Home » National News » In Depth » nirav modi and mehul chokshi play black game with customers

મોદી-ચોક્સીની જોડીની 'કાળી રમત', 2000 રૂપિયાનો હીરો 50 વેચતો લાખમાં!

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 12:48 PM

જાહેરાત બનાવનાર ફેમસ સંગીતકાર હિમેશ રેશમિયા સાથે પણ છેતરપિંડી કરી છે

  • nirav modi and mehul chokshi play black game with customers
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ પીએનબી ગોટાળા બાદ બે મહત્વના પાત્રો, જેઓ માત્ર બેંકના પૈસા લઈને નથી ભાગ્યા, પરંતુ લોકોને ખૂબ છેતર્યા પણ છે. આ બન્નેની જોડી હેરાફેરીમાં માસ્ટર છે. તેમને ઠગના માસ્ટર કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. નીરવ મોદીને શીખવાડનાર મેહુલ ચોક્સીએ માત્ર છેતરપિંડીમાં માસ્ટર નથી. તેણે 2-3 હજાર રૂપિયાની કિંમતના હીરા લાખો રૂપિયામાં વેચ્યા છે. કંપનનું એન્ડોર્સમેન્ટ કરતા લોકોને પણ ચૂનો લગાવવામાં આવતો હતો. મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સના પૂર્વ એમડી સંતોષ શ્રીવાસ્તવે આ ખુલાસા કર્યા છે.

    તપાસ એજન્સીએ ન કરી કાર્યવાહી


    એક ટીવી ચેનલ સાથે વાત કરતા સંતોષ શ્રીવાસ્તવે દાવો કર્યો કે, મેહુલ ચોક્સી વિશે તેમણે પીએમઓ અને ઈડીને જાણકારી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ચોક્સીએ માત્ર પીએનબીને નથી છેતરી, પરંતુ તેમના માટે જાહેરાત બનાવનાર ફેમસ સંગીતકાર હિમેશ રેશમિયા સાથે પણ છેતરપિંડી કરી છે. સંતોષ શ્રીવાસ્તવે કહ્યું કે, હિમેશને એક ટીવી જાહેરાત કરવાના બદલામાં 50 લાખના હીરા આપવાનું વચન આપ્યું હતું અને જાહેરાત થઈ ગયા બાદ રેશમિયાને હીરા આપી દેવામાં આવ્યા. પરંતુ રેશમિયાએ જ્યારે તેને બીજી જગ્યાએ બતાવ્યા તો હીરાની કિંમત સાવ સામાન્ય હતી.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  • nirav modi and mehul chokshi play black game with customers
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઘણી હસ્તીઓ સાથે કરી છેતરપિંડી


    સંતોષ શ્રીવાસ્તવનાં જણાવ્યા પ્રમાણે, રેશમિયાનો એક નહીં પરંતુ અનેક કિસ્સા છે જેમાં મોટી મોટી હસ્તીઓ સાથે છેતરપિંડી થઈ છે. સંતોષે દાવો કર્યો છે કે, આટલું જ નહીં તેણે 10 ગણી કિંમત વધારીને હીરા વેચતો હતો. તેમણે દાવો કર્યો છે કે, એવા ઘણા પ્રસંગો તેમની સામે આવ્યા જ્યારે કસ્ટમરને નકલી અને ઓછી કિંમતના હીરા આપવામાં આવ્યા.

  • nirav modi and mehul chokshi play black game with customers
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    2000નો હીરો 50 લાખમાં


    સંતોષ પ્રમાણે, મેહુલ ચોક્સીએ એક ગ્રાહકને એક હીરો 50 લાખમાં વેચ્યો હતો. જ્યારે તેની વાસ્તવિક કિંમત ગીતાંજલી માટે માત્ર 2000થી 3000 રૂપિયા હતી. સંતોષે આરોપ લગાવ્યો છે કે, મેહુલ અસલી અને નકલી હીરાને મિક્સિંગ કરીને આવું કરતો હતો.

  • nirav modi and mehul chokshi play black game with customers
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આમ થતી હતી કરોડોની હેરફેર


    સંતોષે કહ્યું કે, તે જ્વેલરીની કિંમત નક્કી કરવામાં ડાયરેક્ટ જોડાયેલો નહોતો, પરંતુ આ બધુ તેની જાણકારી હેઠળ થઈ રહ્યું હતું. તેણે દાવો કર્યો કે, 'મેં ઘણી વાર આ મામલો મેહુલની સામે ઉઠાવ્યો પરંતુ તેણે કહ્યું કે, આ તારું કામ નથી. તુ તારું કામ કરે રાખ.' 

  • nirav modi and mehul chokshi play black game with customers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સંતોષે દાવો કર્યો છે કે, આ દરમિયાન ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. તેમણે કહ્યું કે, 'કંપનીનું જોર ફ્રેન્ચાઈઝી બિઝનેસ પર હતું. તેમાં 10 રૂપિયાનો સામાનની વેલ્યૂ 500 રૂપિયા બતાવીને બિલ જનરેટ કરવામાં આવતું હતું. કરોડોની રકમ ફર્મ પાસેથી લેવામાં આવતી હતી.'

     

  • nirav modi and mehul chokshi play black game with customers
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ