Home » National News » In Depth » રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi

રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ

Divyabhaskar.com | Updated - May 09, 2018, 04:48 PM

યુએસના ફેશન હાઉસમાં ઈન્ટર્ન હતી અદિતિ, આ કારણે આવી ગઈ ઈન્ડિયા

 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ રાયબરેલીથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહ રાહુલ ગાંધી સાથે લગ્ન નક્કી થવાની અફવાહને લઈને પરેશાન છે. સોશિયલ મીડિયા પર આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે, તેના અને રાહુલ ગાંધીના લગ્ન આ વર્ષે મે મહિનામાં થશે. અફવાહ પર બ્રેક મારતા અદિતીએ સોશિયલ એકાઉન્ટમાં પર પોસ્ટ કરી કે, "છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર જે અફવાહ ફેલાવાઈ રહી છે તેનાથી હેરાન થઈ ગઈ છું. રાહુલજી ના માત્ર અમારી પાર્ટીના અધ્યક્ષ છે પરંતુ તે મારા મોટા ભાઈ જેવા છે. હું તેમનું બહુ સન્માન કરું છું. તમને બધાને વિનંતી છે કે, લગ્ન સંબંધિત કોઈ અફવાહ પર ધ્યાન ના આપો."

  ગત વર્ષે બીજેપીની લહેર વચ્ચે કોંગ્રેસની ટિકીટ પર જીતેલી અદિતિએ Bhaskar.com સાથે તેની પર્સનલ લાઈફ સંબંધિત વાતો શેર કરી હતી. તેણે પિતા અખિલેશ પ્રતાપ સિંહની રાજનૈતિક વારસો સંભાળવા માટે ફેશન વર્લ્ડના કેરિયરને છોડી દીધું છે.

  રાહુલને પસંદ આવ્યો હતો તેનો વિચાર

  અદિતિ કોંગ્રેસ નેતા છે અને રાહુલ ગાંધીના ટચમાં રહે છે. તેણે જણાવ્યું કે, "મારી રાહુલજી સાથે ઘણી વાર મુલાકાત થઈ છે. મને સમજાયું કે તેઓ યંગસ્ટર્સને સપોર્ટ કરે છે. એક વાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મને પૂછ્યું હતું, ઈલેક્શનની તૈયારી થઈ રહી છે, આ સિવાય બીજું શું કરવા માંગે છે? મેં તેમની સામે ગામમાં સાઈલેન્ટ ચોપાલ કરાવવાનો આઈડિયા શેર કર્યો, જે તેમને ઘણો ગમ્યો હતો. તેમણે કેટલાક સજેશન્સ પણ આપ્યા."

  કેવો હશે અદિતિનો ડ્રીમ હસબન્ડ

  - અદિતિ 30 વર્ષની છે અને સિંગલ છે. લગ્નના પ્લાન્સ પર તેણે જણાવ્યું કે, "હાલ હું મારા વિસ્તારમાં કામ પર ધ્યાન આપવાનું જ પસંદ કરીશ. લગ્ન માટે જે પેરેન્ટ્સ કહેશે, એ જ થશે. મને અત્યાર સુધી કોઈ વાતને લઈને રોક-ટોક રહી નથી, છતા પણ તેમની મરજી પ્રમાણે લગ્ન કરીશ."
  - તેમનો ડ્રીમ હસબન્ડ કેવો હશે, તેના પર તેણે કહ્યું કે, "તે સંસ્કારી હશે અને તેના ભવિષ્યને લઈને તેનું માઈન્ડ ક્લીયર હશે. તેની પોતાની કંઈક ઓળખ હોવી પણ જરૂરી છે."

  આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  6 વર્ષની ઉંમરે પેરેન્ટ્સે મોકલી હતી બોર્ડિંગ સ્કૂલ

  - અદિતિ જણાવે છે, "મેં મસૂરી ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. હું ત્યારે 6 વર્ષની હતી. પેરેન્ટ્સ મને બોર્ડિંગ સ્કૂલ મૂકી આવ્યા. મને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ મેં સ્કૂલમાં ક્યારેય તેને બહાર ના આવવા દીધો. હું બહુ સીધી અને શરમાળ છોકરી હતી, કોઈની સાથે મતલબ રાખી નહોતી. પરંતુ જ્યારે ઘરે જતી હતી, તો મારો બધો ગુસ્સો કઝિન્સ પર કાઢતી. આ કારણે જ મારા પરિવારમાં મારી ઈમેજ એક દબંગ યુવતીની છે."
  - "સ્કૂલ બોર્ડિંગ હતું, મેં પણ બાળપણથી સેલ્ફ ડિપેન્ડેન્ટ રહેવાનું શીખી લીધું. સવારે ઉઠીને તૈયાર થવું, જૂતા પોલીશ કરવા, જેવા કામ જાતે જ કર્યા."
  - "પપ્પા દર ત્રીજા મહિને મળવા આવતા હતા અને માતા દર મહિના. તેને જોઈને ખુશ થઈ જતી હતી. હું પપ્પાથી થોડી ડરતી હતી, ઘરે આવવા માટે મમ્મીને ખુબ ઈમોશનલ બ્લોકમેલ કરતી હતી. તેમને કહેતી- મને આટલી દૂર કેમ મોકલી? કોઈ નાની બાળકીને આટલી દૂર મોકલે? મને લાગતું હતું કે, તે મને ઘરેથી જ રોકી લેશે, પરંતુ આવું ના થયું."

 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઐશ્વર્યા રાયે કહ્યું હતું- તું મારી નાની બહેન છે

  - અદિતિ જણાવે છે કે, "બોલિવૂડમાં ઐશ્વર્યા રાય મારી ફેવરેટ છે. તેની બ્યૂટી બધાથી અલગ છે. એક વાર મુંબઈ પ્રવાસ દરમિયાન મેં પપ્પાને કહ્યું કે, મારે ઐશ્વર્યાને મળવું છે. ત્યારે તાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પપ્પાએ કોઈ સાથે વાત કરી અને અડધા કલાક બાદ શૂંટિંગ સ્પોટથી ફોન આવ્યો. તમે અહીંયા આવી જાવ."
  - "હું ઐશ્વર્યાને મળવા પહોંચી. તે સામેથી ખરેખર બહુ સુંદર છે. મારી તેની સાથે લગભગ 25 મિનિટ સુધી વાત થઈ. મેં તેમના વખાણ કર્યા તો કહ્યું- તું મારી નાની બહેન છે, યૂ આર સો બ્યૂટીફુલ."
  - ઐશ્વર્યા સિવાય અદિતિને રાજપાલ યાદવની એક્ટિંગ સૌથી અલગ લાગે છે. તેને ડીડીએલજે, હમ આપકે હૈ કોન, ભૂલ ભૂલૈયા, માલામાલ વીકલી, તાલ અને ડર મૂવી તેના ફેવરેટ છે.

 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  યુએસના ફેશન હાઉસમાં ઈન્ટર્ન હતી અદિતિ, આ કારણે આવી ગઈ ઈન્ડિયા
  - અદિતિ જણાવે છે કે, "મેં અમેરિકાની ડ્યૂક યૂનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે. ડિગ્રી દરમિયાન જ મેં ત્યાં એક ફેશન હાઉસમાં 4 મહિનાની અનપેઈડ ઈન્ટર્નશિપ કરી. હું હાઈપ્રોફાઈલ માહોલમાં રહેતી હતી."
  - "વચ્ચે મારા ઘરે રાય બરેલી આવવાનું થયું. ઘણા સમયથી ઘરની બહાર રહેવાના કારણે હું અહીંયાના માહોલથી અજાણ હતી. શહેરના ગરીબો જે સ્થિતિમાં રહેતા હતા, તે જોઈને હું અંદરથી હલી ગઈ. ઘરની બહાર એક બાળક મળ્યું. તેણે ફાટેલા કપડા પહેર્યા હતા. તેણે મને કહ્યું, દીદી મારી સાથે રમશો? મેં હા તો પાડી દીધી, પરંતુ તેની હાલત જોઈને ઘણું અજીબ લાગી રહ્યું હતું. તેણે કહ્યું- તમે મારી સાથે રોજે રમો, વિદેશ ના જાઓ અને અહીંયા જ રહો."
  - "બાળકની વાત સાંભળ્યા બાદ મેં વિચાર્યું, હું મારી જિંદગી સાથે શું કરી રહી છું? શું હું આગામી જીવન ફેશન મોડલ્સની જેમ પસાર કરીશ કે મારી સોસાયટી માટે કંઈક કરીશ. ત્યારે મેં રાજકારણમાં આવવાનો કડક નિર્ણય લીધો. હું મારા પિતાની જેમ લોકોની સેવા કરવા માંગું છું."

 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • રાહુલ ગાંધી સાથે જેનું નામ જોડાયું એ કોણ છે US રીટર્ન સુંદર યુવતી? પ્રિયંકા ગાંધીની છે ખાસ | know about that girl who trashes rumours of her marriage with Rahul Gandhi
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ