Divya Bhaskar

Home » National News » In Depth » આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer

આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક

Divyabhaskar.com | Updated - May 12, 2018, 10:40 AM

જન્મ સમયે ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે, બાળકી સામાન્ય સ્કૂલમાં ભણી નહી શકે, પહેલી ટ્રાયમાં ક્રેક કરી છે UPSC

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસરની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો તેમના વિશે જાણવા માંગે છે. આ મહિલાનું નામ આરતી ડોગરા છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના જુસ્સાને સલામ કરતા તેમની તસવીરો શેર કરી રહ્યા છે. આજે અમે જણાવી રહ્યા છીએ આ IAS ઓફિસર વિશે...

    પિતા સૈન્યમાં અધિકારી


    - રાજસ્થાનમાં તાજેતરમાં જ 81 IASનું ટ્રાન્સફર થયું છે. ત્યારે ટ્રાન્સફર દરમિયાન સૌથી ચર્ચામાં આરતી ડોગરાનું નામ રહ્યું.
    - બીકાનેર અને બૂંદી જિલ્લામાં કલેક્ટર રહી ચૂકેલી આરતી ડોગરા હવે અજમેરની નવી કલેક્ટર નિયુક્ત કરવામાં આવી છે.
    - તે રાજસ્થાન કેડરની 2006 બેચની IAS છે. તેના પિતા સૈન્યમાં અધિકારી અને માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી છે.

    ડોક્ટરે સામાન્ય સ્કૂલમાં ના ભણાવવાની કરી હતી વાત
    ઉલ્લેખનીય છે કે, જ્યારે આરતીનો જન્મ થયો ત્યારે ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમની બાળકી સામાન્ય સ્કૂલમાં ભણી નહી શકે. પરંતુ તેમના માતાપિતાએ તેને સામાન્ય બાળકોની સાથે સામાન્ય સ્કૂલમાં ભણવા માટે મોકલી.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતાપિતા બન્યા સૌથી મોટી તાકાત...

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    આરતી માટે સૌથી મોટી તાકાત તેના માતાપિતા બન્યા, જેમણે આરતીને ક્યારેય અન્ય બાળકોથી અલગ ના સમજી. તેના પિતાએ શરૂઆતથી જ પ્રેરિત કરી જેથી તે ભણવા ઉપરાંત રમતગમત અને અન્ય બાબતમાં સામાન્ય બાળકોની જેમ જ ભાગ લઈ શકે.

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    જ્યાં આજે પણ સમાજ દિકરીઓને ભાર માને છે, ત્યાં આરતીના પિતા તેની દિકરીની સામે ક્યારેક તેનું નાનું કદ આવવા નથી દીધું.તેના પિતાએ માત્ર રમતગમત માટે જ પ્રોત્સાહિત ના કરી પરંતુ ઘોડે સવારી પણ શીખવી.

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    3 ફૂટ 2 ઈંચની આરતી ડોગરા દેશભરની મહિલાઓ માટે એક ઉદાહરણ બનીને સામે આવી છે. આરતીનો જન્મ દહેરાદૂનમાં થયો જ્યાં તેણે તેનો સ્કૂલનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પાછી દહેરાદૂન જતી રહી..

     

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઉલ્લેખનીય છે કે, આરતીએ પહેલી જ ટ્રાયમાં દેશની સૌથી મોટી એક્ઝામ યુપીએસસી પાસ કરી લીધા અને આઈએએસ બની ગઈ. હવે આરતી ડોગરાના જોધપુરના પ્રબંધ નિદેશક ડિસ્કોમની મેનેજિંગ ડિરેક્ટર તરફથી અજમેરના કલેક્ટરની જવાબદારી સોંપાઈ છે. બીકાનેરમાં તેણે ખુલ્લામાં શૌચથી મુક્તિ અભિયાન બંકો બિકાણોની શરુઆત કરી હતી, જેના ઘણા વખાણ થયા હતા.

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આ અભિયાનના પંજાબ, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વખાણ થયા. આટલું જ નહીં તેણ સમાજમાં ફેરફાર માટે ઘણા મોડલ રજૂ કર્યા છે, જેના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે.

  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ છે 3 ફૂટ 2 ઈંચની IAS ઓફિસર, PM મોદી પણ છે તેના ખાસ પ્રશંસક | Prime minister Narendra Modi is also fan of this 3ft 2 inch IAS officer
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending