Divya Bhaskar

Home » National News » In Depth » Patna girl madhumita sharma joins Google with 1 crore annual package

ગૂગલે આ યુવતીને આપી નોકરી, 12thમાં ઓછા માર્ક્સ છતા પહોંચી સફળતાની ટોચે

Divyabhaskar.com | Updated - May 10, 2018, 11:13 AM

ગૂગલ સિવાય તેને એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મર્સિડીઝ જેવી કંપનીઓમાંથી પણ ઓફર મળી હતી

  • Patna girl madhumita sharma joins Google with 1 crore annual package
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ દુનિયાની મોટી સર્ચ કંપનીઓમાં આવતી ગૂગલે મધુમિતા નામની એક યુવતીને એક કરોડ આઠ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે નોકરી આપી છે. સોમવારે તેની નવી નોકરીને મધુમિતાએ ગૂગલની સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ઓફિસમાં ટેક્નિકલ સોલ્યુશન એન્જીનિયર તરીકે જોડાઈ પણ ગઈ છે. ગૂગલમાં નોકરી શરૂ કરતા પહેલા તેણે બેંગ્લોરમાં એપીજી કંપનીમાં કામ કરી રહી હતી. તેના પિતા પ્રમાણે, ગૂગલ સિવાય તેને એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મર્સિડીઝ જેવી કંપનીઓમાંથી પણ ઓફર મળી હતી.

    મધુમિતાએ જયપુરની આર્યા કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેની ચોથી બેચ હતી 2010-2014. આ પહેલા બારમાં ધોરણ સુધીનો અભ્યાસ તેણે પટણાની ડીએવી, વાલ્મી સ્કૂલમાંથી કર્યો. તે તેના પરિવારની કરો કે આખા ખાનદાનની વિદેશન જનારી પહેલી વ્યક્તિ છે. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલીવાર અમેરિકા ગઈ હતી. જો કે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મધુમિતાની મહેનત અને લગન સાથે જે એક વ્યક્તિની મહત્વની ભૂમિકા રહી છે તે છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફેમસ વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ.

    શું કહે છે મધુમિતાના પિતા?


    સોનપુરમાં રેલ્વે સુરક્ષા દલમાં સહાયક સુરક્ષા આયુક્ત પદ પર તહેનાન મધુમિતાના પિતા કુમાર સુરેન્દ્ર શર્મા જણાવે છે કે, રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ મધુમિતા માટે સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત છે. તેમના પુસ્તકો અને બાયોગ્રાફી તે કાયમ વાંચતી રહે છે. તેમના વિચારોથી મધુમિતાએ પ્રેરણા લીધી છે.

    આગળ વાંચો, મધુમિતા વિશે વધુ વિગતો...

  • Patna girl madhumita sharma joins Google with 1 crore annual package
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બનવા માંગતી હતી IAS


    સ્કૂલના અભ્યાસ દરમિયાન મધુમિતાને મેથ અને ફિઝિક્સ વધારે પસંદ હતું. સાથે જ ડિબેટ કોમ્પિટીશન્સમાં પણ તે ભારે ઉત્સાહ સાથે ભાગ લેતી હતી. શરૂઆતમાં મધુમિતા આઈએએસ બનવા માંગતી હતી. પણ બાદમાં તેણે એન્જીનિયરિંગને પોતાનું કેરિયર બનાવ્યું. 2010માં તેણે બાર ધોરણમાં પરીક્ષા પાસ કરવાની સાથે સાથે એન્જીનિયરિંગમાં એડમિશન પણ લઈ લીધું.

  • Patna girl madhumita sharma joins Google with 1 crore annual package
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બોર્ડમાં સારા માર્ક્સ ના આવતા સફળતા ના રસ્તાઓ બંધ નથી થતા


    સુરેન્દ્ર શર્મા જણાવે છે, મધુમિતાને બારમાં ધોરણમાં 86 ટકા આવ્યા હતા. દેશની સારી કોલેજોમાં એડમિશન લેવા માટે આટલા ગુણ સરેરાશ માનવામાં આવે છે. એવામાં તેની સફળતા આ વાતને એક વાર ફરી સાબિત કરે છે કે બોર્ડમાં બહુ સારા માર્ક્સ ના આવતા સફળતાના રસ્તાઓ બંધ નથી થઈ જતા. સુરેન્દ્ર કુમાર શર્મા પોતે સોનપુરમાં રેલ્વે સુરક્ષા દળમાં સહાયક સુરક્ષા આયુક્તના પદ પર તહેનાત છે. 

     

  • Patna girl madhumita sharma joins Google with 1 crore annual package

    કોણ-કોણ છે પરિવારમાં?


    સુરેન્દ્ર શર્માની મોટી પુત્રી રશ્મિ કુમાર હાલ ઈન્દોરની અરવિંદો મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. જ્યારે પરિવારનો સૌથી નાનો છોકરો હિમાંશુ શેખર, હાલ બેંગ્લોરની આરવી કોલેજ ઓફ એન્જીનિયરિંગથી મિકેનિકલ એન્જીનિયરિંગના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે. મધુમિતા પહેલા બિહારના જ વાત્સલ્ય સિંહને માઈક્રોસોફ્ટ તરફથી અંદાજે 1 કરોડ 20 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર નોકરી મળી હતી. લગભગ 2 વર્ષ પહેલા વાત્સલ્યને જ્યારે આ ઓફર મળી હતી ત્યારે તે આઈઆઈટી ખડગપુરમાં છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હતો. તે ખગડિયા જિલ્લાના સન્હૌલી ગામનો રહેવાસી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending