Divya Bhaskar

Home » National News » In Depth » Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka

સુષ્મા સ્વરાજના જેમના પર હાથ છે, તે રેડ્ડી બ્રધર્સે આ રીતે ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય

Divyabhaskar.com | Updated - May 15, 2018, 01:00 PM

એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર પોતાની જાત મહેનતે ખનનની દુનિયાનો કિંગ બની જાય છે

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ આ 21મી સદીની એક એવી સ્ટોરી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર પોતાની જાત મહેનતે ખનનની દુનિયાનો 'કિંગ 'બની જાય છે. આ સ્ટોરી છે જનાર્દન રેડ્ડીની જે, પૈસા કમાવવાની હોડમાં એટલો આગળ જતો રહ્યો કે, સુપ્રીમ કોર્ટે તેમના પર પોતાના ભાઈઓ અને સહયોગીઓને આ વખતની કર્ણાટક ચૂંટણી પ્રચાર માટે ગૃહ જિલ્લા બલ્લારી જવા પર પ્રતિબંધ લગાવવો પડ્યો હતો.

  જનાર્દન રેડ્ડીના રાજનૈતિક વલણની વાત કરીએ તો તેમના બચાવમાં બીએસ યેદિયુરપ્પા જેવા રાજનેતા પણ ઊભા થઈ જાય છે. વર્ષ 2009માં આ રેડ્ડી બંધુઓએ બીજેપીના નેતૃત્વ ધરાવતી સરકારના મુખ્યમંત્રી યેદીયુરપ્પાને પદ પરથી હટાવવાના પ્રયાસ કર્યા હતા.

  1956માં રાજ્યોના પુનઃગઠન બાદ રેડ્ડી ભાઈઓએ પિતાના બલ્લારીમાં રોકાવાનો નિર્ણય લીધો. અહીંયા જ મોટા થયેલા જનાર્દન રેડ્ડીએ કલકત્તાની એક વિમા કંપની સાથે કામ કરવાનું શરૂ કર્યું. રેડ્ડી વિમા સાથે જોડાયેલા અનેક મામલામાં દાવાનું સમાધાન કરાવવામાં સફળ રહ્યા. તેમાંથી તે એટલા પૈસા કમાયા કે તેઓ એક ચિટફંડ કંપની શરૂ કરવામાં સફળ રહ્યા.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેવી રીતે ખડું કર્યું કરોડોનું સામ્રાજ્ય...

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  રેડ્ડી બંધુઓએ શરૂ કર્યું હતું એક અખબાર


  એક અહેવાલ અનુસાર, જનાર્દન રેડ્ડીએ એક અખબાર પણ શરૂ કર્યું હતું જેનું નામ 'એ નમ્મા કન્નડ નાડુ' એટલે કે 'અમારી કન્નડ ભૂમી' હતું. આ દરમિયાન જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ એવા લોકોની નજીક આવ્યા જેઓ તેમના વિવાદ ઉકેલવા માટે તેમની પાસે જવા લાગ્યા કારણ કે, પોલીસ પાસે જઈને વિવાદ ઉકેલવો એક જટિલ પ્રક્રિયા હતી. આ એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બલ્લારીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી હતી. પરંતુ બીજેપી કોંગ્રેસના ગઢમાં સોનિયા ગાંધીને પડકાર આપ્યા વગર રહેવા માંગતું હતું. એવામાં બીજેપીએ સુષ્મા સ્વરાજને બલ્લારી સીટ પરથી લડાવ્યા ત્યારે જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ તેમની નજીક આવી ગયા.

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  આ રીતે ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય


  ઓબાલાપુરમ ખનન કંપની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટીશન કરનારા સમાજ પરિવર્તન સમુદાયના એસ આર હીરેમઠ કહે છે કે, "રેડ્ડી બંધુઓએ આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડી સાથે મિત્રતા કરીને આ ખાણો માટે લાયસન્સ લીધા. રેડ્ડી બંધુઓ પાસે આંધ્ર પ્રદેશમાં કર્ણાટક સરહદ પાસે 4 ખાણ હતી પરંતુ તેમાંથી કાઢવામાં આવતું લોખંડને ખરીદનારા ઓછા હતા કારણે કે, તેની ગુણવત્તા કર્ણાટકમાં મળતા લોખંડ કરતા ઓછી હતી." પરંતુ રેડ્ડી બંધુઓ જે ગુણવત્તાનું લોખંડની નિકાસ કરતા તે આંધ્રપ્રદેશમાં મળતા લોખંડ કરતા વધારે સારું હતું.

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રેડ્ડી બ્રધર્સનું બિઝનેસ મોડલ


  સુપ્રીમ કોર્ટની પર્યવરણ મામલાની એક બેંચે એક સમિતિ બનાવી જેને લાંબા સમય બાદ શોધી કાઢ્યું. હીરેમઠ કહે છે કે, રેડ્ડી બંધુઓની રીત એવી હતી કે, તેઓ આંધ્રપ્રદેશમાં સ્થિત પોતાની ખાણોમાંથી ઘૂસીને કર્ણાટકમાં સ્થિત ખાણોમાંથી ખનન કરતા હતા. આ ખાણ બલ્લારી લોખંડ કંપની પાસે હતી અને આંધ્રપ્રદેશ પાસે હતી. આ રેડ્ડી બંધુઓના કામ કરવાની રીત હતી. તેમણે ખનન કંપની સાથે એક અન્ય પ્રક્રિયા પણ અમલમાં મૂકી જેના હેઠળ 30 ટકા અને 70 ટકા પર કરાર પણ. જનાર્દન રેડ્ડી બહુ જ ચાલાક ખનન વેપારી હતા.

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વિવાદ ઉકેલવામાં માસ્ટર્સ હતા રેડી બ્રધર્સ


  વિવાદોને ઉકેલવામાં રેડ્ડી બ્રધર્સે એટલી મહારત હાંસલ કરી લીધી હતી કે, ખનન ક્ષેત્રના કિંગ લાડ બંધુ અનિલ-સંતોષ અને આનંદ સિંહ મેંગનીઝ, ખડકોની ધૂળ પર માલિકીને લઈને વિવાદ ઉકેલવા જનાર્દન અને શ્રીરામુલુ પાસે પહોંચ્યા. આ વિવાદ એક મોટી ખનન કંપની સાથે બે લાખ ટન મેટલ ફાઈલિંગ બાબતે હતો જેની કિંમત ચીનમાં લોખંડની માંગ વધતા આસમાને પહોંચી હતી. 

   

  એક અહેવાલ પ્રમાણે, આ વિવાદથી પાંચ કે દસ લાખ રૂપિયા હાંસલ કરવાના બદલે રેડ્ડી બંધુઓએ દસ ગણા વધારે પૈસા કમાયા અને આ પૈસાથી જ તઓ પાડોશી જિલ્લા અનંતપુરમાં ઓબાલાપુરમ ખનન કંપની ખરીદવામાં સફળ રહ્યા.

   

 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Story of Sushma Swarajs favourite Reddy brothers in bellary karnataka
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending