Home » National News » In Depth » Maruti Baleno going up on the roof of a house

ક્યારેય જોયું છે આવું? કાર 16 ફૂટ ખીણ કૂદી પહોંચી ગઈ ધાબે અને થઈ ગઈ પાર્ક!

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 05:11 PM

રોડ પાસેની રેલિંગ તોડીને સામેના એક ઘરની છત પર પહોંચી ગઇ

  • Maruti Baleno going up on the roof of a house
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ તમે હેરી પોટર મૂવીમાં ઉડતી કારનો કિસ્સો જોયો હશે, પણ તે મેઝિક સ્ટોરીની ફિલ્મ હતી. હકીકતમાં હવામાં ઉડતી કાર કોઈ ઘરના ધાબા પર જઈને ઊભી રહી જાય આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. તમને કદાચ મજાક લાગે પરંતુ આ એકદમ સાચું છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશના સરકાઘાટમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો સમગ્ર ઘટના...

  • Maruti Baleno going up on the roof of a house
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હિમાચલ પ્રદેશના સરકાઘાટમાં નેશનલ હાઈવે-70 પર એક બલેનો કારને બંસીલાલ નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. હવે ડ્રાઈવિંગની ધુનમાં તેણે સ્ટીયરિંગ ફરાવવા અને ક્લચ દબાવીને સ્પીક કન્ટ્રોલ કરવાના બદલે એક્સીલેટર પર પગ રાખી દીધો. જેનું પરિણામ એ આવ્યું કે, કાર અચાનક હવામાં ઉછળી ગઈ અને આશ્ચર્યજનક રીતે ઉડીને અંદાજે 12 ફૂટ દૂર એક મકાનના ધાબા પર જઈને પાર્ક થઈ ગઈ. કારના ધક્કાથી ધાબા પર રાખવામાં આવેલી 500 લીટરની ટાંકી તો ચૂરચૂર થઈ ગઈ હતી પણ કોઈ ગંભીર નુકશાન નથી થયું. ખાસ વાત તો એ રહી કે, કારનો ડ્રાઈવર પૂર્ણ રીતે સુરક્ષિત છે અને કારમાં બસ સામાન્ય સ્ક્રેચિસ પડ્યા છે.

  • Maruti Baleno going up on the roof of a house
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જે સમયે કાર ધાબા પર પડી તે સમયે ઘરમાં બેઠેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એ લોકોને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું કે, આખરે આ થયું શું. તેના ધાબા પર આટલો અવાજ શા માટે. જ્યારે તેઓ દોડીના ધાબા પર પહોંચ્યા તો બધો નજારો જોઈને ચોંકી ગયા. ત્યારબાદ મકાન માલિકે કાર માલિકને પોતાના નુકશાન વિશે જાણકારી આપી. જો કે, તરત બન્ને વચ્ચે વાત થઈ ગઈ.

     

  • Maruti Baleno going up on the roof of a house

    હિમાચલ પ્રદેશમાં સરકાઘાટથી 5 કિમીટરે પરસદા પાસે નિવૃત્ત ફોજી બંશીરામે ઓવર સ્પીડ બોલેરો કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કારની સ્પીડ એટલી હતી કે રોડ પાસેની રેલિંગ તોડીને સામેના એક ઘરની છત પર પહોંચી ગઇ હતી. ઘર અને રોડ વચ્ચે 16 ફૂટની ખાઇ હતી. છતાં તેને કૂદીને છત પર પાણીની ટાંકીને પણ તોડી અટકી ગઇ હતી. સારું હતું કે બંશીરામ સહિત કારમાં સવાર બંને મહિલાને કોઇ ઇજા થઇ ન હતી. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ