ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ભારતીય વડાપ્રધાને મોકલેલા વિમાનમાં દિલ્હી પહોંચ્યા'તા ચીની PM | india sent air india plane

  ચીની PM પાસે ભારત આવવા નહોતું વિમાન, ભારતીય વડાપ્રધાને આ રીતે કરી હતી મદદ

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 04:23 PM IST

  ચીન પાસે પોતાનું એરક્રાફ્ટ પણ નહોતું, તેમને દિલ્હી લાવવા માટે ભારતે એર ઈન્ડિયાની ફ્લાઈટ મોકલી હતી
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ચીનની મુલાકાત પર છે. પીએમ મોદીએ અહીંયા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. પીએમ મોદીની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ અને વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિને લઈને ઘણી મહત્વની મનાઈ રહી છે. આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ સહિત ઘણા મુદ્દાનો ઉકેલ કરવા માટે એકમત બનવાની દિશામાં કામ કરવાની પણ આશા છે.

   એર ઈન્ડિયાની ફ્લાઈટ મોકલી હતી ચીન

   ભારત-ચીનના સંબંધમાં એક કિસ્સો યાદ કરવા લાયક છે. ચીનના પ્રીમિયર ચાઉ એન લાઈ 1954માં પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યા હતા. જ્યારે દિલ્હીમાં નેહરૂ-ચાઉ એન લાઈ સમિટ આયોજિત કરવામાં આવી હતી, ત્યારે ચીન પાસે પોતાનું એરક્રાફ્ટ પણ નહોતું. તેમને દિલ્હી લાવવા માટે ભારતે એર ઈન્ડિયાની ફ્લાઈટ મોકલી, જેમાં તેઓ ભારત આવ્યા. આ પ્રવાસમાં ચીની પ્રીમિયર ચાઉ એન લાઈ અને જવાહર લાલ નહેરૂએ પંચશીલ કરાર પર હસ્તાક્ષર કર્યા જેમાં શાંતિપૂર્ણ સહ અસ્તિત્વને લઈને 5 સિદ્ધાંત આપવામાં આવ્યા હતા.

   બન્ને દેશો વચ્ચે આ કારણે પેદા થઈ કડવાશ

   1960માં બન્ને દેશો વચ્ચે દિલ્હીમાં ફરીથી એક સમિટ થઈ. જો કે, આ પહેલા દલાઈ લામા ભારતમાં શરણ લઈ ચૂક્યા હતા, જેના કારણે બન્ને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. આ સમિટમાં બન્ને દેસો વચ્ચે સરહદ બાબતે ચર્ચા થઈ, પણ આ વિવાદનો કોઈ ઉકેલ આવ્યો નહી. કિસ્સો વણઉકેલ્યા જોઈને ચીની પીએમ ચાઉએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી લીધી. ત્યારબાદ મામલો વધારે બગડી ગયો. આ વખતે ભારતથી નારાજ ચાઉ અને તેમના સહયોગી એલ્યુશિન એરક્રાફ્ટથી ચીન પાછા ફર્યા. થોડા દિવસ પહેલા જ ચીને આ નવું એરક્રાફ્ટ ખરીદ્યું હતું. આ ઘટનાના 2 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું હતું.

   નહેરૂના પ્રયાસ રહ્યા હતા નિષ્ફળ

   25 એપ્રિલ 1960ના રોજ ચાઉની નહેરૂ સાથે મુલાકાતની પરાકાષ્ઠા એક મોટા અવરોધ તરીકે થઈ હતી. ચાઉએ પ્રવાસની સમીક્ષા કર્યા બાદ ચીનની સરકારે એ પરિણામ કાઢ્યું હતું કે, 'ભારતને કરારમાં રસ નથી અને ભારત ચીનનો વિરોધ કરવા માટે સરહદ પર ઉશ્કેરણીજનક ગતિવિધિઓ કરવા માંગે છે.' તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નહેરૂએ ચીનની સાથે નવા સંબંધોનો પાયો નાખવાના હેતુથી ત્યાનો પ્રવાસ કર્યો હતો પરંતુ પ્રયાસ સફળ થઈ શક્યો નહી. હવે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસથી ભારત-ચીનના સંબંધો સુધરવાની આશા કરાઈ રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભારતીય વડાપ્રધાને મોકલેલા વિમાનમાં દિલ્હી પહોંચ્યા'તા ચીની PM | india sent air india plane
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top