Home » National News » In Depth » The Academy which gave the 900 Civil Servants Its founder attemp suicide

જે એકેડમીએ આપ્યા 900થી વધારે IPS અને IAS, તેના ફાઉન્ડરે કરી આત્મહત્યા

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 04:46 PM

એકેડમીની 2004માં કરી હતી શરૂઆત, પછાત સમુદાયના ઉમેદવાર પર અપાતું ખાસ ધ્યાન

  • The Academy which gave the 900 Civil Servants Its founder attemp suicide
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ શંકર IAS એકેડમીના ફાઉન્ડર અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને 45 વર્ષની ઉંમરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ ચેન્નાઈના માઈલપુરમાં તેમના નિવાસ સ્થાનેથી મળી આવ્યો. તેઓ તમિલાનાડુમાં શંકર IAS એકેડમી માટે ફેમસ હતા. જેની શરૂઆત 2004માં થઈ હતી.

    2004માં એકેડમીની કરી હતી શરૂઆત


    - વર્ષ 2004થી અત્યાર સુધી તેમની એકેડમીએ 900થી વધારે સિવિલ સર્વન્ટ આપ્યા છે.
    - કહેવાય છે કે, પર્સનલ કારણોસર તેમણે આત્મહત્યા કરી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે.
    - શંકર દેવરાજને 2004માં અન્ના નગર, ચેન્નાઈમાં શંકર આઈએએસ એકેડમીની શરૂઆત કરી હતી.

    પછાત સમુદાયના ઉમેદવાર પર અપાતું ખાસ ધ્યાન


    - આ રાજ્યની પહલી એકેડમી હતી જેનું લક્ષ્ય આઈએએસ અને આઈપીએસ ઉમેદવારોને ટ્રેઈનિંગ આપવાનો છે.
    - તેમની એકેડમીમાં ખાસ કરીને પછાત સમુદાયના લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું.
    - જેથી તેઓ ભવિષ્યમાં સફળતા મેળવી શખે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.

    ખેડૂત પરિવારમાંથી આવ્યો હતો શંકર


    - કૃષ્ણગિરીમાં રહેતા શંકર એક એવા પરિવાર સાથે સંબંધ રાખે છે, જેમને પરિવાર ખેતી કરી છે.
    - શંકરના પિતાનું બાળપણમાં જ મોત થયું હતું. શંકરે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું.
    - બાદમાં તેમણે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા વિશે વિચાર્યું, પરંતુ તે સમય સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. કારણ કે, તેમની ઉંમર જતી રહી હતી.
    - ઉલ્લેખનીય છે કે, UPSCના નિયમ અનુસાર સિવિલ સર્વિસની પરીક્ષા માટે એક ઉંમર નક્કી કરવામાં આવે છે.
    - ભલે તે સિવિલ સર્વિસ પરીક્ષા ના આપી શક્યા, પરંતુ તેમણે એવા ઉમેદવાર માટે એવી એકેડમી ખોલી દીધી જ્યાં તે UPSCના ઉમેદવારને ટ્રેનિંગ આપી શકે.

    આ પણ વાંચો - ઘણીવાર પ્રેગ્નેન્સી પછી મહિલાનું વજન વધી જાય છે, પરંતુ આ મહિલા સાથે જે થયું, તે ડોક્ટર્સ માટે બન્યું કોયડો

  • The Academy which gave the 900 Civil Servants Its founder attemp suicide
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Academy which gave the 900 Civil Servants Its founder attemp suicide
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending