ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» રાજીવ ગાંધી જેવું હત્યાનું કાવતરું ઘડવું અશક્ય, SPG કમાન્ડો સહિતના 5 અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રહે છે PM મોદી | SPG commandos live 24 hours with PM Narendra Modi

  રાજીવ ગાંધીની જેમ PMની હત્યાનું કાવતરું, પાંચ અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રહે છે મોદી

  divyabhaskar.com | Last Modified - Jun 18, 2018, 12:55 PM IST

  PM કાયમ સૌથી વધુ પ્રશિક્ષિત અને એકદમ એલર્ટ રહેતા SPG કમાન્ડોના ઘેરામાં રહે છે
  • રાજીવ ગાંધીની જેમ PMની હત્યાનું કાવતરું, પાંચ અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રહે છે મોદી
   રાજીવ ગાંધીની જેમ PMની હત્યાનું કાવતરું, પાંચ અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રહે છે મોદી

   નેશનલ ડેસ્કઃ ભીમા કોરેગાંવ હિંસાના તાર નક્સલવાદીઓ સાથે જોડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે. પોલીસને એરેસ્ટ આરોપીઓનાં લેપટોપમાંથી એક એવો ઈમેઈલ મળ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવાનો ઉલ્લેખ છે. તપાસ એજન્સી આ ઈમેઈલની પૃષ્ટિ કરવામાં લાગેલી છે. આ ઈમેઈલમાં રાજીવ ગાંધી જેવો હત્યાકાંડ પુનરાવર્તિત કરવાની વાત છે. એટલા માટે પીએમ મોદીના રોડ શો અને રેલીઓને હુમલા માટે અનુકૂળ બતાવાઈ છે. જોકે, ભારતીય વડાપ્રધાનની હત્યાનું કાવતરું ઘડવું અશક્ય કામ છે. કોઈ અન્ય રાષ્ટ્રાધ્યક્ષની જેમ પીએમ મોદીની સુરક્ષા પણ ચુસ્ત વ્યાપક અને અભેદ્ય છે.

   1. એસપીજી કમાન્ડો

   ભારતીય પીએમ કાયમ સૌથી વધુ પ્રશિક્ષિત અને એકદમ એલર્ટ રહેતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(SPG)ના કમાન્ડોના ઘેરામાં રહે છે. કોઈ પણ જાહેર કાર્યક્રમમાં એસપીજી કમાન્ડો પીએમની ચારે બાજું રહે છે અને સાથે ચાલે છે. કોઈ પણ કમાન્ડોને પીએમની સુરક્ષામાં ઘણી ચકાસણી કર્યા બાદ તહેનાત કરવામાં આવે છે. તેનો આખો પારિવારિક ઈતિહાસ તપાસવામાં આવે છે. તેને કેવા લોકો સાથે બોલવા ચાલવાનો વ્યવહાર છે, તેની જાણકારી કર્યા બાદ જ તેમને એસપીજીમાં તહેનાત કરવામાં આવે છે.

   2. ખાનગી સુરક્ષા ગાર્ડ સિક્યોરિટી


   ભારતીય વડાપ્રધાનના ખાનગી સુરક્ષા ગાર્ડ સિક્યોરિટી કવરની બીજી પંક્તિમાં રહે છે. એ પણ એસપીજી કમાન્ડો જેવા જ પ્રશિક્ષિત અને ચપળ હોય છે. કોઈ પણ બનાવને અટકાવવામાં સક્ષમ, આ જાહેર કાર્યક્રમોમાં પીએમની આજુબાજુ આવતા લોકોનાં હાવભાવ અને વ્યવહાર પર નજર રાખે છે. તેની ચાલને પણ માર્ક કરે છે.

   3. નેશનલ સિક્યોરિટી ગાર્ડ


   ત્રીજું સુરક્ષા કવર નેશનલ સિક્યોરિટી ગાર્ડ(NSG) આપે છે. તેના કમાન્ડો પણ સઘન પ્રશિક્ષણ લીધા બાદ જ પીએમની સુરક્ષામાં તહેનાત કરવામાં આવે છે. તેની પણ પારિવારિક પૃષ્ઠભૂમી અને સંબંધોની ગંભીરતાથી તપાસ કરાય છે.

   4. અર્ધસુરક્ષાદળના જવાનો અને વિવિધ રાજ્યના પોલીસ ઓફિસર્સ


   સુરક્ષામાં ચોથી પંક્તિમાં અર્ધસુરક્ષા દળના જવાનો અને વિવિધ રાજ્યોના પોલીસ ઓફિસર હોય છે. જ્યારે વડાપ્રધાન કોઈ રાજ્યમાં જાય છે તો આ પ્રદેશ પોલીસની જવાબદારી હોય છે તે તે બહારની સુરક્ષાનું કવર ઉપલબ્ધ કરાવે અને કોઈ પણ બનાવને થતા અટકાવે છે.

   5. અત્યાધુનિક ટેક્નિકલ સુવિધાથી સજ્જ વાહનો અને એરક્રાફ્ટ


   વડાપ્રધાનની સુરક્ષામાં કમાન્ડો અને પોલીસ કવર સાથે કેટલીક અત્યાધુનિક ટેક્નિકલ સુવિધાથી સજ્જ વાહન અને એરક્રાફ્ટ પણ લાગેલા હોય છે. આ વાહન ઉચ્ચ ક્ષમતાના સૈન્ય આર્મ્સથી સજ્જ હોય છે. જો પીએમના કાફલા પર જમીન કે હવાઈ હુમલો થાય છે તો તેના દ્વારા તેનો સરળતાથી સામનો કરી શકાય છે. આ કોઈ પણ પ્રકારના રાસાયણિક કે જૈવિક હુમલાનો જવાબ પણ આપી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાજીવ ગાંધી જેવું હત્યાનું કાવતરું ઘડવું અશક્ય, SPG કમાન્ડો સહિતના 5 અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રહે છે PM મોદી | SPG commandos live 24 hours with PM Narendra Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `