1

Divya Bhaskar

Home » National News » In Depth » iim boys father tenth fail and mother never attend school | પિતા દસ ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, પુત્રની IIMમાં પસંદગી

પિતા 10મું ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, દીકરાની IIMમાં પસંદગી

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:25 PM IST

પિતાએ હંમેશા સપનું જોતા હતા કે પુત્રને દસમાં ધોરણ સુધી ભણાવવો છે

  • iim boys father tenth fail and mother never attend school | પિતા દસ ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, પુત્રની IIMમાં પસંદગી
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા 10મું ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, દીકરાની IIMમાં પસંદગી

    નેશનલ ડેસ્કઃ પિતા 10 ફેઈલ અને માતા ક્યારેય સ્કૂલે નથી ગઈ પરંતુ તેમનો દીકરો સની રજક આજે દેશની ટોચની કોલેજમાં શિક્ષણ લઈ રહ્યો છે. પિતાએ હંમેશા સમયનું જોતા હતા કે પુત્રને દસમાં ધોરણ સુધી ભણાવવો છે. પણ પુત્રના ભાગ્યમાં તેનાથી અનેક ગણુ વધારે ભણવાનું લખ્યું હતું.

    આ કારણે જ આજે સની ટ્રિપલ આઈટીડીએમમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને કેટની પરીક્ષામાં દેશમાંથી પસંદ કરાયેલા 300 વિદ્યાર્થીમાં પણ સામેલ છે. આઈઆઈએમ બેંગ્લોર અને અમદાવાદ માટે પસંદગી થયેલી સનીએ તેની અત્યાર સુધીની જર્ની મીડિયા સાથે શેર કરી અને જણાવ્યું કે, પરિવારની કેવી પરિસ્થિતિમાંથી બહાર આવીને તે ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા લાયક બન્યો.

    સનીના પિતા રાજેશ રમજ અને માતા પરમીલા દેવી જમશેદપુરમાં એક નાની લોન્ડ્રી ચલાવે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. પિતા દસ ફેઈલ અને માતા ક્યારેય સ્કૂલે ગઈ નથી. સનીએ જણાવ્યું કે, પપ્પાએ મને માત્ર દસમાં ધોરણ સુધી ભણાવવાનું સપનું જોયું હતું, પરંતુ મેં દસમામાં 93.6 ટકા લાવીને સ્કૂલમાં ટોપ કર્યું તો મને 11 અને 12માં ધોરણ માટે સ્કોલરશીપ મળી જેનાથી મારો સ્કૂલનો અભ્યાસ પૂરો થયો. જેઈ મેંન્સમાં ઓલ ઈન્ડિયા રેંક 10 હજારની અંદર હતો જેના કારણે ટ્રિપલ આઈટીડીએમમાં પ્રવેશ મળી ગયો. અહીંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જીનિયરિંગ કરી રહેલા સનીનું છેલ્લું સેમેસ્ટર ચાલી રહ્યું છે.

    આગળ વાંચો, શું છે સની રજકનું સપનું?

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • iim boys father tenth fail and mother never attend school | પિતા દસ ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, પુત્રની IIMમાં પસંદગી
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા 10મું ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, દીકરાની IIMમાં પસંદગી

    કોને આપ્યો સફળતાનો શ્રેય?


    તેણે દોઢ વર્ષની તૈયારી બાદ કેટની પરીક્ષા આપી. આખા દેશમાંથી આ પરીક્ષામાં 2 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ બેઠા હતા. તેમાંથી 300 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી. તેમાં સની પણ સામેલ હતો. તે ત્યા સુધી તો આઈઆઈએમ બેંગ્લોર અને આઈઆઈએમ અમદાવાદ માટે પસંદ થઈ ચૂક્યો હતો. સનીએ પોતાની સફળતાનો શ્રેય ટાઈમ કોચિંગના અભિષેક અગ્રવાલને આપ્યો છે.

     

  • iim boys father tenth fail and mother never attend school | પિતા દસ ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, પુત્રની IIMમાં પસંદગી
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા 10મું ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, દીકરાની IIMમાં પસંદગી

    માતાપિતાને કામમાંથી નિવૃત કરવાનું સપનું


    સનીએ જણાવ્યું કે, મારા પેરેન્ટ્સે બહુ ખરાબ સમય જોયો છે. જ્યારે હું મારું કોઈ કામ શરૂ કરું કે જોબ મળશે તો હું મારા પેરેન્ટ્સને તેમની જોબમાંથી ફ્રિ કરી દઈશ. તેની લાઈફને સારી બનાવવી મારું સપનું છે. નાની મહેન નેહા કુમારી બીકોમ કરી રહી છે. એન્જીનિયરિંગ બાદ એમબીએ માર્કેટિંગ એન્ડ કન્સલ્ટન્સી કરીને મારું પોતાનું અલગ કામ કરવા માંગુ છું. સની એનએસએસ સાથે પણ સંકળાયેલો છે, જેનાથી તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો છે.

  • iim boys father tenth fail and mother never attend school | પિતા દસ ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, પુત્રની IIMમાં પસંદગી
    પિતા 10મું ફેઈલ, માતા ક્યારેય સ્કૂલ નથી ગઈ, દીકરાની IIMમાં પસંદગી

More From National News

Trending