National news / જમ્મુ-કાશ્મીરમાં ઉરી પછીનો સૌથી મોટો આતંકી હુમલો, 7 દિવસ પહેલા મળ્યું હતું એલર્ટ

એક સાથે 2500 જવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 05:11 PM
ied blast on CRPFs jawans in jammu ans kashmirs pulwama

નેશનલ ડેસ્ક: કાશ્મીરના પુલવામામાં આતંકવાદી તેમની યોજનામાં સફળ થયા છે. ઉરી બાદ આ પહેલો આટલો મોટો હુમલો થયો છે, જેમાં એક સાથે 8 જવાનો શહીદ થયા છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સાત દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષાદળોને ડિપ્લોટમેન્ટ અને તેમની અવરજવરના રસ્તા પર આતંકવાદી IED થી હુમલો કરી શકે છે.

આ એલર્ટ સંસદ ભવન પર હુમલાના દોષિત અફઝલ ગુરુ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટની ફાંસીની વરસી પહેલા આપ્યું હતું. 8 ફેબ્રુઆરીના રોજ આપેલા આ એલર્ટમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, આતંકવાદીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ એક મોટું એલર્ટ આપતા કહ્યું હતું કે, આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના ડિપ્લોયમેન્ટ અને તેના આવવા-જવાના રસ્તા પર IED થી હુમલો કરી શકે છે.

એલર્ટમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, બધા CRPF કેમ્પ અને પોલીસના કેમ્પ પર આતંકવાદી મોટો હુમલો કરી શકે છે એટલા માટે દરેક સુરક્ષાદળો સાવધાન રહેજો. આ સાથે જ એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર એ એરિયામાં ડ્યૂટી પર ના જાય. પરંતુ તે છતાં એ ચૂક રહી ગઈ અને આતંકવાદી મોટો હુમલો કરવામાં સફળ થઈ ગયા.

કહેવાઈ રહ્યું છે કે, આતંકવાદીઓએ રોડ કિનારે જ એક ગાડીમાં આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. જેવા સીઆરપીએફના જવાનો ત્યાથી પસાર થયા, એવી જ આતંકવાદીઓએ આઈઈડીમાં બ્લાસ્ટ કરી દીધો. આ કાફલામાં ડઝનથી પણ વધારે ગાડીઓ હતી. તેમાંથી એક ગાડી બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ. બ્લાસ્ટમાં 8 જવાનો શહીદ થયાના સમાચાર છે જ્યારે અનેક ઘાયલ થયા છે.


આ પણ વાંચો - વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા 6 વર્ષ જૂની લવ સ્ટોરીનો અંત, યુગલ પર થયા 20-20 વખત હુમલા, બેડ નીચે છોકરાની લાશ અને આંગણામાં પડી'તી લોહીથી લથબથ છોકરીની લાશ

X
ied blast on CRPFs jawans in jammu ans kashmirs pulwama
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App