PM મોદીના એક ઓટોગ્રાફે યુવતીને બનાવી સેલિબ્રીટી, સેલ્ફી લેવા થાય છે પડાપડી, આવી રહ્યા છે લગ્નના પ્રપોઝલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના મિદનાપુરના કોલેજ ગ્રાઉન્ડમાં 16 જુલાઈના રોજ આયોજિત કિસાન રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વખતે પંડાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજાગ્રસ્તોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક ઈજાગ્રસ્ત છોકરીને ઓટોગ્રાફ આપ્યો હતો. હવે આ છોકરી પોતાને સેલિબ્રિટી અનુભવવા લાગી છે. આસપાસના લોકો છોકરીને મળવા માટે આવે છે અને તેની સાથે ફોટો ક્લિક કરાવે છે.

 

શું લખ્યું હતું વડાપ્રધાને કાગળમાં?


બાંકુરામાં રહેતી આ છોકરીનું નામ રીતા મુદી છે. રીતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું સેલિબ્રિટી બની ગઈ છું. હું અને મારી બહેન માટે લગ્નના પ્રપોઝલ આવવા લાગ્યા છે, પરંતુ અમે લોકો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ લગ્ન કરીશું. રીતાના ઘરે ઘણા લોકો આવે છે, તેની સાથે તસવીરો ક્લિક કરાવે છે અને વાતો કરે છે. રીતાએ કહ્યું કે, તેને પોતે જ વડાપ્રધાન મોદી પાસે ઓટોગ્રાફની માંગણી કરી હતી. પીએમ મોદીએ રીતાને પોતાના હાથે એક કાગળ પર લખ્યું હતું કે, 'રીતા મુદી, તું ખુશ રહે.' રીતાને ઘરે આવતા લોકો આ કાગળને પણ જોવા માંગે છે.

 

આ પણ વાંચો - સમાજના રૂઢિચુસ્ત વિચારની વિરુદ્ધ, આ રીક્ષા ચાલકે માની આંખો દાન કરી આપી બે લોકોને દૃષ્ટિ

અન્ય સમાચારો પણ છે...