1

Divya Bhaskar

Home » National News » In Depth » Story of Indian politician shrikant jichkar who had several degrees

23 વર્ષની ઉંમરમાં IAS, IPS સહિત 20 ડિગ્રીઓ હતી જીનિયસ પાસે

Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 05:34 PM IST

2004માં એક કાર દુર્ઘટનામાં માત્ર 50 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું

 • Story of Indian politician shrikant jichkar who had several degrees
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ ડો. શ્રીકાંત જિચકર માત્ર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નહી પરંતુ રાજ્યસભાના સભ્ય પણ હતા. તે મહારાષ્ટ્ર વિધાનપરિષદના પણ સભ્ય રહ્યા. તેમણે કોંગ્રેસની ટિકીટ પરથી એક વખત લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ સફળ નહોતા થઈ શક્યા. સીત્તેરના દાયકામાં ઈન્દિરા ગાંધીની ધરપકડના વિરોધમાં તેમણે ભારતીય પોલીસ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું.

  પછાત જાતિમાં જન્મ્યા હતા જિચકર


  ડો. જિચકરનો જન્મ 1954માં થયો હતો. 2004માં એક કાર દુર્ઘટનામાં માત્ર 50 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. પરંતુ દિવંગત ડો. જિચકરનો આ માત્ર પરિચય નથી. પછાત જાતિમાં જન્મેલા ડો. જિચકરે કહ્યું હતું કે, 'હવે હું દીક્ષિત થઈ ગયો છું. દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ બ્રાહ્મણવાદની શ્રેષ્ઠ પરંપરામાં જોડાઈ ગયો છું. હું જન્મથી બ્રાહ્મણ નહોતો. પરંતુ ઘરમાં અગ્નિ પ્રતિષ્ઠાપિત કરીને અગ્નિહોત્ર ધર્મના નિયમાનુસાર પાલન કરીને અને હવે સોમ યજ્ઞ દ્વારા દીક્ષિત થયા બાદ ખુદને દીક્ષિત કહેવાનો અધિકારી થઈ ગયો છું.'

  આટલી ડિગ્રી હતી તેમની પાસે


  ડો. જિચકર એમબીબીએસ અને એમડી હતા. તે એલએલબી, એલએલએમ અને એમબીએ પણ હતા. તેમણે પત્રકારત્વની પણ ડિગ્રી લીધી હતી. તે દસ વિષયમાં એમએ હતા. 1973થી 1990 દરમિયાન તેમણે કુલ 20 ડિગ્રી લીધી હતી. બધી પરીક્ષામાં તેઓ પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થયા હતા. તેમણે ઘણા ગોલ્ડ મેડલ પણ મળેલા છે. તેઓ સંસ્કૃતમાં ડિ લિટ હતા. જીનિયસ ડો. જિચકર 1978માં આઈપીએસ બન્યા. રાજીનામું આપ્યા બાદ તે આઈએએસ બન્યા. 1980માં મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય બન્યા. મંત્રી પણ બન્યા અને તેમની પાસે 14 વિભાગ હતા.

  આગળ વાંચોઃ જિચકર વિશે વધુ વિગતો, ઝીરો બજેટ વિચારના જનક હતા જિચકર...

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Story of Indian politician shrikant jichkar who had several degrees
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઝીરો બજેટ વિચારના જનક હતા જિચકર


  અદભૂત શબ્દ કદાચ ડો. જિચકર જેવી હસ્તિઓ માટે જ બન્યો છે. નાગપુરના ડો. જિચકરનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતના એક આદર્શ અને કુશળ વ્યક્તિ તરીકે રજીસ્ટર છે. ડો. જિચકરનો એ રેકોર્ડ આજે પણ યથાવત છે. નાણામંત્રી તરીકે તેમણે ઝીરો બજેટના વિચારને કાર્યરૂપ આપ્યું હતું. જો તેઓ વધારે જીવતા તો તેમણે દેશની રાજનીતિ કે પછી અન્ય કોઈ ક્ષેત્રમાં કમાલ કરી દીધી હોત. 

   

  અફસોસ છે કે, મહારાષ્ટ્રની બહાર બહુ ઓછા લોકો ડો. જિચકરને ઓળખે છે. ડો. જિચકરને સમયે-સમયે યાદ કરીને નાગપુરના વાલીઓ તેમના બાળકોને કહે છે કે, બેટા મોટો થઈને શ્રીકાંત જિચકરની જેમ બનજે. તે આધુનિક રાજનીતિમાં એક એવા વ્યક્તિ હતા જેમણે કોઈ પિતા દિલ્હીમાં તેમની સંતાનના સ્થાનિક વાલી બનાવી શકતા હતા. આજે કેટલા વાલી દિલ્હીમાં તેમના સંતાનના સ્થાનિક વાલી કોઈ સાંસદને બનાવવા પસંદ કરશે? 

 • Story of Indian politician shrikant jichkar who had several degrees
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્કૂલની સ્થાપના કરી


  બહુપરીમાણીય વ્યક્તિત્વના ધની ડો. જિચકરે નાગપુરમાં એક વિદ્યાલયની સ્થાપના કરી હતી. એ સ્કૂલ વિશે વાલીઓને અપીલ કરતા અખબારમાં જાહેરાત છપાઈ હતી કે, ડો. શ્રીકાંત જિચકર જે સ્કૂલમાં તેમના પુત્રને પ્રવેશ અપાવી રહ્યા છે, શું તમે તમારા બાળકોને પણ એ સ્કૂલમાં ભણાવવા માંગશો? 

   

  આ જાહેરાત છપાતા જ હજારો વાલીઓની ભીડ ઉમટી પડી. એટલે કે તેમણે એક એવી ગુણવત્તાપૂર્ણ સ્કૂલની સ્થાપના કરી હતી જેમાં તેમનો પુત્ર પણ ભણી શકે. આટલો વધારે અભ્યાસ કરાવવાની સાથે સાથે તે વિદ્યાર્થી રાજનીતિમાં પણ રસ લેતા હતા. તે નાગપુર છાત્રસંઘના અધ્યક્ષ પણ હતા. આ સિવાય પણ તેમની પાસે ડિગ્રીઓ અને સિદ્ધિઓ હતી. વર્ષ 1983માં દુનિયાના 10 સૌથી અગ્રણી યુવાન વ્યક્તિઓની યાદીમાં સામેલ થવાનું તેમને સન્માન મળ્યું હતું.

 • Story of Indian politician shrikant jichkar who had several degrees
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઘણી કલાઓના પણ જાણકાર હતા જિચકર


  તેમણે વર્ષ 1992માં રાજ્ય સભાના સભ્ય પસંદ કરવામા આવ્યા. પીવી નરસિંહા રાવ તેમને પસંદ કરતા હતા. રાવે ડો. જિચકરને ઈન્દિરા ગાંધી સાથે મુલાકાત કરાવી હતી. ડો. જિચકરે ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમની ખાનગી લાઈબ્રેરીમાં 52 હજાર પુસ્તકો હતો. 

   

  તેઓ સિનેમેટોગ્રાફી, પેઈન્ટીંગ, રંગ કર્મના પણ જાણકાર હતા. તેમને આખી ગીતા મોઢે હતી સાથે જ તેમણે વેદો અને ઉપનિષદોનો બાઈકાઈથી અભ્યાસ કર્યો હતો.

 • Story of Indian politician shrikant jichkar who had several degrees
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  પૈસાની અછત હોવા છતા કોઈ કામ અટક્યું નહીં


  ખેડૂત પરિવારના જિચકર સાથે એક સુવિધા જરૂર હતી કે પૈસાની અછતના કારણે તેમનું કોઈ કામ અટક્યું નહીં. એક વ્યક્તિ માત્ર 50 વર્ષની ઉંમરે આ બધુ મેળવી લે, તે અકલ્પનીય લાગે છે. તેમનામાં આ ઉપરાંત અનેક ગુણ હતા. પણ સૌથી મહત્વની વાત એ હતી કે, તેઓ રાજનીતિમાં પણ હતા. એટલે કે એવા લોકો રાજનીતિમાં જઈ શકે છે, જો તેમના માટે સન્માનપૂર્ણ જગ્યા બનાવવામાં આવે. 

   

  જો કે, આજે જેટલા લોકો રાજનીતિમાં છે, તેમાંથી પણ અનેક લોકો યોગ્ય અને કર્તવ્યનિષ્ઠ છે. પણ એવા લોકોની સંખ્યા ઘટી રહી છે. આ લોકતંત્ર માટે ચિંતાજનક વાત છે. ડો. જયકર જેવી નામાંકિત લોકોને સમયે-સમયે યાદ કરીને નવી પેઢીને પ્રેરિત કરી શકાય છે. 

 • Story of Indian politician shrikant jichkar who had several degrees

More From National News

Trending