Divya Bhaskar

Home » National News » In Depth » | Mukesh Ambani replied a girl who marry a boy with 100 crore salary

'100 કરોડના માલિકને પરણવું હોય તો શું કરું?' મુકેશ અંબાણીનો આ જવાબ છોકરી જિંદગીભર નહીં ભૂલે

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 06:38 PM

યુવતીના સવાલનો મુકેશ અંબાણીએ હટકે અને ચોંકાવનારો જવાબ આપ્યો હતો

  • | Mukesh Ambani replied a girl who marry a boy with 100 crore salary
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પૂજા ચૌહાણ નામની યુવતીએ મુકેશ અંબાણી પાસેથી ટિપ્સ માગી હતી.

    નેશનલ ડેસ્કઃ વિશ્વ વિખ્યાત ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો 19મી એપ્રિલને ગુરુવારના રોજ જન્મદિવસ છે. રિલાયન્સના એમડી મુકેશ અંબાણીના જન્મદિવસે ટોચના ઉધોગપતિઓ અને રિલાયન્સ પરિવાર તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવશે. મુકેશ અંબાણીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ટોચના ઉધોગપતિમાં ગણતરી થાય છે. આ પ્રસંગે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી યુવતીની પોસ્ટ જેમાં, એક યુવતીના સવાલ પર મુકેશ અંબાણીએ આપેલો રસપ્રદ જવાબ જણાવી રહ્યા છીએ.

    સોશિયલ મીડિયા પર એક યુવતીની પોસ્ટ અને તેને મુકેશ અંબાણીએ આપેલા જવાબની પોસ્ટ વાયરલ થઈ હતી. આ યુવતીએ જણાવ્યું હતું કે, તે વર્ષે 100 કરોડ રૂપિયા કમાતા યુવકને પરણવા માગે છે. કારણ કે વર્ષે 2 કરોડની આવક ધરાવતા પણ હવે મિડલ ક્લાસમાં આવે છે. આ સાથે યુવતીએ જણાવ્યું હતું કે, તે લાલચી નથી પણ જે ઈચ્છે છે તે પ્રામાણિકતાથી બધાની સામે જણાવી રહી છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...

  • | Mukesh Ambani replied a girl who marry a boy with 100 crore salary
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    યુવતીની પોસ્ટને ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીએ વાંચી અને તેને હટકે અને ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

    યુવતીએ પૂછ્યાં હતા આ પ્રશ્નો...


    - પૂજા ચૌહાણ નામની યુવતીએ જણાવ્યું હતું કે, તે હવે 25 વર્ષની થઈ જશે અને દેખાવે પણ સુંદર છે. તેણે એક ફોરમ પર મુકેશ અંબાણી પાસે કરોડપતિ કુંવારા યુવકને પરણવા માટેની ટિપ્સ માંગતા અમુક પ્રશ્નો પૂછ્યાં હતા. 
    - સૌથી ધનિક કુંવારા યુવકો ક્યાં હેંગઆઉટ કરે છે ?
    - મારે મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા કેટલી વયના યુવકોને ટાર્ગેટ કરવા જોઈએ ?
    - મોટાભાગના ધનિકોની પત્ની સામાન્ય લુક ધરાવતી જ કેમ હોય છે ? મે ઘણી સામાન્ય દેખાવ ધરાવતી યુવતીઓને ધનિકોને પરણતા પણ જોઈ છે.
    - તમે કેવી રીતે નક્કી કરશો કે કોણ તમારી પત્ની બનશે અને કોણ માત્ર ગર્લફ્રેન્ડ ?

  • | Mukesh Ambani replied a girl who marry a boy with 100 crore salary
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ અંબાણીએ કહ્યું કે, એક બિઝનેસમેન તરીકે તમારી સાથે લગ્ન કરવા એ નુકસાનનો સોદો સાબિત થશે.

    મુકેશ અંબાણીએ આપ્યો આ જવાબ....


    મુકેશ અંબાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, "મેં(મુકેશ અંબાણી, ચેરમેન રિલાયન્સ ગ્રુપ)એ તમારી પોસ્ટને સારી રીતે વાંચી. મને લાગ્યું કે, તમારા જેવા પ્રશ્નો અન્ય યુવતીઓને પણ થતા હશે જેના જવાબ હું પ્રોફેશનલ રોકાણકાર તરીકે આપીશ. મારી આવક 100 કરોડ કરતા વધારે છે અને તે તમારી માંગને બંધ બેસતી છે. તેનો અર્થ એવો થાય છે કે હું અહીં ટાઈમપાસ કરવા માટે નથી આવ્યો. એક બિઝનેસમેન તરીકે તમારી સાથે લગ્ન કરવા એ નુકસાનનો સોદો સાબિત થશે. તેનું કારણ એકદમ સામાન્ય અને સરળ છે. તમે સુંદરતા વેચી રહ્યાં છો પૈસાના બદલે. જોકે તમારી સુંદરતા સમય સાથે ઓછી થતી જશે. જ્યારે કે મારા પૈસા સાથે એમ નહીં થાય. યોગ્ય નિર્ણય સાથે મારા પૈસામાં વધારો થતો રહેશે. આ જ કારણે હું એક મહત્વપૂર્ણ મિલકત છું અને તમે એક મોટો ઘસારો સાબિત થઈ શકો છો. તમારી સુંદરતાની કિંમત 10 વર્ષ બાદ ઘણી ઘટી જશે. તેથી તમારે 100 કરોડ ધરાવતા મૂર્ખ કુંવારા કરોડપતિ યુવકને પરણવાને બદલે જાતે જ આગળ વધવું જોઈએ. જેથી તમે પોતે વર્ષે 100 કરોડની આવક ધરાવતા થઈ જાવ."

  • | Mukesh Ambani replied a girl who marry a boy with 100 crore salary
    મુકેશ અંબાણીએ આપેલા જવાબની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending