આ બ્લાઈન્ડ બોય તેના દ્રઢ મનોબળથી બન્યો 400 કરોડ રૂપિયાનો માલિક, બાળપણમાં હતી જિંદગી હતી પડકારજનક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર બેસાડવામાં આવતો, એટલે નહીં કે તે ઘણો લાંબો હતો. શિક્ષકોને ભણાવવામાં મુશ્કેલી પડતી, એટલે નહીં કે તે વર્ગખંડમાં મન લગાવીને ભણતો નહોતો. પીટીના પીરીયડમાં તેને બહાર કાઢવામાં આવતો એટલા માટે નહીં કે તે દોડી નહોતો શકતો. તેના સાથીમિત્રો તેનાથી દૂર બેસતા, એટલા માટે નહીં કે તે રમતો નહોતો. તેને આર્ટસ લેવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરાયો, એટલે નહીં કે તે વિજ્ઞાન અને ગણિતમાં નબળો હતો. IITએ કહ્યું કે તેને એડમિશન ના મળે, એટલે નહીં કે તે અયોગ્ય હતાં. આ બધાની પાછળ હતું માત્ર એક જ કારણ- કે તે દ્રષ્ટિહીન છે. 

 

બાળપણમાં કર્યો ક્રૂર ટીકાનો સામનો


શ્રીકાંત બોલા નામના યુવક માટે માટે દુનિયા ખૂબ જ પડકારજનક હતી. બાળપણમાં તેને એવી ક્રૂર ટીકાનો સામનો કરવો પડ્યો છે, જેને સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. શ્રીકાંત આજે 27 વર્ષનો છે. અનેક જગ્યાએ તેની અવગણના થઈ છે અને તેને ક્રૂર ટીકાનો પણ સામનો કર્યો છે. તેમ છતાં તેનું મનોબળ ક્યારેય તૂટ્યું નથી. તે કોઈ રિંગના બોક્સર જેવો એક ફાઈટર છે. 

 

IITને પોતાના અંદાજમાં આપ્યો જવાબ


જ્યારે આંધ્ર પ્રદેશ શિક્ષણ બોર્ડે ઈન્ટરમીડિએટમાં શ્રીકાંતને મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી લેવાની મંજૂરી ના આપી તો તે કાયદાકીય લડાઈ લડ્યો અને જીત મેળવી. દ્રષ્ટિહીન હોવાથી જ્યારે તેની સાથે IITએ ભેદભાવ કર્યો તો તેણે દેશની આ સર્વશ્રેષ્ઠ એન્જિંનિયરીંગ ઈન્સ્ટિટ્યુટને પોતાના અંદાજમાં જવાબ આપવા વર્લ્ડ ફેમસ MITમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. તેણે પીટીના વર્ગમાંથી દૂર કરાયા તો તેમણે રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ અને શતરંજ પણ રમી.

 

અભ્યાસ બાદ ભારત આવ્યો અને કરી બોલેન્ટની સ્થાપના


2012માં MITમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી શ્રીકાંત બોલા ભારત પરત ફર્યો અને બોલેન્ટની સ્થાપના કરી. બોલેન્ટ ઈન્ડસ્ટ્રીઝના 7 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપનીના આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સ્થિત યુનિટમાં પાંદડા અને ઉપયોગમાં લેવાતા કાગળથી ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગ બનાવવામાં આવે છે. 2012થી જ બોલેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માસિક 20 ટકાના દરથી વિકાસ કરી રહી છે. આજે કંપનીની 7 ફેક્ટરીઓમાંથી મહિને 10 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે.

 

કંપનીમાં આજે 600 કર્મચારીઓ જેમાં 40-50 ટકા વિકલાંગ


કંપનીના સ્ટોર્સની એક મજબૂત રિટેલ ચેન છે. સપ્ટેમ્બર 2017માં જ કંપનીની વેલ્યૂ 413 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. હવે શ્રીકાંતનો ગોલ તેની કંપનીને 1200 કરોડ રૂપિયા પહોંચાડવાનો છે. તેને આશા છે કે, નાણાંકીય વર્ષ 2019માં કંપનીનુ ટર્નઓવર 150 કરોડ રૂપિયા પહોંચશે. તેની કંપનીમાં 600 કર્મચારીઓ છે, જેમાંથી 40-50 ટકા કર્મચારી વિકલાંગ છે.

 

આ પણ વાંચો - ઈન્ડિગો વિમાનમાં મુસાફર પર પડ્યો બ્લેક કોબ્રા, ચાલાકીપૂર્વક બચાવ્યો જીવ

અન્ય સમાચારો પણ છે...