Home » National News » In Depth » Read about 10 leaks that embarrassed the out country

10 શરમજનક LEAK: ક્યારેક પ્રાઈવેસી તો ક્યારેક બાળકોના ફ્યુચર પર આવ્યું જોખમ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 03:37 PM

DivyaBhaskar.com જણાવી રહ્યું છે આવા 10 LEAK 'બોમ્બ' વિશે જેણે દેશને શરમજનક સ્થિતમાં મૂક્યો

 • Read about 10 leaks that embarrassed the out country
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ સીબીએસઈએ અંતિમ પેપર લીક થવાની વાત માની લીદી. બોર્ડે બુધવારે દસમાં અને બારમાંના બે પેપર રદ્દ કર્યા. બુધવારે 10માનું ગણિત અને સોમવારે થઈ ચૂકેલું 12માંનું ઈકોનોમિક્સનું પેપર ફરીથી લેવામાં આવશે. નવી તારીખની સપ્તાહમાં સીબીએસઈની વેબસાઈટ પર આવી જશે.

  10મા ધોરણના 16.38 લાખ અને 12માના 8 લાક વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. 12માનું પેપર લીક થવાના કારણે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો છે.

  સીબીએસઈનું પેપર લીક થયા બાદ એક્ઝામ ફરીવાર લેવાના સમચારથી વિદ્યાર્થીઓમાં હડકંપ મચી ચૂક્યો છે. તેને લઈનો કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું-


  How many leaks? Data leak!
  Aadhar leak!
  SSC Exam leak! Election date leak! CBSE papers leak!

  There is a leak in everything, the 'chowkidar' is weak

  - આ ટ્વિટ સાથે જ તેમણે હેશટેગ કરીને લખ્યું- બસ એક વર્ષ વધુ.
  - સીબીએસઈ પેપર લીક મામલાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઘણો રોષ છે. તેમનું કહેવું છે કે, દોષિતોને સજા આપવાના બદલે બોર્ડ સ્ટુડન્ટ્સને સજા આપી રહી છે.

  DivyaBhaskar.com જણાવી રહ્યું છે આવા 10 લીક 'બોમ્બ' વિશે જેણે દેશને શર્મસાર કર્યો છે...

  CBSE પેપર લીક
  માર્ચ 2018


  દેશભરમાં વિદ્યાર્થીઓ કર્યું પ્રદર્શન


  - પેપર લીક થવાના કારણે 10મા અને 12મા ધોરણના 2 પેપર રદ્દ કરવાના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હીમાં ગુરુવારે જંતર-મંજર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે, સીબીએસઈના બધા પેપર લીક થયા હતા અને 2-2 હજાર રૂપિયામાં વેચાયા. ત્યારે પોલીસ સૂત્રોનો દાવો છે કે, પેપર 30 હજાર રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી વેચાયા છે.
  - આ દરમિયાન દિલ્હી પોલીસે લગભગ 15 જગ્યાએ દરોડા પાડ્યા. દ્વારકા, રોહિણી, રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરો પર પેપર લીક થવાના પુરાવા ચકાસવામાં આવ્યા. 18 વિદ્યાર્થીઓ અને 5 કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 25

  લોકોની પૂછપરછ કરવામાં આવી.

  તપાસઃ 40 મોબાઈલ નંબર મળ્યા


  - સોર્સ પોઈન્ટ સુધી પહોંચવા માટે પોલીસ ફોરવર્ડ કરનારા ફોન નંબરોની ચેનની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધી 40 મોબાઈલ નંબર મળ્યા છે. તેમાંથી 10માના 24 અને 12મા ધોરણના 10 વિદ્યાર્થી છે.
  - પુલકિત શર્મા નામના યુવકે મિરાજ નામના યુવક પાસેથી પેપર મળવાની વાત કરી. ત્યારે પહેલા આરોપી બનાવવામાં આવેલા કોચિંગ સંચાલક વિક્કીએ મદદ માટે પેપર ફોરવર્ડની વાત કહી છે.

  આગળ વાંચો અન્ય દેશના અન્ય 9 લીક વિશે...

 • Read about 10 leaks that embarrassed the out country
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  વ્યાપમ લીક
  2013


  એજ્યુકેશન સિસ્ટમનું સૌથી મોટું કૌભાંડ વર્ષ 2013માં સામે આવ્યું હતું. મધ્ય પ્રદેશના વ્યવસાયિક પરીક્ષા મંડળ(વ્યાપમ)માં મેડિકલ એન્ટ્રેન્સ એક્ઝામથી રાજ્ય સરકારી ભરતી સુધીના પેપર લીક કરવા, પૈસા લઈને ભરતી કરવા જેવા કૌભાંડનો ખુલાસો થયો હતો.

   

  કૌભાંડ 4 રીતે થયું હતું-


  - પહેલો તેજસ્વી વિદ્યાર્થી અથવા પ્રેક્ટિસિંગ ડોક્ટર્સ પાસે નબળા કેન્ડિડેટ્સના પેપર ચેક કરાવ્યા. એડમિટ કાર્ડ પર ફોટો બદલીને તને અંજામ આપવામાં આવ્યો.
  - બીજુ અનડિસ્પુટિંગ ઉમેદવારોને લાંચ આપીને એક્ઝામ હોલમાં પોતાની બેઠક વ્યવસ્થા હોશિયાર વિદ્યાર્થી પાસે કરાવી. હોશિયાર વિદ્યાર્થીને પણ કોપી કરવા માટે પૈસા આપવામાં આવ્યા.
  - ત્રીજું અનડિસ્પુટિંગ ઉમેદવારો દ્વારા બ્લેંક છોડવામાં આવેલી આન્સર શીટ્સ બોર્ડ અધિકારીઓ દ્વારા ભરવામાં આવી.
  - ચોથુ સોલ્વ્ડ પેપર લીક કરાયુ અને પૈસા આપનારા કેન્ડિડેટ્સ સુધી પહોચાડવામાં આવ્યું.

   

  આરોપીનું થયું મોત


  - વ્યાપમ ગોટાળામાં 2000થી વધારે કરપ્ટ અધિકારીઓની ધરપકડ થઈ. તેમાં પૂર્વ મંત્રીઓ પર પણ આફત આવી હતી.
  - સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સુધી આરોપ લાગ્યા, પરંતુ કંઈ સાબિત ના થયું.
  - કૌભાંડની તપાસ દરમિયાન 47 આરોપીઓનું મોત થયું હતું. તેમાથી અમુક જેલ કસ્ટડીમાં થી હતી.

 • Read about 10 leaks that embarrassed the out country
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ફેસબુક ડેટા લીક
  17 માર્ચ, 2017


  સોશિયલ નેટવર્કિગ પોર્ટલ ફેસબુક પર ભારતીય વોટર્સનો મહત્વનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાને આપવાનો આરોપ લાગ્યો છે. ફેસબુક ડેટા લીકનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાયલીએ કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ ભારતના 10 રાજ્યોની જાણકારી પાર્ટીને વેચી. બ્રિટિશ કંપની એનાલિટિકાના પૂર્વ રિસર્ચ હેડ ડેવિડ વાયલીએ બારત સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું એક લિસ્ટ આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે કંપની પાસે દેશભરના 600 જિલ્લા અને 7 લાખ ગામનો ડેટા છે. કંપનીએ લોકસભા ચૂંટણી સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓ માટે કામ કર્યું હતું. તેમણે કહ્યું કે, કંપનીએ 2003થી 2012 વચ્ચે લોકસભા ચૂંટણી સહિત 8 ચૂંટણીમાં કામ કર્યું.

   

  મંત્રાલયે ફેસબુકને પૂછ્યું છે કે, શું ભારતીય વોટર્સ અને યુઝર્સના પર્સનલ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવ્યો છે? ફેસબુક કે તેની સાથે જોડાયેલી કંપની જે ડેટાનો ઉપયોગ કરે છે, શું કોઈ બીજી કંપનીએ તેનો ઉપયોગ ભારતીય ચૂંટણી પર અસર નાખવા માટે કર્યો છે.

 • Read about 10 leaks that embarrassed the out country
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  SSC પેપર લીક
  17 ફેબ્રુઆરી, 2018


  SSC ગ્રેજ્યુએટ લેવલ ટિયર-2ની 17 ફેબ્રુઆરીએ થયેલી પરીક્ષાના પેપર લીક થયો હોવાનો આરોપ લાગ્યો છે. SSCએ દિલ્હીના એક સેન્ટર પર થયેલી એક્ઝામને રદ કરી. સ્ટુડન્ટ્સે તેને સ્કેક ગણાવતા વિરોધ કર્યો.

 • Read about 10 leaks that embarrassed the out country
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્ણાટક ઈલેક્શન ડેટ લીક
  27 માર્ચ, 2018


  ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડિયાના ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા કર્ણાટક એસેમ્બલી ઈલેક્શનની ડેટ્સ બીજેપી અને કોંગ્રેસના આઈટી સેલ હેટે ટ્વિટ કર્યું. તેમને તારીખ કેવી રીતે ખબર પડી તેની તપાસ થઈ રહી છે.

 • Read about 10 leaks that embarrassed the out country
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  આધાર ડેટા લીક
  જાન્યુઆરી, 2018


  જલંધરમાં એક એજન્ટે દાવો કર્યો છે માત્ર 10 મિનિટમાં 500 રૂપિયા આપીને કોઈ પણના આધારકાર્ડની તમામ જાણકારીઓ કાઢી શકાય છે. પછી માર્ચમાં ZDNet નામની વેબસાઈટે એક સિક્યોરિટી રિસર્ચરના હવાલેથી દાવો કર્યો કે, આધારધારકોની જાણકારી લીક થઈ રહી છે.

 • Read about 10 leaks that embarrassed the out country
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  લલિત મોદી લીક્સ
  મે, 2017


  2007માં લલિત મોદીએ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઈ સીમેન્ટ્સ પાસેથી મળેલો ઓફર લેટર ઈન્સ્ટાગ્રામ પર લીક કર્યો.

 • Read about 10 leaks that embarrassed the out country
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  UPPCL પેપર લીક
  11 ફેબ્રુઆરી, 2018


  11 ફેબ્રુઆરીના રોજ UPPCLની જેઈ ભરતી એક્ઝામ પેપર લીક થયું. 28 માર્ચના રોજ STFએ લીક કરનાર શંકાસ્પદને પકડી લીધો. એપટેક સિક્યોરિટી સિસ્ટમ એમી એડમિન સોફ્ટવેરની મદદથી હેક કરીને પેપર લીક કર્યું.

 • Read about 10 leaks that embarrassed the out country
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સેશેલ્સ મિલેટ્રી ડીલ
  6 માર્ચ, 2018


  ઈન્ડિયા અને સેશેલ્સ દેશની વચ્ચે થયેલી મિલેટ્રી ડીલના પેપર 6 માર્ચના રોજ ઓનલાઈન લીક થયા. આ ડીલ આ વર્ષે જાન્યુઆરીમાં સાઈન થઈ હતી. આ ડીલ હવે ઠંડી પડી ગઈ છે.

 • Read about 10 leaks that embarrassed the out country

  વિકીલીક્સ 
  2011


  વર્ષ 2011માં જૂલિયન અસાંજેની વેબસાઈટ વિકીલીક્સે દુનિયાભારના દિગ્ગજ નેતાઓ અને બિઝનેસમેન સાથે જોડાયેલી સનસનીખેજ ખુલાસા કર્યા.

  ભારતના ઘણા નેતા અસાંજેની યાદીમાં સામેલ રહ્યા. પૂર્વ યુપી સીએમ માયાવતી સંબંધિત ચોંકાવનારા ખુલાસા થયા. તેના પ્રમાણે, માયાવતીના ફેવરેટ સેન્ડલ મંગાવવા માટે પર્સનલ પ્લેન મુંબઈ મોકલવામાં આવ્યું હતું. આટલું જ નહીં, માયાવતીનો કાફલો જે રસ્તા પરથી પસાર થતો હતો, તેને પહેલા ઘણા લીટર પાણીથી ધોવામાં આવતો હતો.  IAS-IPS માયાવતીના જૂતા સાફ કરે છે, આ વાત પણ અસાંજની વેબસાઈટ પર લખેલી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ