Home » National News » In Depth » read unknown facts about shankaracharya jayendra saraswati

શંકરાચાર્યને માનતા શિવનો અવતાર, મોક્ષ પ્રાપ્તિ માટે 8 વર્ષની ઉંમરે છોડ્યું'તું ઘર

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 11:18 AM

શંકરાચાર્યના નિધન પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ઘણા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  83 વર્ષીય શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થયું

  નેશનલ ડેસ્કઃ કાંચી કામકોટિ પીઠના 83 વર્ષીય શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થયું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ઘણા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. દેશના શંકરાચાર્યોને શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જે સમયે આદિ શંકરાચાર્યએ દેશના ચારેય ખુણામાં મઠની સ્થાપના કરી હતી અને તેનું સંચાલન શંકરાચાર્યોને સોંપવામાં આવ્યું હતું તે સમયે દેશમાં સનાતન પરંપરા મૂશ્કેલીમાં હતી અને દરેક જગ્યાએ વિશ્વાસ અને અંધવિશ્વાસની બોલબાલા હતી. તેમને જે રાહ દેશ અને સમાજને બતાવી શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી પણ તેના કાયમ અનુયાયી રહ્યા.

  આયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાની નજીક હતા શંકરાચાર્ય


  શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી આયોધ્યા મામલાનું સમાધાન કરાવવા માટે ઘણી સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેમણે 2010માં એમ પણ કહ્યું હતું કે, તે તે સમયે આ વિવાદના સમાધાનની ઘણા નજીક પહોંચી ગયા હતા. જો કે, તે સમયે જે ભૂમિકા તેઓ નિભાવી રહ્યા હતા આજે એ ભૂમિકામાં શ્રીશ્રી રવિશંકર દેખાઈ રહ્યા છે. આ સંયોગ જ છે કે, તે સમયે પણ ભાજપા સરકાર હતી અને આજે પણ ભાજપા સરકાર જ છે.

  આગળની વાંચો, શંકરાચાર્ય વિશે કેટલીક રસપ્રદ વિગતો..

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  નિધન પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ઘણા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

  આયોધ્યા વિવાદ આ કારણે ન ઉકેલી શક્યા


  શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ 2010માં દાવો કર્યો હતો કે 2002માં અટલ બિહારી વાજપેયીએ આ વિશે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને સંસદમાં કાયદો બનાવીને સમસ્યાના સમાધાન માટે વક્તવ્ય આપવાનો રસ્તો પણ સાફ થઈ ગયો હતો. તેમનું એટલા સુધી કહેવું હતું કે, આવનારા એક વર્ષમાં આ સમસ્યાનું સમધાન પૂર્ણ રીતે કરી દેવામાં આવશે. પરંતુ આ પ્રયાસ પોતાની સફળતા સુધી એટલા માટે ન પહોંચી શક્યા કારણ કે, તેના અમલીકરણના 15 દિવસ પહેલા આયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં એક દાવો દાખલ કરવામાં આવ્યો. એ વાત અલગ છે કે, સમાધાનને લઈને જે વાત સરસ્વતી કહેતા રહ્યા તેને લઈને ક્યારેય બન્ને પક્ષોએ ખુલાસો કર્યો નહોતો કે શું સૂચન છે.

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકરાચાર્યને માનવામાં આવતા હતા શિવનો અવતાર

  શંકરાચાર્યનું યોગદાન


  પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના વિકાસ અને ધર્મના પ્રચાર-પ્રસારમાં આદિ શંકરાચાર્યનું મહાન યોગદાન છે. તેમણે સનાતન પરંપરાને આખા દેશમાં ફેલાવવા માટે ભારતના ચારેય ખુણે મઠની સ્થાપના કરી હતી. તેમાંથી એક છે કાંચી મઠ, જેના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી હતા. તેમને 1994માં કાંચી મઠના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આદી શંકરાચાર્ય દ્વારા દક્ષિણમાં સ્થાપિત કાંચી મઠ ઐતિહાસિક છે.

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી સાથે નરેન્દ્ર મોદી

  શંકરાચાર્યને માનવામાં આવ્યા શિવનો અવતાર


  ધાર્મિક માન્યતા પ્રમાણે, આદિ શંકરાચાર્યને ભગવાન શંકરનો અવતાર માનવામાં આવ્યા છે. તેમણે આખા ભારતની યાત્રા કરી છે. તેઓ અદ્વૈત વેદાંતના પ્રણેતા, સંસ્કૃતના વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને સનાતન ધર્મ સુધારક હતા. પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના વિકામાં તેમનું યોગદાન ઘણુ મહત્વનું રહ્યું છે. ભારત ભ્રમણ દરમિયાન તેમણે દેશના ચારેય ખુણામાં મઠની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ મઠોનું સંચાલન કાર્ય શંકરાચાર્યો દ્વારા કરવામાં આવે છે. 

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના આશીર્વાદ લેતા અમિત શાહ

  લખ્યા છે અનેક ગ્રંથ 


  આદિ શંકરાચાર્યનું અદ્વૈત પરંપરાના પ્રવર્તન માનવામાં આવતા હતા. તેમણે અનેક ગ્રંથ લખ્યા છે, પરંતુ તેમના દર્શન વિશેષ રૂપથી તેમના ત્રણ ભાષણોમાં જે- ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા પ્રમુખ છે. ગીતા અને બ્રહ્મસૂત્ર પર અન્ય આચાર્યોનું પણ ભાષણ છે, પરંતુ ઉપનિષદો પર સમન્વયાત્મક ભાષણ જેવું શકરાચાર્યનું છે, તેવું અન્ય કોઈનું નથી.

   

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકરાચાર્ય સાથે અટલ બિહારી વાજપેયી

  કેરળમાં થયો હતો જન્મ


  તેમનો જન્મ કેરળના કાલડી ગ્રામમાં થયો હતો. માત્ર 32 વર્ષના જીવનકાળમાં તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી. માત્ર 8 વર્ષની ઉંમરે તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે ઘર છોડી દીધું અને ગુરુની શોધમાં નીકળી પડ્યા હતા. ભારતના દક્ષિણી રાજ્યથી નર્મદા નદીના કિનારે પહોંચવા માટે યુવ શંકરે 2000 કિલોમીટર સુધી યાત્રા કરી. ત્યાં ગુરુ ગોવિંદપદની શિક્ષા લીધી અને લગભગ 4 વર્ષ સુધી તેમના ગુરુની સેવા કરી. આ દરમિયાન શંકરે વૈદિક ગ્રંથોનું આત્મસાત કરી લીધું હતું. 

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકરાચાર્યના આશીર્વાદ લેતા પૂર્વ પ્રેસિડેન્ટ

  કરી છે આટલી યાત્રાઓ


  શંકરાચાર્ય કેરળથી કાશ્મીર, પુરી(ઓરિસ્સા)થી દ્વારકા(ગુજરાત), શ્રૃંગેરી(કર્ણાટક)થી બદ્રીનાથ અને કાંચી થી કાશી સુધી ફર્યા. હિમાલયની તળેટીથી નર્મદા-ગંગાના કિનારા સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ ઘાટો સુધી તેમણે યાત્રાઓ કરી છે.

 • read unknown facts about shankaracharya jayendra saraswati
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • read unknown facts about shankaracharya jayendra saraswati
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ