ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» 'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો', કેન્દ્રીય મંત્રીએ પત્રકારને આપી ઓફર | Piyush Goyal gives journalist an offer to become railway minister for single day

  'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો', કેન્દ્રીય મંત્રીએ પત્રકારને આપી ઓફર

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 02:15 PM IST

  એક મીડિયાકર્મીએ રેલ વિભાગ સંબંધિત કેટલીક સમસ્યાને લઈને સૂચનોની એક ચિઠ્ઠી રેલમંત્રીને સોંપી હતી
  • 'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો', કેન્દ્રીય મંત્રીએ પત્રકારને આપી ઓફર
   'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો', કેન્દ્રીય મંત્રીએ પત્રકારને આપી ઓફર

   નેશનલ ડેસ્કઃ રેલવે મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકારને એક દિવસ માટે રેલમંત્રી બનવાની ઓફર આપીને દેશભરના મીડિયાને ચોંકાવી દીધા છે. તેમના આ પગલાથી બધાને નાયક ફિલ્મનો સીન યાદ આવી ગયો જેમાં અમરીશ પુરી પત્રકાર બનેલા અનિક કપૂરને એક દિવસના સીએમ બનવાની ઓફર આપે છે.

   સૂચનોની ચિઠ્ઠી જોઈ મંત્રી હસવા લાગ્યા


   - મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રેલ મંત્રાલયની ઉપલબ્ધિઓ વિશે જણાવી રહ્યા હતા.
   - આ દરમિયાન એક મીડિયાકર્મીએ રેલ વિભાગ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાને લઈને સૂચનોની એક ચિઠ્ઠી રેલમંત્રીને સોંપી હતી.
   - મીડિયા અહેવાલો પ્રમાણે, મીડિયાકર્મીએ જ્યારે રેલમંત્રીને પત્ર આપ્યો, તેને જોયા બાદ રેલમંત્રી હસવા લાગ્યા.
   - ત્યારબાદ તેમણે એ કર્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. એ લેટરને જોયા બાદ રેલમંત્રીએ એ પત્રકારને એક દિવસ માટે રેલમંત્રી બનવાની ઓફર આપી દીધી.

   તમે મારી જગ્યા લો અને જાતે નિયમ-કાયદાને લાગૂ કરો


   - રેલમંત્રી પીયૂષ ગોયલે ફિલ્મ નાયકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો અને પોતાના નિયમ અને કાયદાને લાગૂ કરાવો'
   - રેલમંત્રીની આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા લોકોને લાગ્યું કે, તેઓ મજાકમાં આ વાત કરી રહ્યા છે, પરંતુ તે તેમની વાતને લઈને ગંભીર હતા.
   - તેમણે ત્યાં હાજર રેલબોર્ડના ચેરમેનને આ પ્રકારની એક મોક ઈવેન્ટ પણ આયોજિક કરવા માટે કહ્યું. જોકે,
   - આ સાથે જ એમ પણ કહ્યું કે, 'જેથી બધાનું મનોરંજન થઈ શકે.' ત્યારબાદ તેમણે કહ્યું કે, તેઓ તેના સૂચન પર જરૂર ધ્યાન આપશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 'નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લઈ લો', કેન્દ્રીય મંત્રીએ પત્રકારને આપી ઓફર | Piyush Goyal gives journalist an offer to become railway minister for single day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `