કાળા દીકરાને ગોરો કરવા માતાએ પથ્થરથી ઘસ્યો, છેવટે થયું આવું

બાળક કાળો હોવાના કારણે તકલીફ હતી, તેનો કાળો રંગ દૂર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 05:09 PM
Madhya pradesh woman scrubs boy with stone to make him fair

નેશનલ ડેસ્કઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક માતાએ તેના બાળકોને ધોળો કરવા માટે પથ્થરથી એટલો ઘસ્યો કે બાળકના શરીર પર ઘા પડી ગયા. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પોલીસ અને ચાઈલ્સ લાઈનને કોઈએ ફોન કરીને મહિલાના આ કાવતરાની જાણકારી આપી.

એક વેબપોર્ટલના અહેવાલ અનુસાર, આરોપી સુધા તિવારી એક સરકારી સ્કૂલમાં ટીચર છે. તેમણે આ બાળકને ઉત્તરાખંડ સ્થિત માતૃછાયા પાસેથી અંદાજે એક વર્ષ પહેલા દત્તક લીધો હતો.

આગળ વાંચોઃ શું કહ્યું ફરિયાદકર્તાએ?

Madhya pradesh woman scrubs boy with stone to make him fair

શું કહ્યું ફરિયાદકર્તાએ? 

ફરિયાદકર્તા શોભના શર્માએ જણાવ્યું કે, આરોપી સુધા બાળકને દત્તક લઈને ભોપાલ લાવી હતી. તેને પહેલેથી જ બાળક કાળો હોવાના કારણે તકલીફ હતી. તેનો કાળો રંગ દૂર કરવા માટે તેણે ઘણી જગ્યાએ પ્રયાસ કર્યા, પણ સફળતા ન મળી. ત્યારબાદ તેણીને કોઈએ સલાહ આપી કે બાળકના શરીર પર કાળો પથ્થર ઘસવામાં આવે તે તો ગોરો થઈ જશે. ત્યારબાદ મહિલાએ બાળકને કાળા પથ્થરથી ઘસવાનું શરૂ કરી દીધું. જેનાથી તેના શરીર પર મોટા ઘા પડ્યા.

Madhya pradesh woman scrubs boy with stone to make him fair

જ્યારે તેની માહિતી પોલીસ અને ચાઈલ્ડ લાઈનને મળી તો બાળકને મુક્ત કરાવ્યો અને હમીદિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે બાળકને ચાઈલ્ડ વેલફેર કમીશનની સામે રજૂ કરવામાં આવશે.

Madhya pradesh woman scrubs boy with stone to make him fair

શોભનાનો આરોપ છે કે, નિયમ પ્રમાણે દત્તક લીધા બાદ માતૃછાયાને બાળકના સમાચાર લેવા જોઈતા હતા, પરંતુ એવું ન કર્યું. તેમણે કહ્યું કે, સુધાને સમજાવ્યા છતા તે ના માની, એટલા માટે ચાઈલ્ડ લાઈન અને પોલીસ પાસે તેને જવું પડ્યું.

X
Madhya pradesh woman scrubs boy with stone to make him fair
Madhya pradesh woman scrubs boy with stone to make him fair
Madhya pradesh woman scrubs boy with stone to make him fair
Madhya pradesh woman scrubs boy with stone to make him fair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App