Home » National News » In Depth » ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ | These are allegations on Asaram by girls in statements

ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ, કાન ફાડી નાંખે એવું છે યુવતીઓનું આ આરોપનામું

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 04:25 PM

આસારામ યુવતીઓને ભોગવવાની ક્રિયાને 'શકિતપાત' કહેતા હતા

 • ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ | These are allegations on Asaram by girls in statements
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્ક: યુપીના શાહજહાંપુરમાં રહેતી યુવતીએ વિવાદાસ્પદ સંત આસારામ સામે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મુક્યો હતો. રાજસ્થાન પોલીસે તા. 30મી ઓગસ્ટ સુધીમાં જોધપુર પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પણ પાઠવ્યું હતું. જો કે આસારામના દીકરા નારાયણ સાંઈએ રાજકોટમાં સત્સંગ દરમિયાન આરોપ મુકનારી યુવતીને માનસિક રીતે અસ્થિર ઠેરવી હતી.


  આસારામ મુદ્દે આવો જ એક ખુલાસો અને ઘટ્ટસ્ફોટ એક હિન્દી ચેનલએ કર્યો હતો. તે ચેનલ મુજબ આસારામે યુવતીને મુખમૈથુન કરવા માટે કહ્યું હતું. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકતા આ હિન્દી ચેનલે વધુમાં જણાવ્યું હતું કે, આસારામે યુવતીના કપડા ઉતાર્યા હતા, જો કે યુવતીના કમરથી નીચેના કપડા ઉતાર્યા ન હતા. આસારમે જ્યારે તેણીના કપડા ઉતાર્યા ત્યારે કોઈને આ અંગે કશું ન કહેવા ધમકાવી હતી. આસારામે યુવતીને ઓરલ સેક્સ (મુખ મૈથુન) કરવા માટે આદેશ કર્યો હતો, પણ યુવતી માની ન હતી.


  આ ઉપરાંત આસારામ સામેની ચાર્જશીટ બાદ જે સાક્ષીઓના નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયા હતા તેમાં વધુ એક ભોગ બનનાર યુવતીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું હતું. જેમાં તેણીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, આસારામ યુવતીઓને ભોગવવાની ક્રિયાને 'શકિતપાત' કહેતા હતા, તેઓ નિવર્સત્ર હાલતમાં યુવતીઓને કહેતા કે,'ગુરુ શકિતપાત કરે તો જ શિષ્ય આગળ વધી શકે'. આવું કહીને આસારામ રોજબરોજ નવી-નવી યુવતીઓને ભોગવતા હતા. આ ઉપરાંત આસારામ માટે પૈસાદાર ભકત જ મહત્વના હતા અને તેઓ તેમના ઘરે જવા માટે રૂપિયા લેતા હોવાના પણ ખુલાસાઓ સામે આવ્યા હતા.


  અત્યાર સુધી નિવેદન આપી ચુકેલી યુવતીઓનો આક્ષેપ છે કે આસારામની કુટીરમાં સંખ્યાબંધ યુવતીઓ જતી હતી અને તમામ બાબા સાથે શકિતપાતની ક્રિયા કરતી હોવાનું જાણવા મળ્યું હતું.


  કુટિરમાં આસારામ શું કરે છે તે જોવા નારાયણ સાંઈ શું કરતો? આગળ વાંચો...

 • ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ | These are allegations on Asaram by girls in statements
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  આસારામે સાધ્વીઓ સહિત સંખ્યાબંધ યુવતીઓનો ગર્ભપાત કરાવ્યો હતો


  આસારામ સંખ્યાબંધ યુવતીઓ સાથે શરીર સુખ માણતા હતા. તેઓ રોજ નવી યુવતી સાથે આવો સબંધ બાંધતા હતા. ઉપરાંત જે પણ યુવતી ગર્ભવતી બને તેમનો ગર્ભપાત કરાવવામાં આવતો હતો.ભોગ બનેલી યુવતીનો ગર્ભપાત ઈન્જેકશન આપીને અથવા કાઢો પીવડાવીને કરાવતા હતા.

 • ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ | These are allegations on Asaram by girls in statements
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  દુષ્કર્મના આરોપી બાપુની સાક્ષાત કૃષ્ણભગવાન સાથે સરખામણી થતી


  આસારામ સંખ્યાબંધ યુવતીઓ સાથે ત્રણ થી ચાર કલાકો સુધી શરીર સુખ માણતા હતા અને તેનાથી સાબીત થાય છે કે, તે દિવ્ય પુરુષ છે અને તે સાક્ષાત કૃષ્ણભગવાનનો આવતરા છે તેથી જે સ્ત્રીઓ તેમની સાથે શરીર સુખ માણે તે અસાધારણ સ્ત્રીઓ છે ગત જન્મની અપસરાઓ ભ્રષ્ટ થઈ પૃથ્વી પર આવેલ છે. એ જ આ જન્મે આસારામના આશ્રમમાં સાધિકાઓ થઈને આવેલ છે.તેથી તમામ સાધીકાઓ તેમને ખૂબજ ભાગ્યશાળી માનતી હતી જે સાધીકાઓ આસારામ સાથે ન જઈ શકતી તે રડતી હતી અને કહેતી કે, અમને કેમ નથી બોલાવતા અમે પાપી છીએ.

 • ઓરલ સેક્સ કરાવવા માંગતા'તા આસારામ | These are allegations on Asaram by girls in statements

  કુટીરમાં આસારામ શું કરે છે તે જોવા નારાયણ સાંઈ પલંગ નીચે છુપાઈ ગયા હતા


  આસારામની કુટીરમાં સંખ્યાબંધ યુવતી હતી ત્યારે નારાયણ સાંઈ નાના હતા અને તે યુવતીઓ અંદર શું કરે છે તે જાણવા પલંગ નીચે છુપાઈ ગયા હતા અને આસારામની તમામ હકીકતો જાણી લીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ