શ્રીદેવીએ કરી હતી અબજો રૂપિયાની કમાણી, છોડી ગઈ આટલી સંપત્તિ

એક સમયે કંગાળ આર્થિક સ્થિતિના કારણે બોની કપૂરે નોકરી કરવાનો નિર્ણય કર્યો હતો

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 10:08 AM
Know how much net worth of bollywood actress sridevi

નેશનલ ડેસ્કઃ અચાનક નિધનથી સમગ્ર બોલિવૂડ જગતમાં આઘાત આપનાર પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી પોતાની કારકિર્દીમાં અનેક ઊંચાઇઓ પર પહોંચી હતી. માત્ર 54 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું પરંતુ આટલી નાની ઉંમરે શ્રીદેવીએ પોતાની ફિલ્મ્સ થી અબજો રૂપિયાની કમાણી કરી હતી. અહેવાલો પ્રમણે શ્રીદેવી અને તેમના પતિ બોની કપૂરની કુલ સંપત્તિ 3.5 કરોડ ડોલર એટલે કે અંદાજે 227.5 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, 2011માં એવા પણ અહેવાલો આવ્યા હતા કે, લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી અને તેના પતિ બોની કપૂરની આર્થિક હાલત કંગાળ થઈ ગઈ છે. આ સમયે બોની કપૂરે 56 વર્ષે એક કોર્પોરેટ કંપનીમાં નોકરી કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે બોનીના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મો વોન્ટેડ અને નો એન્ટ્રીએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો પરંતુ અન્ય બે ફિલ્મો માટે બોનીએ દેવું કર્યું હતું. જેને કારણે બોની કપૂરની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. બોનીએ દેવું ચૂકવવાની સાથે સાથે પોતાની હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ પણ મેઈનટેઈન રાખવાની હતી, જેને કારણે બોનીએ એક એન્ટરટેઈન્મેન્ટ ચેનલના હેડ બનવાનો નિર્ણય કર્યો છે. એ વાત પણ ચર્ચાતી હતી કે, શ્રીદેવી અને બોની કપૂર પોતાની લાઈફ સ્ટાઈલ પાછળ રૂપિયા 25 લાખ ખર્ચતા હતા. જેમાં શ્રીદેવીના મોંઘા કપડાં અને કોસ્મેટિકનો પણ સમાવેશ થચો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શ્રીદેવીની આવક તથા સંપત્તિ વિશે વધુ વિગતો...

Know how much net worth of bollywood actress sridevi

લક્સ અને તનિષ્કની  બ્રાન્ડ એમ્બેસેડર


શ્રીદેવી જ્યારે પોતાના કેરિયરની ઊંચાઈએ હતી તો તે સમયે અનેક મલ્ટી નેશનલ કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા માટે તેમને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરતી હતી. લાંબા સમય સુધી શ્રીદેવીએ હિન્દુસ્તાન યુનિલિવરના સાબુ લક્સ માટે પ્રચાર કર્યો હતો, આ સિવાય ટાટાની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક માટે પણ પ્રચાર કર્યો.

Know how much net worth of bollywood actress sridevi

મોંઘી કારોનો હતો શોખ


અહેવાલો પ્રમાણે, શ્રીદેવીને મોંઘી કાર્સનો બહુ શોખ હતો, પોર્શ કેયેન તેમની મનગમતી કાર હતી અને આ કાર તેમના મુંબઈ સ્થિત અંધેરી વેસ્ટ બંગલા પર રહેતી હતી. આ સિવાય શ્રીદેવી પાસે મોંઘી ઓડી અને ફોર્ડની કાર્સ પણ હતી. તાજેતરમાં જ તેમણે 2 કરોડ રૂપિયામાં નવી બેન્ટલે કાર ખરીદી હતી.

Know how much net worth of bollywood actress sridevi

વાર્ષીક કમાણી 13 કરોડ રૂપિયા


15 વર્ષ બાદ શ્રીદેવીએ ઈંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ સાથે બોલિવૂડમાં વાપસી કરી હતી. અહેવાલો પ્રમાણે, આ ફિલ્મે અંદાજે 78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાબાદ શ્રીદેવીએ દરેક ફિલ્મ માટે 3.4-4.5 કરોડ રૂપિયા લેવાનું શરૂ કરી દીધું હતું. અહેવાલો પ્રમાણે તેમની વાર્ષીક કમાણી લગભગ 20 લાખ ડોલર એટલે કે અંદાજે 13 કરોડ રૂપિયા હતી.

Know how much net worth of bollywood actress sridevi

3 બંગલાની માલિક હતી શ્રીદેવી


શ્રીદેવી લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે, તેમણે પોતાનું ફિલ્મ કેરિયર માત્ર 4 વર્ષની ઉંમરે શરૂ કરી દીધું હતું. એટલે કે 54 વર્ષની ઉંમરમાંથી 50 વર્ષ સુધી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનેલી રહી. ફિલ્મમાંથી થયેલી કમાણીથી શ્રીદેવીએ પોતાના માટે મુંબઈમાં મોંઘા બંગલા ખરીદ્યા હતા. અહેવાલો પ્રમાણે શ્રીદેવી 3 બંગલાની માલિક હતી

 

X
Know how much net worth of bollywood actress sridevi
Know how much net worth of bollywood actress sridevi
Know how much net worth of bollywood actress sridevi
Know how much net worth of bollywood actress sridevi
Know how much net worth of bollywood actress sridevi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App