તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારે પાંચ રાજ્યમાં જ્યારે BJP હારી રહી હતી, ત્યારે PM મોદી કરી રહ્યા હતા આ મહત્વપૂર્ણ કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. પાંચ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. લોકસભા ચૂંટણી 2019 માટે આ વિધાનસભા ચૂંટણી સેમી-ફાઈનલ તરીકે જોવાઈ રહી હતી. મંગળવારે સવારે પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ હતી. ત્યારે થોડા જ સમયમાં બદલાતા ટ્રેન્ડ્સથી આ ચૂંટણીમાં દાવ પર લાગેલી રાજકીય પાર્ટીઓમાં હલચલ દેખાઈ રહી હતી. 

 

દરરોજની જેમ નિયમિત કામમાં વ્યસ્ત જોવા મળ્યા


બદલાતા ટ્રેન્ડ્સને કારણે પાર્ટી કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક હલચલ સ્પષ્ટ પણ દેખાઈ રહી હતી, પરંતુ આ બધી ચઢ-ઉતરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચૂંટણી કાઉન્ટિંગ અને પરિણામોને લઈને કોઈ પ્રતિક્રિયા નહોતી આવી. આ બધા તણાવના માહોલ વચ્ચે પીએમ મોદી સંસદના શિયાળું સત્રમાં ભાગ લેવા માટે સંસદ પહોંચી ગયા હતા. તેમણે પાર્ટીઓને શાંતિથી સત્ર પૂર્ણ કરવા માટે મદદ પણ માંગી હતી. આ દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી, પરંતુ ત્યાં પણ ચૂંટણી પરિણામો અને બદલાતા ટ્રેન્ડ્સ પર પણ મૌન રહ્યા. ત્યારે પીએમ મોદી મંગળવારે દરરોજની જેમ પોતાના નિયમિત કામમાં વ્યસ્ત જોવા મળ્યા. તેમણે પરિણામોનાં એક દિવસ બાદ થનારા સ્વાસ્થ્ય સમ્મેલન માટે પોતાનું ભાષણ પણ તૈયાર કર્યું.

 

પરિણામોને અવગણી સંસદ ભવન પહોંચ્યા


મીડિયા અહેવાલો પ્રમાણે, પીએમ મોદીએ મંગળવારના કાર્યક્રમ વિશે પીએમ મોદીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મંગળવારનો દિવસ અન્ય દિવસની જેવો જ વ્યસ્ત દિવસ હતો. સવારથી શરૂ થયેલા કાઉન્ટિંગમાં બીજેપી પાછળ ચાલી રહી હતી, પરંતુ તેના પર કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર પીએમ મોદી સાડા દસ વાગ્યે સંસદના શિયાળું સત્ર માટે સંસદ ભવન પહોંચ્યા હતા, અહીંયા તેમણે મીડિયા સાથે કરવામાં આવતા પરંપરાગત સંવાદમાં પણ સંસદની ચર્ચાને મહત્વની ગણાવી હતી.'

 

PM મોદીએ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લીધો


તેમણે મીડિયાની સામે ચૂંટણી પરિણામો પર કોઈ પણ ટિપ્પણી ના કરી. ત્યારબાદ પીએમ મોદીએ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે, લોકસભાની આ કાર્યવાહી પૂર્વ વડાપ્રદાન અટલ બિહારી વાજપેયી અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારને શ્રદ્ધાંજલી આપવા માટે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો - BJPને સમજાયું એક-એક વોટનું મહત્વ, થોડાંક જ મત ઓછા પડ્યા અને હાથમાંથી જતા રહ્યા બે રાજ્ય

અન્ય સમાચારો પણ છે...