Home » National News » In Depth » જીવ જોખમમાં મૂકી એર હોસ્ટેસે 10 મહિનાના બાળક માટે માર્યો કૂદકો, બચાવ્યો જીવ | jet airways air hostess saves 10 month old baby

માતાના ખોળામાંથી લપસી ગયું 10 મહિનાનું બાળક, એર હોસ્ટેસે આ રીતે બચાવ્યો જીવ

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 05:37 PM

મહિલા નાના બાળક સાથે પ્રવાસ કરી રહી હતી અને તેને મુંબઈથી અમદાવાદ આવવાનું હતું

  • જીવ જોખમમાં મૂકી એર હોસ્ટેસે 10 મહિનાના બાળક માટે માર્યો કૂદકો, બચાવ્યો જીવ | jet airways air hostess saves 10 month old baby
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ જેટ એરવેઝની એક એર હોસ્ટેસે માતાના હાથમાંથી પડી રહેલા બાળકને બચાવીને બધાનું દિલ જીતી લીધું છે. ગત મહિને ઘટના મુંબઈ એરપોર્ટ પર બની. પરંતુ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એર હોસ્ટેસના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. એર હોસ્ટેસના કારણે માતાના ખોળામાંથી પડેલા 10 મહિનાના બાળકને કોઈ ઈજા થઈ નથી.

    એક મહિલા નાના બાળક સાથે પ્રવાસ કરી રહી હતી અને તેને અમદાવાદ આવવાનું હતું. ચેક ઈન બાદ સુરક્ષા તપાસ માટે તે કાઉન્ટર પર જઈ રહી હતી. ત્યારે અચાનક તેનું બાળક હાથમાંથી લપસી ગયું.

    બાળકને બચાવનારી એર હોસ્ટેસનું નામ મિતાંશી વૈદ્યા છે. એક પ્રાઈવેટ કંપનીમાં એમડી અને બાળકની માતા ગુલાફા શૈખે કહ્યું, 'નસીબથી એક યુવતીએ મારા બાળકને બચાવી લીધું. તેણે તેની પરવાહ કર્યા વગર કૂદકો મારીને બાળકને પકડી લીધું. આ દરમિયાન એર હોસ્ટેસના મોઢા પર ઈજા પણ થઈ. કદાચ કાયમ માટે તેના નાક પર આ નિશાન રહી જશે.'

    ગુલાફાએ જેટ એવેઝને પત્ર લખીને તેની એર હોસ્ટેસના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે, મહિલા જે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહી હતી તે જેટ એરવેઝ નહી પરંતુ અન્ય પ્રાઈવેટ કંપનીનું પ્લેન હતું.

    જેટ એરવેઝે ઘટનાની પૃષ્ટિ કરી છે. એરવેઝે કહ્યું કે, અમને મિતાંશી પર ગર્વ છે. તે જૂન 2016થી જ કેબિન ક્રૂ તરીકે કામ કરી રહી છે. ગુલાફાએ તેના પત્રમાં લખ્યું છે કે, તેણે વૈદ્યા પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો, પરંતુ તેણે કંપની પોલિસીના કારણે ના આપ્યો. તેણે કહ્યું કે, 14 વર્ષના લગ્ન બાદ તેમને બાળક થયું હતું. ગુલાફાએ તેનો આભાર માનીને કંઈક ગિફ્ટ કરવા માંગતી હતી, પરંતુ વૈદ્યાએ કહ્યું કે, 'દુઆઓ મેં યાદ રખના'

  • જીવ જોખમમાં મૂકી એર હોસ્ટેસે 10 મહિનાના બાળક માટે માર્યો કૂદકો, બચાવ્યો જીવ | jet airways air hostess saves 10 month old baby
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • જીવ જોખમમાં મૂકી એર હોસ્ટેસે 10 મહિનાના બાળક માટે માર્યો કૂદકો, બચાવ્યો જીવ | jet airways air hostess saves 10 month old baby
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending