Home » National News » In Depth » અટલજીના કહેવાથી મોદીને જવું પડ્યું હતું ગુજરાત અને રાતોરાત મળી ગઈ'તી CMની ખુરશી | Narendra modi had to go to Gujarat when atal bihari vajpayee said

અટલજીના કહેવાથી મોદીને જવું પડ્યું હતું ગુજરાત અને રાતોરાત મળી ગઈ'તી CMની ખુરશી

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 02:21 PM

મોદી દિલ્હીમાં એક અંતિમ સંસ્કારમાં ગયા ત્યારે વડાપ્રધાન નિવાસેથી ફોન આવ્યો અને મળવા માટે કહેવાયું

 • અટલજીના કહેવાથી મોદીને જવું પડ્યું હતું ગુજરાત અને રાતોરાત મળી ગઈ'તી CMની ખુરશી | Narendra modi had to go to Gujarat when atal bihari vajpayee said

  નેશનલ ડેસ્કઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબીયત બગડ્યા બાદ જ્યારે સોમવારે(11 જૂન) તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ખબર કાઢવા માટે ગયા હતા. પીએમ મોદીએ ત્યાં લગભગ અડધો કલાક પસાર કર્યો અને ડોક્ટર્સ પાસેથી તબિયતની જાણકારી લીધી હતી. વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદથી દરેક મોટા પ્રસંગે અને પોતાના નિવેદનોમાં નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ અટલજીને યાદ કરવાનું નથી ભૂલતા. જોકે, બન્ને નેતાઓ વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ રહ્યો છે. અટલ બિહારી વાજપેયીના જ નિર્ણયથી નરેન્દ્ર મોદી આજે સત્તાના શિખર સુધીનો રસ્તો પસાર કરવામાં સફળ રહ્યા છે.

  અટલજીએ મોદીને બનાવ્યા ગુજરાતના સીએમ


  ગુજરાત 1995ની ચૂંટણીમાં બીજેપીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. શંકર સિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીને હાંસિયામાં રાખીને કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીને પાર્ટીનું કામકાજ જોવા માટે દિલ્હી બોલાવાયા હતા. 1998માં ગુજરાતમાં વચગાળાની ચૂંટણી થઈ હતી અને એક વાર ફરી બીજેપી સત્તામાં આવી હતી પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ મોદીને હજુ પણ દિલ્હીમાં જ રાખ્યા હતા અને કેશુભાઈ પટેલને ફરીથી સીએમની જવાબદારી સોંપવામાં આવી હતી.

  ભૂકંપ બાદ બદલાયા સમીકરણ


  26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપે ગુજરાતને હચમચાવી દીધું હતું. ભૂકંપથી ઘણું નુકસાન થયું હતું અને તત્કાલિન રાજ્ય સરકાર પરિસ્થિતિને પહોંચી વળવામાં નિષ્ફળ દેખાઈ હતી. લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી હતી. જેનો નમૂનો 2001માં થયેલી વિધાનસભા પેટા ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં તમામ 3 સીટ પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પાર્ટીમાં સીએમ કેશુભાઈ પટેલ સામે વિરોધના સૂર ઉઠવા

  લાગ્યા હતા. પેટા ચૂંટણીની હારે કેશુભાઈ વિરુદ્ધ માહોલ ઉભો કરી દીધો હતો. પરિણામે, કેશુભાઈએ તબિયતનો હવાલો આપીને રાજીનામું આપી દીધું હતું.

  વાજપેયીએ કર્યો મોદીને ફોન


  મીડિયા અહેવાલો પ્રમાણે, ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી દિલ્હીમાં એક અંતિમ સંસ્કારમાં ગયા હતા. તે સમયે તેમની પાસે વડાપ્રધાન નિવાસેથી ફોન આવ્યો અને આવીને મળવા માટે કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ત્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે દિવસે વાજપેયી સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બનવા માટે રવાના થયા. ત્યારબાદ 2002, 2007 અને 2012માં પણ તેઓ ગુજરાતના સીએમ બન્યા અને 2014માં દેશના વડાપ્રધાનની ખુરશી સંભાળવાની તક મળી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ