લાકડી-કુહાડીથી સજ્જ ભીડને રોકવા મહિલાએ કર્યું આવું, થઈ રહ્યા છે ભરપૂર વખાણ

સોશિયલ મીડિયા પર યુઝર્સ એડિશનલ ડિવીઝનલ ફોરેસ્ટ ઓફિસરના ભરપૂર વખાણ કરી રહ્યા

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:17 PM
People are praising of women officers for stopping crowds

નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક મહિલાના ઘણા વખાણ થઈ રહ્યા છે. આ મહિલાએ હાથમાં લાકડીઓ, તીર અને કુહાડી લઈને જંગલમાં શિકાર પર જઈ રહેલા લોકોના પગમાં બેસીને તેમને આમ ના કરવાની અપીલ કરતી દેખાઈ હતી.

આ મહિલાનું નામ પૂરબી મહતો છે જે પશ્ચિમ બંગાળના મિદનાપુરની એડિશનલ ડિવીઝનલ ફોરેસ્ટ ઓફિસર છે. યુપીના વરિષ્ઠ પોલીસ અધિકારી નવનીત સિકેરાએ તેમના ફેસબુક પેજ પર પૂરબી મહતોની અમુક તસવીરો શેર કરતા તેમના ખુબ વખાણ કર્યા છે. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પૂરબી મહતોના આ કાર્યના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

આગળ વાંચો ઘટનાની વધુ વિગતો...

People are praising of women officers for stopping crowds

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના મંગળવારની છે. અંદાજે 5 હજાર આદિવાસી ફેસ્ટીવલ હંટ માટે લાલગઢ પાસેના જંગલોમાં જઈ રહ્યા હતા. આ વિશે જેવી પૂરબી મહતોને ખબર પડી તે તેના અધિકારીઓની સાથે ત્યાં પહોંચી ગઈ. પૂરબી મહતોએ જમીન પર બેસીને આદિવાસીઓની આગળ હાથ જોડીને તેણે વિનંતી કરી કે આવું ન કરે. 

એક વેબપોર્ટલના અહેવાલા પ્રમાણે, પૂરબી મહતોએ આદિવાસીઓ સાથે કહ્યું, જો તમે હજુ પણ શિકાર માટે જવા માંગો છો તો તમે જઈ શકો ચો પરંતુ એ પહેલા તમે લાકડી અને કુહાડી વડે મારી હત્યા કરી નાખો. 

People are praising of women officers for stopping crowds

આદિવાસીઓ ફરવા લાગ્યા પરત

પૂરબી મહતોની વિનંતી બાદ મોટી સંખ્યામાં આદિવાસીઓ પાછા ફરવા લાગ્યા તો અમુકે તેની વાત ના માની અને જંગલમાં શિકાર કરવા માટે જતા રહ્યા. એક આદિવાસી સમૂહનું નેતૃત્વ કરી રહેલા દિનેન હૈમબ્રામ નામના વ્યક્તિએ કહ્યું કે, આ મહા શિકાર તહેવાર અમારી પરંપરા છે પરંતુ એ મહિલાની આંખોમાં આંસુ લઈને આપણા વૃદ્ધોને પગે લાગીને વિનંતી કરવા લાગી કે આપણે શિકાર ન કરીએ અને એટલા માટે પહેલી વાર એવું થયું છે કે અમે શિકાર કર્યા વગર પાછા જતા રહ્યા. 

જ્યારે આ મામલે વાતચીત દરમિયાન પૂરબી મહતોએ કહ્યું કે, છેલ્લા 17 વર્ષના કેરિયરમાં મેં આવું પહેલી વાર કર્યું છે.

People are praising of women officers for stopping crowds
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App