'સેક્સ પાવર' વધારે છે આ રૂ. 2 કરોડની આ ગરોળી, ચીન મોકલવાની હતી તૈયારી

આ પ્રજાતિની ગરોળીની નિકાસ ખાડી દેશોમાં પણ કરવામાં આવે છે,

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 02:31 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ડેસ્કઃ તાજેતરમાં સશસ્ત સીમા દળ(SSB)ના જવાનોએ બિહારના કિશનગંજ વિસ્તારમાંથી એક દુર્લભ પ્રજાતિની ગરોળીની આંતરરાષ્ટ્રીય દાણચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગરોળીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોમાં જણાવાઈ રહી છે.

શા માટે ગરોળીની કિંમત છે કરોડોમાં


એમ કહેવાય છે કે, એક-એક ગરોળી બે-બે કરોડમાં વેચાઈ રહી છે. આવું શા માટે છે તે અંગે SSBનું માનીએ તો વિલુપ્ત થવાના આરે રહેલી આ ગરોળીના માંસ અને પાઉડરનો ઉપયોગ પુરુષોની શારીરિક ક્ષમતા વધારવા સાથે કેન્સર, બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા તથા ડાયાબિટીસનું પ્રમાણ ઘટાડવાની દવા બનાવવામાં વપરાય છે. જો કે, આ કેટલું વાસ્તવિક છે તે અંગે કહેવું અઘરું છે. આ વિશ્વાસના કારણે તેને બહુમૂલ્ય જણાવાય છે. ટોકો પ્રજાતિની આ ગરોળીને નિકાસ ખાડી દેશોમાં પણ કરવામાં આવે છે.

આગળ વાંચોઃ શા માટે આટલા મોંઘા ભાવે વેચાય છે ગરોળી...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કેવી રીતે પકડાયા તસ્કરો?


સશસ્ત્ર સરહદ દળની 41મી બટાલિયનના જવાને મોડી રાત્રે પશ્ચિમ બંગાળ પાસે આવેલા નક્સલવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન SSB બટાલિયનના કમાન્ડન્ટ રાજીવ રાણાએ બે શંકાસ્પદ લોકોને જોયા. કમાન્ડન્ટે જ્યારે બન્નેને ઊભા રહેવા બૂમ પાડી તો તેઓ ભાગવા લાગ્યા. આ દરમિયાન જવાનોએ તેમને દોડીને પકડી પાડ્યા. પહેલા તો બન્નેએ SSBને અન્ય વાતો કહેવાનું શરૂ કર્યું પરંતુ કમાન્ડન્ટ રાજીવ રાણાએ જ્યારે કડકાઈથી પૂછ્યું તો બન્ને ફફડી ગયા અને તેમની સામે આ તથ્ય સામે આવ્યું તો સનસનાટી ફેલાઈ ગઈ. 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

પોલીસને હવાલે કર્યા તસ્કરોને


બન્ને તસ્કરો પાસેથી SSBએ એક દુર્લભ પ્રજાતિની ગરોળી જપ્ત કરી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગરોળીની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. કમાન્ડન્ટે જણાવ્યું કે, Tokay lizard એટલે કે આ ગરોળીના માંસ અને પાઉડરનો ઉપયોગ કેન્સરની સારવાર સાથે જ સેક્સ પાવર વધારા અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવા માટે વપરાય છે. SSBએ પકડાયેલા તસ્કર રોબિન ઉરાવ અને તારાચંદ ઉરાવને બાદમાં નક્સલવાડી પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધા જ્યાં ઘણા અધિકારીઓ હાજર હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Tokay ગરોળીની ચીનમાં ભારે ડિમાન્ડ


SSBના કમાન્ડન્ટનું કહેવું છે કે, તસ્કરો કોટો ગરોળીને ચીન મોકલવાની ફિરાકમાં હતા. કહેવાય છે કે, ચીનમાં મેડિકલ ક્ષેત્રમાં આ ગરોળીની બહુ ડિમાન્ડ છે. જેના કારણે તસ્કરોને મોં માંગેલી કિંમત મળે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App