઈન્ટરનેશનલને પાંચમાં, ઈન્ટેલને છઠ્ઠા, અમેરિકન એક્સપ્રેસને સાતમાં નંબરે રાખવામાં આવી હતી.

  • these companies are best places for doing job in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભારતમાં કામ કરવાની રીતે સૌથી સારી કંપનીની યાદીમાં IBMને 8માં નંબરે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ(TCS)ને 9માં અને હયાતને 10માં નબરે રાખવામાં આવી છે.

  • these companies are best places for doing job in india

    લિસ્ટમાં સામેલ અન્ય ઘરેલૂ કંપનીઓમાં ટાટા સ્ટીલ 17માં, એપોલો હોસ્પિચલ 22માં નંબરે, ટાટા મોટર્સ 33માં નંબરે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ 37માં નંબરે, એશિયન પેઈન્ટ્સ 45માં નંબરે છે. આ લિસ્ટ 50 બેસ્ટ પ્લેસ ટૂ વર્ક ઈન ઈન્ડિયા ફોર 2017ના નામે બહાર પાડવામાં આવ્યું હતું.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ